Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝજન્માષ્ટમી પર કર્ફ્યું 1 વાગ્યા સુધીનું કરવા માંગ

જન્માષ્ટમી પર કર્ફ્યું 1 વાગ્યા સુધીનું કરવા માંગ

jnmashtami
Share Now

શ્રાવણ માસમાં જન્માષ્ટમીના તહેવારનું ખુબ મહત્વ છે. જો કે, કોરોનાના કારણે ગયા વર્ષે પણ લોકો ધામધુમથી આ તહેવાર ઉજવી શક્યા નહોતા. આ વર્ષે પણ વધી રહેલા કેસ અટકાવવા રાત્રી કર્ફ્યું લાદવામાં આવ્યું હતું. જો કે, કેસ તો રાજ્યમાં ઓછા છે. તેમ છતાં રાત્રી કર્ફ્યું યથાવત રાખવામાં આવ્યું છે. ગુજરાતના મહાનગરોમાં હાલ રાત્રે 11 વગ્યા સુધીનું રાત્રી કર્ફ્યું રાખવામાં આવ્યું છે. પરંતુ જન્માષ્ટમી એવો તહેવાર છે જેની ઉજવણી રાત્રે 12 વાગ્યાથી તો શરુ થાય છે. રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. આથી લોકો અસમંજસતામાં છે કે 11 વાગ્યાના રાત્રી કરફ્યુમાં 12 વાગ્યે ઉજવણી કઈ રીતે થશે ? જેથી લોકો હાલ રાત્રી કરફ્યુનો સમયગાળો લંબાવવાની માંગ કરી રહ્યા છે. 

jnmashtami

zee news

જન્માષ્ટમીના તહેવાર નિમિતે રાત્રે 1 વાગ્યા સુધી કરફ્યુમાં છૂટછાટ આપવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી એ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી હતી કે, રાત્રે 12 વાગ્યે કાનુડાનો જન્મોત્સ્વ ઉજવીને જયારે નગરજનો ઘેર જતા હોય ત્યારે પોલીસ ખોટી રીતે કનડગત ન કરે તે માટે રાત્રી કરફ્યુંના સમયમાં તહેવારોના દિવસોમાં ૨ કલાકનો વધારો કરવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. 

jnmashtami

mantvya news

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણમાસમાં વિવિધ પવિત્ર તહેવારો આવતા હોય તેમજ ભગવાન કૃષ્ણ જન્મ શ્રાવણ વદ છઠ્ઠ, સાતમ, આઠમ અને નોમના આ ખાસ દિવસોમાં નગરજનો ભક્તિભાવથી મંદિરોમાં પૂજા-અર્ચના-આરાધના-સાધના કરતા હોય તેમજ કોરોના મહામારીની તમામ ગાઈડલાઈન્સનું પણ રાજકોટના નગરજનો ચુસ્તપણે પાલન કરતા હોય ત્યારે સાતમ-આઠમના પવિત્ર તહેવારના દિવસોમાં રાત્રીના સમયે ખાસ કરીને આઠમના દિવસે જયારે કૃષ્ણ જન્મોત્સ્વ ઉજવીને ભક્તજનો મોડી રાત્રીએ ઘર તરફ પ્રયાણ કરતા હોય ત્યારે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે.

jnmashtami

sanj samachar

આથી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રીવેદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આ પવિત્ર દિવસોમાં રાત્રી કરફ્યુંના સમયમાં બે કલાકની છૂટછાટ આપવામાં આવે અને રાત્રે 1 વાગ્યાનો સમય મર્યાદા કરવામાં આવે તેમજ પોલીસ દ્વારા પ્રજાને ખોટી રીતે હેરાનગતી કરવામાં ન આવે તેવી રાજકોટની ધર્મપ્રિય જનતાની લાગણી ને ધ્યાનમાં રાખીને રજૂઆત કરેલ છે. તેમજ જો પોલીસ દ્વારા નગરજનોને ખોટી રીતે કનડગત કરવામાં આવશે તો કોંગ્રેસ કાર્યકર જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવશે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment