Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝવેક્સિનની કામગીરી સામે ટેક્ષટાઇલ વેપારીઓમાં કેમ છે રોષ?

વેક્સિનની કામગીરી સામે ટેક્ષટાઇલ વેપારીઓમાં કેમ છે રોષ?

textile Market Vaccine
Share Now

સુરત :- કોરોનાની મહામારીમાં લડવા વેકસીન(Vaccine) જ એકમાત્ર વિકલ્પ છે.સરકાર લોકો માટે વેકસીનનેશન ફરજીયાત અમલી કરી રહી છે.પરંતુ તેની સામે સરકાર તરફથી વેકસીનનો(Vaccine) જથ્થો પૂરો પાડવામાં આવતો નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે.સુરતના સુધી મોટા ટેક્ષટાઇલ વેપારમાં તમામ વેપારીઓ અને કારીગરો માટે 31 જુલાઈ સુધીમાં વેકસીન ફરજીયાત મેળવી લેવા આદેશ કરાયા છે.ત્યાર પછી વેકસીન વગર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ છે.પરંતુ અપૂરતા વેકસીન ડોઝને લઈ વેપારીઓમાં છૂપો રોષ ભભૂકી રહ્યો છે.

traders

વેક્સિનના ઓછા ડોઝ અને અપૂરતા સેન્ટરોથી કાપડ વેપારીઓમાં રોષ 

સરકારે ૩૧મી જુલાઈ સુધી તમામ વેપારીઓને વેક્સિન(Vaccine) લઈ લેવાની સૂચના આપી છે.જેની સામે સુરતના કાપડ વેપારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે કારણકે ૧૫૦ જેટલી માર્કેટોમાં ૬૦ હજાર જેટલી દુકાનમાં કામ કરતા કારીગર અને વેપારીઓ માટે સરકારે માર્કેટમાં પૂરતા વેકસીન ડોઝ આપ્યા નથી.પૂરતા સેન્ટરો પણ ફાળવ્યા નથી.જેને લઇ હજુ 40 ટકા વેપારીઓ અને 50 ટકા કારીગરોને વેકસીન આપી શકાય નથી.60 હજાર જેટલી દુકાનો અને અંદાજે 4 લાખ કારીગરો વચ્ચે માત્ર માર્કેટમાં 4 જ વેકસીન(Vaccine) સેન્ટરો ફાળવ્યા છે.બે મહિનાથી ટેક્ષટાઇલ માર્કેટમાં ચાલતા વેકસીનેશન સેન્ટરો 25 દિવસ વેક્સિનના અભાવે બંધ રહયા હતા.તો ક્યારેક 100 અને ક્યારેક 200 જેટલા જ ડોઝ આપવામાં આવી રહયા છે.જેને લઈ 31 જુલાઈ સુધીમાં માર્કેટમાં સંપૂર્ણ વેક્સિનનો(Vaccine) કાર્યક્રમ પૂર્ણ થાય તેવા કોઈ જ અણસાર દેખાતા નથી.તેની સામે તંત્રની ગાઈડલાઈન મુજબ 31 જુલાઈ બાદ માર્કેટમાં જેણે વેક્સિન લીધી નહીં હોય તેમની સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.જેને લઈ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાચો: પોલો ફોરેસ્ટ જતા પહેલા આ વાંચી લેજો, નહિતર પાછુ આવવું પડશે!

vaccination

તંત્રનો આદેશ 31 જુલાઇ પહેલા કાપડ વેપારીઓ અને કારીગરોએ ફરજિયાત લેવી પડશે વેક્સિન 

કોરોના સામેની લડતમાં વ્યક્તિ પાસે વેક્સિન એક માત્ર વિકલ્પ છે ત્યારે વેક્સિનને(Vaccine) લઈને સરકાર દ્વારા દરરોજ નવા નિયમો લાગુ કરવામાં આવે છે.જે મુજબ બે મહિના પહેલા સુરત ટેક્ષટાઇલ માર્કેટોમાં 31 જુલાઈ સુધી વેપારીઓએ અને તેના કારીગરોએ વેક્સિન લીધી નહિ હોય તેવા વેપારીઓની દુકાનો સીલ કરવાની ચીમકી તંત્રે ઉચ્ચારી છે.સરકારે કડક કાર્યવાહીના આદેશ તો કરી આપ્યા છે. તેની સામે માત્ર બે દિવસ જ બાકી છે છતાં અપૂરતા વેક્સિન(Vaccine) સેન્ટરો અને ડોઝને કારણે દરેકને વેકસીન(Vaccine) પહોંચી શકી નથી.જેથી સુરત કાપડ બજાર ના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

માર્કેટોમાં સરકારના આદેશ મુજબ સમયમર્યાદામાં વેક્સિનેશન પૂર્ણ થઈ શકશે નહીં : રંગનાથ સારદા, Fosta ડિરેક્ટર

ફેડરેશન ઓફ સુરત ટેક્ષટાઇલ એસોસિએશન ( Fosta ) ડિરેક્ટર રંગનાથ સારદાએ જણાવ્યું હતું કે સુરતના રિંગરોડ વિસ્તાર પર આવેલી ૧૫૦ જેટલી કાપડ માર્કેટોમાં 60 હજાર કરતાં વધુ દુકાનો આવેલી છે.આટલી માર્કેટ અને દુકાનો વચ્ચે તંત્રએ માત્ર 4 જ વેકસીનેશન સેન્ટરો ફાળવ્યા હતા.તેમાં પણ રોજ માત્ર 100 વેક્સિનના જ ડોઝ આપવામાં આવતા હતા.જે લેવા કારીગરો કલાકો કલાકો લાઇનમાં ઉભા રહેતા હતા.વેક્સિન વગર અનેક કાપડ માર્કેટની દુકાનોમાં કારીગરોને પ્રવેશ આપવામાં આવતો નથી.જેને લઈ કારીગરો વેક્સિન(Vaccine) મેળવવા ફાંફા મારે છે.તંત્રએ ફળવેલા વેક્સિન સેન્ટરો પણ વચ્ચે 25 દિવસ બંધ રહયા હતા.તો એક દિવસ ચાલુ રહે એક દિવસ બંધ રહે છે.હજુ પણ માર્કેટ માંથી માત્ર 40 ટકા વેપારીઓ અને 50 ટકા કારીગરો મળી અંદાજે અઢી લાખ કરતાં વધુ વ્યક્તિઓને વેક્સિન લેવાની બાકી છે.જે સરકારના સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ નથી.

આ પણ વાંચો : દીદીએ કહ્યું : 2024માં વિપક્ષ ઈતિહાસ રચશે

વેક્સિનેશનનો સમય અને સેન્ટરો વધારાવા કાપડ વેપારીઓની માંગ 

ફેડરેશન ઓફ સુરત ટેક્ષટાઇલ એસોસિએશન ( Fosta )ના વેપારી દ્વારા માંગ કરાઈ રહી છે કે ચાર વેક્સિન સેન્ટરોને વધારી માર્કેટમાં 10 જેટલા વેક્સિનેશન સેન્ટરો કરવામાં આવે.માર્કેટમાં વધુ એક મહિના જેટલો સમય વેક્સિન માટે વધારવામાં આવે.અને રોજની 100 ને બદલે વધુ વેક્સિનનો જથ્થો પૂરો પાડવામાં આવે તો જ એક મહિનામાં દરેકને વેક્સિન મળી રહેશે.નહીંતર આમ જ જો ચાલશે તો સપ્ટેમ્બર – ઓક્ટોમ્બર મહિના સુધી પણ વેકસીન મળી રહેશે નહીં.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment