Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝસંસદ ઘેરાવ : યુથ કોંગ્રેસના હજારો કાર્યકર્તા સંસદ બહાર જમા થઇ મચાવ્યો હંગામો

સંસદ ઘેરાવ : યુથ કોંગ્રેસના હજારો કાર્યકર્તા સંસદ બહાર જમા થઇ મચાવ્યો હંગામો

SANSAD GHERAO
Share Now

સંસદ ચોમાસુ સત્ર ચાલુ થયું ત્યારથી પેગાસસ, મોંઘવારી અને ખેડૂત આંદોલનને લઇ હંગામો યથાવત છે. પહેલા રાહુલ ગાંધી ટ્રેક્ટર ત્યારબાદ સાઇકલ લઇ સંસદ પહોંચ્યા હતા અને હવે પેગાસસ જાસુસી કાંડ અને મોંઘવારીના મુદ્દા પર યુથ કોંગ્રેસે આજે સંસદ બહાર પ્રદર્શન કર્યું છે. હજારો કાર્યકર્તાએ સંસદનો ઘેરાવો કર્યો હતો. આ ઘેરાવો રોકવા માટે પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. આ પ્રદર્શનમાં સામેલ થવા માટે આખા દેશમાંથી કોંગ્રેસ કાર્યકર્તાઓ દિલ્હી પહોંચ્યા હતા.

કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી રોજગાર મુદ્દા પર એક શબ્દ બોલ્યા નથી. છેલ્લા 7 વર્ષોમાં 12 કરોડ યુવકો નોકરીઓની રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાન તેમને નોકરી આપવાનો વાયદો કર્યો હતો પરંતુ હકીકતમાં તેમણે કરોડો યુવાનોની નોકરી છીનવી છે.વધુંમાં તેમણે કહ્યું કે મોદી સરકારે અસગંઠિત ક્ષેત્રોને તબાહ કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું કે હમ દો હમારે દો ની સરકાર જ્યા સુધી રહેશે ત્યા સુધી યુવાનોને રોજગાર નહી મળે. બેરોજગારી, મોંધવારી, પેગાસસ અને ખેડૂત આંદોલનને લઈને યુથ કોંગ્રેસ દ્વારા સંસદ પાસે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દેશના યુવાનોના ફોનમાં પેગાસસ નાખ્યો

સમગ્ર મામલે તેમણે એવું પણ કહ્યું નરેન્દ્ર મોદી દેશના યુવાનોના ફોનમાં પેગાસસ નાખી રહ્યા છે. વડાપ્રધાન પર રાહુલ ગાંધીએ એવા ગંભીર આક્ષેપો પણ કર્યા કે તેમણે 2 3 કોર્પોરેટ મિત્રો સાથે મળીને પાર્ટનરશિપ કરી લીધી છે. જે પાર્ટનરશિપને કારણે યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે.

આ પણ વાંચો : પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ સુનવણી : રિપોર્ટ્સ સાચો હોય તો આ ગંભીર મામલો

લોકસભા  સ્થગિત

સંસદના ચોમાસુ સત્રના ત્રીજા સપ્તાહનો આજે ચોથો દિવસ છે. બંને ગૃહોમાં અત્યાર સુધી ખૂબ હોબાળો થયો છે. વિપક્ષ પેગાસસ જાસુસી કાંડ અને નવા કૃષિ કાયદા વિશે સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. વિપક્ષી નેતાઓની માંગ છે કે, ગૃહમાં આ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે. જ્યારે બીજી બાજુ કેન્દ્ર સરકારનું કહેવું છે કે, તેઓ દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે પરંતુ વિપક્ષનો હોબાળો બંધ જ નથી થતો.ગુરુવારે પણ બંને ગૃહોમાં હોબાળો ચાલતો હતો. લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુઝી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી વાર કાર્યવાહી શરૂ થયા પછી પણ હોબાળો થતાં ગૃહની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્રીજી વાર કાર્યવાહી શરૂ થયા પછી તેને 5 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. રાજ્યસભામાં હોબાળા દરમિયાન અનુસુચિત જનજાતિ, સંશોધન બિલ 2021 પાસ કરવામાં આવ્યું. ત્યારપછી હોબાળો થયો અને ઉચ્ચ સદનને 3.40 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

કોંગ્રેસ સંસદનું સન્માન નથી કરતી રવિશંકર પ્રસાદ

ગૃહ શરૂ થતા પહેલાં BJP નેતા રવિશંકર પ્રસાદે સંસદ ના ચાલવા દેવા વિશે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, અમે કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. પરંતુ સવાલ એ છે કે, વિપક્ષ ખરેખર આવુ નથી ઈચ્છતું. સંસદ ના ચાલવા દેવું કોંગ્રેસનો એજન્ડા છે. તેઓ નથી ઈચ્છતા કે કોઈ પાર્ટી તેમનાથી આગળ નીકળે.રવિશંકરે કહ્યું કે, પેગાસસ મુદ્દે હજી સુધી કોઈ પુરાવા નથી મળ્યા. વિપક્ષી નેતા માત્ર કિચડ ઉછાળવાનું કામ કરે છે. કોંગ્રેસ સંસદનું સન્માન નથી કરતી. આ બિનજવાબદાર વર્તન છે. અમારી સરકાર સામે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે પરંતુ તમે જ યાદ કરજો કે, કોંગ્રેસના શાસનકાળમાં બિલ કેવી રીતે પસાર થતા હતા.

6 TMC સાંસદ બુધવારે આખા દિવસ માટે સસ્પેન્ડ થયા

રાજ્યસભાના સભાપતિ એમ વેકૈંયા નાયડુએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 6 સાંસદોને બુધવારે આખા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં ડોલા સેન, નદીમુલ હક, અર્પિતા ઘોષ, મૌસમ નૂર, શાંતા છેત્રી અને અબીર રંજન બિસ્વાસ સામેલ છે. ગૃહમાં હોબાળો કરવા માટે તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

TMCના આ સાંસદોની સભ્યતા સમાપ્ત થવી જોઈએ: નક્વી

TMC સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, હિંસાના વારસાથી સંસદને કલંકિત કરવાનું કાવતરુ ઘડવામાં આવી રહ્યું છે. તેમણે ગૃહમાં તોડફોડ કરી. તેઓ ગૃહમાં બંગાળ હિંસાનું પુનરાવર્તન કરવા ઈચ્છે છે. તેથી તેમની સભ્યતા રદ થવી જોઈએ.

છેલ્લા બે સપ્તાહમાં સંસદમાં 18 કલાક જ કામકાજ થયુ

સંસદનું મોનસૂન સેશન 19 જુલાઈથી શરૂ થયું છે. પહેલા અને બીજા સપ્તાહમાં થઈને ગૃહમાં કુલ અત્યાર સુધી માત્ર 18 કલાક જ કામ થયું છે. જ્યારે હકીકતમાં ગૃહમાં અત્યાર સુધીમાં 107 કલાક સુધી કામ થવું જોઈએ. લોકસભામાં 7 કલાક અને રાજ્યસભામાં 11 કલાક કામ થયું છે. કામકાજ ના થવાથી ટેક્સપેયર્સને 133 કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment