Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝRajkot: ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માગ

Rajkot: ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માગ

Rajkot
Share Now

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી લાભ પાંચમથી શરૂ કરવામાં આવશે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા આજે શુક્રવારથી ખરીદી માટેની નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારની જાહેરાત મુજબ રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડ ખાતે આજે શુક્રવારથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તદ્દ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. પરંતુ આ તમામ વચ્ચે રાજકોટ સહિત રાજ્યમાં VCO હડતાળ પર છે. તો આજે શુક્રવારે વરસાદના પગલે રાજકોટ (Rajkot)માર્કેટ યાર્ડ બંધ હોવાથી રજીસ્ટ્રેશન શરૂ થયુ નહતું. ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચતા તેઓને ધરમનો ધક્કો થયો હતો. 

રાજકોટ (Rajkot)સહિત રાજ્યમાં આજથી નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ

મહત્વનું છે કે, રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે લઘુતમ ટેકાના ભાવે (minimum support price)મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી કરવામાં આવનાર છે. આ માટેની નોંધણી પ્રક્રિયાનો આજે શુક્રવારથી પ્રારંભ થયો છે. જેમાં ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક ખેડૂત 31 ઓક્ટોબર 2021 સુધીમાં નોંધણી કરાવવાની રહેશે. તો ડાંગર, મકાઈ અને બાજરી માટે ખેડૂતો 16 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકશે.

આ પણ વાંચો: Surat: આઠમા માળે રમતું બે વર્ષનું બાળક નીચે પટકાતા કરુણ મોત, ઘટના CCTVમાં કેદ

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો (Farmers)એ ગ્રામ્ય કક્ષાએ VCE પાસેથી તો તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. નોંધણી માટે ખેડૂતે જરૂરી પુરાવા રજુ કરવાના રહેશે. આ તકે ખેડૂતોએ આ પુરાવામાં આધારકાર્ડની નકલ, 7-12 અને 8-‘અ’ની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગેની એંટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીની સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેંસલ ચેકની નકલ સાથે લઇ આવવાની રહેશે.

રાજકોટ સહિત રાજ્યમાં VCE કર્મીની હડતાળ

રાજ્યમા આજથી મગફળી ખરીદી માટેનું રજીસ્ટેશન શરૂ થવાનું છે, ત્યારે મગફળી (Peanuts)ખરીદીના પહેલા દિવસે જ VCE કર્મચારીઓએ હડતાળ (Strike)પર જવાની જાહેરાત કરી છે. 1 ઓક્ટોબરના રોજ તમામ VCE કર્મીઓનું પોતાની પડતર માંગણીઓના કારણે એક દિવસ ઓનલાઇન કામગીરી બંધ રાખવાનું એલાન કર્યું છે. તો બીજી બાજુ વધુ વરસાદના કારણે માર્કેટ યાર્ડ બંધ હોવાથી રજીસ્ટ્રેશન શરૂ થયું નહતુ. વહેલી સવારથી જ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા માટે માર્કેટ યાર્ડ પહોંચી ગયા હતા, પરંતુ રજીસ્ટ્રેશન બંધ હોવાના કારણે ખેડૂતોને ધરમનો ધક્કો થયો હતો. જેથી વહેલી તકે રજીસ્ટ્રેશન શરૂ કરી જગતના તાતને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી ખેડૂત આગેવાનો દ્વારા માગ કરવામાં આવી છે.

રાજકોટ (Rajkot)સહિત રાજ્યના કર્મીઓની શું છે માગણી?

ઉલ્લેખનિય છે કે, તમામ VCE કર્મીઓને સરકારી ધારાધોરણ મુજબ પગારધોરણ લાગુ કરી રક્ષણ આપવા, અને તમામ VCE કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લઇ આવામાં આવે તેવી સરકાર સમક્ષ માગ કરી છે. VCE કર્મચારીઓ આજે શુક્રવારે એક દિવસની હડતાલ પાડશે, જ્યારે પાંચ ઓક્ટોબરના રોજ તમામ VCE કર્મીઓ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરીમાં જોડાશે. તો 13 ઓક્ટોબરે VCE કર્મીઓ ગાંધીનગર (Gandhinagar)સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થઈ પોતાની માંગણી સરકાર સમક્ષ મુકશે. VCE કર્મચારીઓનો આરોપ છે કે 2006થી VCE તરીકે કામ કરતા કર્મીઓનું શોષણ થઇ રહ્યું છે.

ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માગ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment