Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 17.
Homeડિફેન્સRSSના વરિષ્ઠ સ્વયંસેવક માનનીય શ્રી અમૃતભાઈ કડીવાળાનું નિધન

RSSના વરિષ્ઠ સ્વયંસેવક માનનીય શ્રી અમૃતભાઈ કડીવાળાનું નિધન

rss
Share Now

ગુજરાત: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS-Rashtriya Swayamsevak Sangh), ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક માનનીય શ્રી અમૃતભાઈ કડીવાળાનું આજ બપોરે 4 વાગે અવસાન થયુ છે. અમૂર્તભાઇ વર્તમાન પૂ. સર સંઘચાલક માનનીય મહોનજી ભાગવતના પિતાજી સ્વ. મધુકરાવ ભાગવતજી ના સમયથી સવયંસેવક હતા. 1956માં સંઘની પ્રશિક્ષણ પદ્ધતિ પ્રમાણે એમણે તૃતીય વર્ષ કર્યું. કર્ણાવતી મહાનગરના કાર્યવાહ, ત્યરબાદ ગુજરાત પ્રાંતના શરીરિક પ્રમુખ, ગુજરાત પ્રાંતના કાર્યવાહ અને બહુ લામ્બા સમય સુધી ગુજરાત પ્રાંતના સંઘચાલક તરીકે નૂન દાયિત્વ વહન કર્યું.

અમૃતભાઈની વિશેષતા હતી એમના બહોળા સંપર્કો. સંઘના સ્વયંસેવકો, સમાજના વરિષ્ઠ નાગરિકો, સંઘ વર્તુળ સિવાયના આગેવાનો સાથે પણ એમનો સહજ સંપર્ક બહુ સ્વાભાવિક રીતે રહેતો.

Bjp President Gujarat C R Paatil 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષશ્રી સીઆર પાટીલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક શ્રી અમૃતભાઈ કડીવાલા ના આકસ્મિક નિધન થી દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શ્રી અમૃતભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી કાર્યકર તરીકે કુદરતી આપત્તિ ના સમયમાં કરેલ સેવાની ગુજરાતની જનતા ક્યારેય ભૂલી નહીં શકે. શ્રી કડીવાલાએ હિન્દુ ધર્મની રક્ષા માટે આપેલ યોગદાન માટે હંમેશા હિન્દુ ધર્મના આધાર સ્તંભ તરીકે ઓળખાશે.

શ્રી પાટીલે વધુમાં જણાવ્યું હતું કે શ્રી અમૃતભાઈ કડીવાલાના ૮૩ વર્ષની વયે થયેલ દુઃખદ નિધનથી ન માત્ર ગુજરાતને કે હિન્દુ સંપ્રદાયને પરંતુ સમગ્ર દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કડીવાલા ના આકસ્મિક નિધન નથી તેમના પરિવાર ઉપર આવી પડેલ આકસ્મિક દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સ્વર્ગસ્થશ્રીને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. 

આ પણ વાંચો અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment