Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝદિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકવાદીની કરી ધરપકડ, AK-47 સહિતના ઘણા હથિયારોકર્યા જપ્પ્ત

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકવાદીની કરી ધરપકડ, AK-47 સહિતના ઘણા હથિયારોકર્યા જપ્પ્ત

delhi ,Pakistani Terrorist
Share Now

દેશની રાજધાની દિલ્હીની(Delhi) શાંતિ ડહોળાવવાના  કાવતરાને નિષ્ફળ બનાવતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક આતંકવાદીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જે આતંકવાદીની ધરપકડ કરી છે તે પાકિસ્તાનનો રહેવાસી હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આતંકી લક્ષ્મી નગરના રમેશ પાર્ક વિસ્તારમાંથી પકડાયો છે. જે નકલી આઈડી કાર્ડના આધારે દિલ્હીમાં રહેતો હતો. આતંકી પાસેથી એકે -47, એક મેગેઝિન, એક હેન્ડ ગ્રેનેડ અને અનેક રાઉન્ડ ગોળીઓ મળી આવી છે.

પાકિસ્તાનનો આતંકવાદી

પકડાયેલા આતંકવાદી મોહમ્મદ અશરફ સામે યુએપીએ(UAPA) અને આર્મ્સ એક્ટ(Arms Act) સહિત અનેક સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર, આતંકવાદી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી હતો. ગયા મહિનાની શરૂઆતમાં પણ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ સિવાય તાજેતરમાં જ જમ્મુ -કાશ્મીરના(Jammu Kashmir) ઉરી સેક્ટરમાંથી એક પાકિસ્તાની આતંકવાદી પકડાયો હતો. જે પાકિસ્તાની ષડયંત્રનો જીવંત પુરાવો છે.

Pakistani Terrorist

આ પણ વાંચો:સેનાની મોટી કાર્યવાહી, છેલ્લા 24 કલાકમાં ત્રણ આતંકી ઠાર

પાકિસ્તાની કાવતરાનો પર્દાફાશ

14 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાંથી બે આતંકી પાકિસ્તાનમાંથી તાલીમ લીધેલી હતી.

14 સપ્ટેમ્બરે 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી 

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના(Delhi Police special cell) ડીસીપી પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા આયોજિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાનમાં તાલીમ લઈને આવેલ બે આતંકીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી વિસ્ફોટકો અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા તમામ આતંકવાદીઓ દેશભરમાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમની યોજનાને નિષ્ફળ બનાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સ્થિત ટેરરિસ્ટ મોડ્યુલના આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનના ઈશારે કામ કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હીની શાંતિ ડહોળાવવાના  કાવતરાને નિષ્ફળ બનાવતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક આતંકવાદીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જે આતંકવાદીની ધરપકડ કરી છે તે પાકિસ્તાનનો રહેવાસી હોવાનું કહેવાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment