Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝશશિ થરૂરને મળી મોટી રાહત, પત્નિ સુનંદા પુષ્કર કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

શશિ થરૂરને મળી મોટી રાહત, પત્નિ સુનંદા પુષ્કર કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

Share Now

દિલ્હી (Delhi)ની કોર્ટે (Court)કેરળ (Kerla)ના સાંસદ શશિ થરૂર (Shashi Tharoor )ને પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે મોટી રાહત આપી છે. વર્ચ્યુઅલ કોર્ટમાં જજે નિર્ણય સંભળાવતા કહ્યુ કે, આરોપીને કેસમાં મુક્ત કરવામાં આવે છે. જણાવી દઇએ કે સુનાવણી સમયે શશિ થરૂર હાજર હતા. કોર્ટના નિર્ણય પર ખુશી સાથે શશી થરૂરે (Shashi Tharoor )કહ્યુ કે, આ સાડા સાત વર્ષનો સમય મારા માટે મુશ્કેલ ભર્યો રહ્યો હતો. હુ આ નિર્ણય માટે આભારી છુ.

કોર્ટના નિર્ણય આવ્યા બાદ શશિ થરૂરે (Shashi Tharoor ) ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ જજ ગીતાંજલિ ગોયલનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં લખ્યુ છે કે, હું જજ ગીતાંજલિ ગોયલનો આભાર વ્યક્ત કરુ છુ જેને મને દિલ્હી પોલીસ દ્વારા લગાવવામાં આવેલા આરોપમાંથી મુક્ત કર્યો છે. હું આરોપોને સતત નિર્થક ગણાવી રહ્યો હતો. આ નિર્ણયથી મારે એ ખરાબ સપનાનો અંત આવ્યો જે મારી પત્નિ (Wife)સુનંદા પુષ્કરના મોત બાદ શરૂ થયા હતા. મારા પર ડઝનથી પણ વધુ આરોપ લગાવવામાં આવ્યા હતા. મીડિયા (Media) દ્વારા પણ ખોટી માહિતી બતાવવામાં આવી હતી. પરંતુ મારો ભરોસો ભારતીય ન્યાય વ્યવસ્થા પર હતો જે સાચો સાબિત થયો. ભારતીય ન્યાય વ્યવસ્થામાં ઘણી વાર લાંબી પ્રોસેસ જ સજા બની જતી હોય છે. પરંતુ આ નિર્ણય મને અને મારા પરિવારને સુનંદાની મોતનો શાંતિપૂર્વક શોક મનાવવાનો મોકો આપશે. હું મારા તમામ વકીલ (Advocate)નો આભાર વ્યક્ત કરુ છુ જેને આ કેસમાં મને આ નિર્ણય સુધી પહોંચાડ્યો.

પત્નીના મોત બાદ શશિ થરૂરે શું કહ્યુ હતુ?

શશિ થરૂરની પત્નિ સુનંદા પુષ્કરનો મૃતદેહ 17 જાન્યુઆરી 2014 માં દિલ્હીની ચાણક્યપુરીમાં લીલા પેલેસ હોટલના રૂમ નંબર 345 માંથી મળ્યો હતો, ત્યારે શશિ થરૂરે જણાવ્યું હતુ કે, સુનંદા મોડે સુધી ન જાગી તો તેને લાગ્યુ કે કઇક ઉંચનીચ થઇ છે.

જણાવી દઇએ કે શશિ થરૂર અને સુનંદા પુષ્કર કેટલાક સમયથી હોટલમાં રહી રહ્યા હતા. તેમના ઘરમાં રિનોવેશન થઇ રહ્યુ હતુ. પોલીસે શરૂઆતમાં આપઘાતની વાત કહી અને એ વાતને નકારી દીધી કે સુનંદાની મોત દવાઓના ઓવરડોઝથી થઇ શકે છે. તે સમયે સુનંદાની સારવાર ચાલી રહી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે સુનંદાને બીમારી હતી. આ પહેલા પણ મીડિયામાં શશિ થરૂર અને પત્નિ વચ્ચે અણબનાવ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા.

પત્નીના મોત કેસમાં શશિ થરૂર પર 21 ફેબ્રુઆરી 2014 થી કેસ ચાલી રહ્યો હતો. તેના પર આઇપીસીની કલમ 498-A હેઠળ પતિ દ્વારા મહિલા સાથે ક્રુરતા કરવા અને કલમ 306 હેઠળ આપઘાત કરવા પ્રેરીત કરવાનો આરોપ લાગ્યો હતો. શશિ થરૂરે આ મામલે ઘણી વખત જામીન લેવા પડ્યા છે.

જાન્યુઆરીમાં આવી રીતે સામે આવ્યુ શશિ થરૂરનું નામ

સુનંદા પુષ્કરનું પોસ્ટમોર્ટમ એઇમ્સ (AIIMS) ખાતે થયુ હતુ. ત્યાંના ડોક્ટરે (Doctor)જણાવ્યું કે સુનંદાના શરીર પર 12 થી વધારે નિશાન હતા. તેમાંથી એક તેના ગાલ પર હતુ જે જણાવે છે કે તેના ચહેરાને ઘાતક ઇજા પહોંચી છે. આ સાથે વ્યક્તિના દાંત લાગ્યા હોય તેવુ નિશાન હાથ પર જોવા મળ્યુ હતુ. તેના શરીરમાંથી એવુ કઇ પણ ન મળ્યુ જેનાથી કહેવાઇ શકે કે સુનંદાની મોત દવા (Medicine)ના ઓવરડોઝથી થઇ છે.  

મોતના લગભગ 9 મહિના બાદ એઇમ્સ (AIIMS)ના ડોક્ટરે દિલ્હી પોલીસ (Delhi Police)ને એક રિપોર્ટ સોંપી હતી. આ કેસ આપઘાતથી બદલીને મર્ડરમાં ફેરવાઇ ગયો. દિલ્હી પોલીસના તત્કાલીન પોલીસ કમિશ્નરે કહ્યુ કે સુનંદા પુષ્કરે આપઘાત નથી કર્યો આ મર્ડરનો કેસ છે. દિલ્હી પોલીસે તે સમયે અજાણ્યા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શશિ થરૂરની પૂછતાછ કરી હતી. તે દરમિયાન શશિ થરૂરે ડ્રગના ઓવરડોઝની વાત કહી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે સુનંદાને આપઘાત (suicide) કરવા પ્રેરીત કરવાનો આરોપ લગાવ્યો અને ચાર્જશીટ દાખલ કરી હતી.

તે સમયે શશિ થરૂરે દિલ્હી કોર્ટ (Delhi Court)માં હાજર થવુ પડ્યુ હતુ. તે દરમિયાન કહ્યુ કે તે નિર્દોષ છે અને કોર્ટમાં હકીકત સામે આવીને જ રહેશે. જણાવી દઇએ કે શશિ થરીર વિરૂદ્ધ કેસ 21 ફેબ્રુઆરી 2019 થી જ શરૂ થઇ ગયો હતો.

સુનંદા પુષ્કરના મોત બાદ વિપક્ષી પાર્ટીઓએ સતત કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પર આકરા પ્રહાર કર્યા હતા. કોર્ટના આ નિર્ણય બાદ તેની મોટી રાહત મળી છે.  

આ પણ વાંચો: ભારતને મળી શકે છે પ્રથમ મહિલા CJI

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment