Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝવોટ્સએપ અને ફેસબુકની અરજી પર દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી

વોટ્સએપ અને ફેસબુકની અરજી પર દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી

Share Now

નવા આઇટી નિયમ 2021 મામલે દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court)કેન્દ્ર સરકાર (Central Government)ને વોટ્સએપ (WhatsApp)અને ફેસબુક (Facebook)ની અરજી પર નોટિસ ફટકારી છે. સોશિયલ મીડિયા (Social Medeia)પ્લેટફોર્મ વ્હોટ્સએપ અને ફેસબુકની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, આઇટી નિયમ 2021 હેઠળ ટ્રેસેબિલિટી કલમ ગેરબંધારણીય છે, કારણ કે તે કોઇ વ્યક્તિના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court)22 ઓક્ટોબરના રોજ આ મામલે સુનાવણી હાથ ધરશે.

ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન- સોશિયલ મીડિયા

નવા આઇટી નિયમો હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને મેસેજની જાણકારી મેળવવા અને સૂચનાના સ્ત્રોતની ઓળખ કરવી જરૂરી છે. સોશિયલ મીડિયાએ તેને ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન ઠેરવ્યુ છે અને ગેરબંધારણિય જણાવતા હાઇકોર્ટ (High Court)માં પડકારવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેંચ તેના પર સુનાવણી કરી રહી છે.

પ્રકાશકોએ પણ અરજી દાખલ કરી હતી

ઉલ્લેખનિય છે કે આ પહેલા આઇટી નિયમ 2021 વિરૂદ્ધ સમાચાર પત્રના પ્રકાશકોએ દેશની કેટલીક કોર્ટમાં અરજી (Application)દાખલ કરી હતી. એ અરજીઓની સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે (High Court)આચાર સંહિતાનું પાલન સંબંધિત ડિજિટલ મીડિયા માટે સૂચના પ્રૌદ્યોગિકી નિયમ હેઠળ રોક લગાવી દીધી હતી.

આ પણ વાંચો: કૂતરા રાખવાનો શોખ હોય તો પાંજરાપોળ ખોલો: ગુજરાત હાઇકોર્ટ

હાઈકોર્ટે નોંધ્યું હતું કે “પ્રથમ દ્રષ્ટિએ” એવું જાણવા મળ્યું છે કે આ પેટા વિભાગોએ કલમ 19 હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અરજદારો (Application)ના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન કર્યું છે. કલમ 9 ની જોગવાઈઓ પણ મુખ્ય કાયદા (માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000) ના દાયરાની બહાર છે.

નવા આઇટી (IT) નિયમ 2021 ની જાહેરાત 25 ફેબ્રુઆરના રોજ કેન્દ્ર સરકારે કરી હતી. જેમાં ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે 25 મે સુધી નિયમોનું અનુપાલન કરવુ જરૂરી હતુ. તે હેઠળ તમામ કંપનીઓને ભારતમાં ફરીયાદ નિવારણ અધિકારીની નિંમણુક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment