Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝદિલ્હીમાં વરસાદે છેલ્લા ૧૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો,ઓરેન્જ એલર્ટ જાહેર!

દિલ્હીમાં વરસાદે છેલ્લા ૧૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો,ઓરેન્જ એલર્ટ જાહેર!

Delhi rain heavy rain fall from hours in Delhi
Share Now

મૌસમ વિભાગએ શનિવારે કહ્યું છે કે દિલ્હીની સાથે ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં કલાકો સુધી ભારે વરસાદ પડી શકે છે.

નવી દિલ્હી: દિલ્હી એનસીઆર વિસ્તારમાં શુક્રવાર મોડી રાતથી ભારે વરસાદ (Delhi rain) શરૂ થયો હતો અને શનિવાર સવાર સુધી સતત વરસાદ પડ્યો હતો. દિલ્હી એનસીઆરમાં શુક્રવાર મોડી રાતથી જ શરુ થયેલ વારસાદથી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલમાં પણ પાણી ભરાઈ ગયું હતું. દિલ્હીમાં આ મહિનાના શરૂઆતમાં સતત બે દિવસ સુધી ૧૦૦મીમી કરતા પણ વધારે વરસાદ નોંધાયો હતો. પહેલી સપ્ટેમ્બરે ૧૧૨.૧ મીમી અને બીજી સપ્ટેમ્બરે ૧૧૭.૭ મીમી નોંધાયો હતો. 

  • દિલ્હીમાં આ વર્ષે વરસાદે (Delhi rain) 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
  • ૨૦૧૦માં પહેલી વખત રાજધાનીમાં વરસાદનું સ્તર ૧૦૦૦ મીટર ને પાર થઈ ગયું હતું.
  • વીજળીના જોરદાર કડાકા અને પવન વચ્ચે તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી સુધી ઘટ્યો.
  • જોકે મધુ વિહાર સહિત કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
  • મોસમ વિભાગેએ દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઇડા સહિત વિસ્તારોમાં કલાકો સુધી વરસાદ રહેશે તેવું અનુમાન.
  • દિલ્હી અને એનસીઆરમાં તાપમાનમાં પણ મોટો ઘટાડો થતા લોકો રાહત મહેસુસ કરી રહ્યા છે.

મૌસમ વિભાગનું અનુમાન 

મૌસમ વિભાગે પહેલા જ અનુમાન લગાવ્યું હતું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં 10% જેટલો ઓછો વરસાદ જોવા મળશેજયારે ઓગસ્ટમાં 24 ઓછો વરસાદ નોંધાયો છે.

વિભાગના અનુમાન લગાવ્યું છે કે દિલ્હી સિવાય ઉત્તર પ્રદેશમાં નોઈડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, હિંડન એયારબેસ, લોની, દાદરી જેવા વિસ્તારોમાં પણ કલાકો સુધી સતત વરસાદ પડશે. હરિયાણામાં પાણીપત, સોનીપત. ઝજ્જર સહિત મોટાભાગના જિલ્લાઓમાં સવારના સમયથી જ ભારે વરસાદ જોવા મળ્યો હતો. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ આ જ નજારો જોવા મળ્યો હતો. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં  મુજ્ફ્ફરનગર, ડીબાઈ, અલીગઢ, બડોત, બાગપત જેવા વિસ્તારમાં ભારે વરસાદ થયો. અહીંયા પણ તાપમાન મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

છેલ્લા 12 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટમાં

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ અનુસાર છેલ્લા 12 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટમાં થયો છે. ઓગસ્ટમાં આ વર્ષે ૨૪ ટકા ઓછો વરસાદનો રેકોર્ડ જોવા મળ્યો છે. મોસમ વિભાગે કહ્યું હતું દેશમાં 9 થી 16 ઓગસ્ટ અને ૨૩ થી ૨૭ ઓગસ્ટ વચ્ચે ઓછો વરસાદ જોવા મળશે. પરંતુ ઓગસ્ટ 2021માં અનુમાન કરતાં પણ વધારે વરસાદમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ૨૦૦૯માં એટલે કે ૧૨ વર્ષ પહેલા આ કરતા પણ ઓછો વરસાદ જોવા મળ્યો હતો. વર્ષ 2012માં એટલે કે 19 વર્ષ પહેલા ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.

સામાન્ય રીતે વરસાદ દેશમાં પહેલી જૂનથી 30 સપ્ટેમ્બર સુધી સક્રિય રહે છે. જુનમાં 10 ટકા વધારે વરસાદ થાય છે. તો જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ  24% જેટલો ઓછો રહે છે.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવેએ આ ખાસ મશીન કર્યું લોન્ચ

દેશમાં ચાર મોસમ વિભાગ ડીવીઝનોમાંથી મધ્યભારતમાં ૩૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા આ વિસ્તારોમાં સામેલ છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં 30 ટકા વરસાદ નોંધાયો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment