Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeડિફેન્સનવી પેઢીને પ્રભાવિત કરી રહ્યું છે ડ્રગ્સ, દેશના ભવિષ્ય માટે બની શકે છે ખતરો: રાજનાથ સિંહ

નવી પેઢીને પ્રભાવિત કરી રહ્યું છે ડ્રગ્સ, દેશના ભવિષ્ય માટે બની શકે છે ખતરો: રાજનાથ સિંહ

rajnathsingh
Share Now

રાજધાની દિલ્હીમાં(Delhi) ભારતીય તટરક્ષક દળના(Indian Coast Guard) અલંકરણ સમારોહને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે(Rajnathsingh) ડ્રગ્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે જેના ખભા પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી રહેલી છે. તે નવી પેઢીને ડ્રગ્સ આપણી નવી પેઢીને પ્રભાવિત કરી રહ્યું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ પ્રતિબંધિત વસ્તુઓના વેપાર પર પ્રતિબંધ મુકવો જોઈએ જેથી દેશના અર્થતંત્રની સાથે સાથે દેશના ભવિષ્યને સુરક્ષિત અને મજબૂત બનાવી શકાય.

રાજનાથ સિંહે કોસ્ટગાર્ડની કરી પ્રશંસા 

કાર્યક્રમ દરમિયાન, રાજનાથ સિંહે(rajnathsingh) કોસ્ટ ગાર્ડની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે કોસ્ટગાર્ડ દ્વારા કોન્ટ્રાબેન્ડ એટલે કે ગેરકાયદેસર હથિયારો અને નાર્કોટિક્સ ડ્રગ્સની દાણચોરી સામે ચલાવવામાં આવેલા અભિયાનો પ્રશંસનીય છે. આવા તત્વો આપણી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. અને એટલું જ નહીં, પણ તેનાથી વધારે તે આપણા સમાજ અને રાષ્ટ્ર પર ખરાબ અસર કરે છે. રાજનાથ સિંહે કહ્યું કે, “ડ્રગ્સ આપણી નવી પેઢીને પ્રભાવિત કરી શકે છે. જેમના ખભા પર આગામી સમયમાં રાષ્ટ્રની મોટી જવાબદારી રહેલી છે.  આ પ્રતિબંધિત વસ્તુઓના ગેરકાયદેસર વેપારને વ્યાપકપણે અંકુશમાં લાવીને, કોસ્ટગાર્ડ ણા ફક્ત વર્તમાનના પડકારોનો સામનો કરે છે, પણ તે દેશના ભવિષ્યને સુરક્ષિત અને મજબૂત કરવા માટે પણ કામ કરે છે.

rajnathsingh

આ પણ વાંચો:લખીમપુર ખેરી હિંસા: કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા યુપી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ થયા હાજર

દરિયામાંથી દવાઓની દાણચોરી વધી

નોંધનીય બાબત એ છે કે, તાજેતરમાં દરિયા મારફતે ડ્રગ્સની(Drugs) દાણચોરીમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં, ગુજરાતના મુન્દ્રા બંદરે નાર્કોટિક્સ ડ્રગનું મોટું કન્ટેનર પકડાયું હતું. આ સિવાય બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન અને તેના સહયોગીઓની નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (NCB) દ્વારા મુંબઈથી ગોવા જઈ રહેલા દરિયાઈ જહાજ પર દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. અલંકરણ સમારોહમાં પોતાના સંબોધન દરમ્યાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટ ગાર્ડને સતર્ક રહેવા આહ્વાન કર્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે સમુદ્રી સુરક્ષા વિના વ્યાપક આંતરિક અને બાહ્ય સુરક્ષા માળખાનું નિર્માણ શક્ય નથી. દેશના દરિયાઇ ક્ષેત્રને સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત રાખવું એ સુરક્ષાની સાથે સાથે આર્થિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.

રાજનાથ સિંહે કોસ્ટગાર્ડને વીરતા પુરસ્કારો અને મેડલ એનાયત કર્યા

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે આપણો દેશ ઝડપી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. કોઈ પણ અવરોધ વિના આ માર્ગમાં સમુદ્રી- પરિચાલન મુખ્ય જરૂરિયાત છે.  એક ઊભરતી સમુદ્ર-શક્તિ હોવાથી, આપણી સમૃદ્ધિ મોટે ભાગે સમુદ્ર પર આધારિત છે.  રાજનાથ સિંહે દરિયાઈ તોફાન અને જહાજમાં આગ જેવી માનવતાવાદી આપત્તિઓ દરમિયાન કોસ્ટ ગાર્ડની કામગીરીની પ્રશંસા કરી હતી. અલંકરણ સમારોહ દરમિયાન સંરક્ષણ મંત્રીએ બહાદુરી અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે કોસ્ટ ગાર્ડ કોસ્ટ ગાર્ડને વીરતા પુરસ્કારો અને મેડલ એનાયત કર્યા હતા. આ પછી રાજનાથ સિંહે કોસ્ટ ગાર્ડની વાર્ષિક કમાન્ડર્સ કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીમાં ભારતીય તટરક્ષક દળના(Indian Coast Guard) અલંકરણ સમારોહને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડ્રગ્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે જેના ખભા પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી રહેલી છે. તે નવી પેઢીને ડ્રગ્સ આપણી નવી પેઢીને પ્રભાવિત કરી રહ્યું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ પ્રતિબંધિત વસ્તુઓના વેપાર પર પ્રતિબંધ મુકવો જોઈએ જેથી દેશના અર્થતંત્રની સાથે સાથે દેશના ભવિષ્યને સુરક્ષિત અને મજબૂત બનાવી શકાય.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment