દિલ્હીમાં વાયુ પ્રદૂષણનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, દિલ્હી જાણે ગેસ ચેમ્બર બની ગઈ હોય તેમ લોકોનો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે અને દિવસેને દિવસે લોકોનાં સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે ત્યારે પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે અને તેનું સમાધાન શું છે તે મુદ્દે એકબીજા પર આરોપો લાગી રહ્યા છે,દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) વાયુ પ્રદૂષણને (Air pollution) કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પ્રદૂષણનું સ્તર હજુ પણ ‘ખૂબ જ ખરાબ’ સ્તર પર છે.
Air pollution in Delhi-NCR | Centre expresses unwillingness before the Supreme Court to ask its employees to work from home and instead it has advised its employees in Delhi to resort to carpooling to reduce the number of vehicles used by them for commuting. pic.twitter.com/ET3vQINa2x
— ANI (@ANI) November 17, 2021
પ્રદુષણની માત્રા વધવા પાછળ માત્ર પરાળને સળગાવવાને જ જવાબદાર જણાવતા, કોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી
આ મામલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી દાખલ કરવામાં આવી હતી, જેની આજે બુધવારે ફરી સુનાવણી હાથ ધરાઈ છે. આ પહેલા સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને (Central Government) વાયુ પ્રદૂષણ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવવા કહ્યું હતું. આ સાથે જ દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રદુષણની માત્રા વધવા પાછળ માત્ર પરાળને સળગાવવાને જ જવાબદાર જણાવતા, કોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે એફિડેવિટ ( Affidavit ) દ્વારા જણાવ્યુ છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્લીમાં કેન્દ્ર દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો, રોજબરોજ દોડતા કુલ વાહનોનો એક નાનો હિસ્સો છે. આ વાહનો પર પ્રતિબંધ મુકવાથી વાયુ પ્રદૂષણમાં કોઈ ફરક નહીં પડે.
કેન્દ્રએ તેના કર્મચારીઓને ઓફિસમાં આવવા-જવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવાને બદલે કાર પુલિગનો આશરો લેવાની સલાહ આપી
કેન્દ્રનું કહેવું છે કે ઘરેથી કામ (Work from home ) કરવાથી વાયુ પ્રદૂષણમાં કોઈ ફરક નહીં પડે. કેન્દ્રએ તેના કર્મચારીઓને ઓફિસમાં આવવા-જવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવાને બદલે કાર પુલિગનો આશરો લેવાની સલાહ આપી છે, જેથી રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડી શકાય.
આ પણ વાંચો : UNSCમાં પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, PoK ખાલી કરો-તાલીમ અને હથિયારો લઈને આતંકીઓ ખુલ્લા ફરે છે
પ્રદૂષણ મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સરકાર આખુ વર્ષ શું કરે છે ? – કોર્ટ
ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું કે ઓક્ટોબર-નવેમ્બરમાં વાયુ પ્રદૂષણ દિલ્હીને ગૂંગળાવી નાખે છે. કેન્દ્ર અને દિલ્હી સરકાર આખા વર્ષ દરમિયાન પ્રદૂષણ નાથવા માટે શું કરો છો ? શુ ત્યારે ખબર નથી પડતી કે શુ કરવાનુ છે. જ્યારે, CJI રમણાએ સિંઘવીને કહ્યું કે તમે વારંવાર રિપોર્ટનો ઉલ્લેખ કરી રહ્યા છો. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છો.
ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો આસાન : જસ્ટિસ સૂર્યકાન્ત
દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જો નવેમ્બરમાં પરાળીનું ઘણું પ્રદૂષણ છે, તો તેને અવગણી શકાય નહીં. IIT કાનપુરે અમને સૂચન કર્યું છે કે આને નિયંત્રિત કરવું જરૂરી છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે ખેડૂતોએ પરાળી કેમ બાળવી પડે છે? ફાઈવસ્ટાર હોટેલમાં કે એસીમાં બેસીને ખેડૂતોને દોષ આપવાનું ખૂબ જ સરળ છે. તમારી પાસે ખેડૂતોને મશીનો આપવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે કાનપુર IIT દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર વિશ્વાસ કરી શકાય નહીં કારણ કે ફટાકડા પ્રદૂષણની યાદીમાં 15મા ક્રમે છે.
દિલ્હીમાં લોકડાઉન
તે પછી દિલ્હી સરકારે સ્કુલ-કોલેજોને આગામી આદેશ સુધી બંધ કરી દીધી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં કોવિડ લોકડાઉન જેવા ઓનલાઈન મોડમાં અભ્યાસ થશે. ઓફિસમાં 50 ટકા લોકોને વર્ક ફ્રોર્મ હોમ કરવાનુ કહેવામાં આવ્યું છે. સાથે જ 21 નવેમ્બર સુધી કન્સ્ટ્રક્શન પર રોક લગાવવામાં આવી છે. દિલ્હીના 300 કિમીના રેડિયસમાં બનેલા 11 થર્મલ પ્લાન્ટ્સમાંથી 6ને 30 નવેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.
દિલ્હી-NCRમાં આગામી થોડા દિવસો સુધી એર ક્વોલિટી ખરાબ રહેનારી છે. તે ગંભીર થવાની શક્યતા છે. હવાની ગુણવત્તામાં 21 નવેમ્બર પછી કેટલોક સુધારો થવાની શક્યતા છે. મંગળવારે દિલ્હીની એર ક્વોલિટી 403 હતી, જે ગંભીર શ્રેણીમાં આવે છે.
Android: http://bit.ly/3ajxBk4