ડેન્માર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેન ભારતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. આજે એટલે કે શનિવારે તેઓ ભારત પહોંચ્યા છે. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મેટેના ઘણા કાર્યક્રમો નિશ્ચિત છે. ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેનનું ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું. ડેનમાર્કના વડાપ્રધાન મેટે સૌ પ્રથમ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટેનું રાષ્ટ્રપતિ ભવનમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
એસ જેશંકરે પણ કરી મુલાકાત
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ડેનમાર્કના પીએમ મેટ સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે ભારત પોતાના સંબંધોને મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રસંગે ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેને ભારતની મુલાકાત દરમ્યાન ભારતની પ્રશંસા કરતી વખતે ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ બેઠક બાદ મેટે કહ્યું કે અમે ભારતને અમારા ખૂબ નજીકના પાર્ટનર માનીએ છીએ. તેમણે બંને દેશોની બેઠક વિશે વાત કરતાં કહ્યું કે “હું ભારત અને ડેનમાર્કની આ બેઠકને એક માઇલસ્ટોન તરીકે જોઉં છું. જે આવનારા સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ પણ વાંચો:નવી પેઢીને પ્રભાવિત કરી રહ્યું છે ડ્રગ્સ, દેશના ભવિષ્ય માટે બની શકે છે ખતરો
ભારતના વિધ્યાર્થીઓ સાથે કરશે સંવાદ
આ સાથે, ડેનમાર્કના વડા પ્રધાન ફ્રેડ્રિકસેન ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકો સાથે પણ વાતચીત કરશે. તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બર 2020 ના રોજ ડિજિટલ માધ્યમથી યોજાયેલી શિખર બેઠકમાં ભારત અને ડેનમાર્કે ‘ગ્રીન સ્ટ્રેટેજિક એલાયન્સ’ ની સ્થાપના કરી હતી.
આ મુલાકાતને મનાય છે વિશેષ
આ સિવાય જો આપણે બંને દેશો વચ્ચેના સંબંધોની વાત કરીએ તો લાંબા સમયથી ભાર મૂકવામાં આવી રહ્યો છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની છબી મજબૂત કરવી જોઈએ. તેને જોતા, તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે 20 વર્ષમાં પ્રથમ વખત ડેનમાર્કની મુલાકાત લીધી હતી. ત્યારે હવે ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિકસોવની આ મુલાકાત ઘણી રીતે વિશેષ માનવામાં આવી રહી છે.
ભારત અને ડેનમાર્ક વચ્ચે મજબૂત વ્યાવસાયિક સંબંધ
રોજગારની વાત કરીએ તો, ભારત અને ડેનમાર્ક મજબૂત વ્યવસાય અને રોકાણ સાથે સંબંધિત ખૂબ સારા સંબંધો ધરાવે છે. માત્ર ભારતમાં 200 થી વધુ ડેનમાર્ક કંપનીઓ હાજર છે. બીજી બાજુ, જો આપણે ડેનમાર્કની વાત કરીએ તો 60 થી વધુ ભારતીય કંપનીઓ ત્યાં કામ કરી રહી છે. આ બે દેશો વચ્ચે ઘણી બાબતોને લઈને વેપાર ચાલી રહ્યો છે.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी और डेनमार्क की प्रधानमंत्री मेटे फ्रेडरिकसन ने द्विपक्षीय वार्ता के लिए हैदराबाद हाउस में मुलाकात की। pic.twitter.com/TkwHXDfhwJ
— ANI_HindiNews (@AHindinews) October 9, 2021
ઉલ્લેખનીય છે કે, ડેન્માર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેન ભારતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. આજે એટલે કે શનિવારે તેઓ ભારત પહોંચ્યા છે. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મેટેના ઘણા કાર્યક્રમો નિશ્ચિત છે. ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેનનું ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું. ડેનમાર્કના વડાપ્રધાન મેટે સૌ પ્રથમ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટેનું રાષ્ટ્રપતિ ભવનમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4