Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝમહાદેવ સામે નાયબમુખ્યમંત્રીએ ઝુકાવ્યું શીશ, સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનવવામાં આવેલ ઘી નું પણ કર્યું લૉન્ચિંગ

મહાદેવ સામે નાયબમુખ્યમંત્રીએ ઝુકાવ્યું શીશ, સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનવવામાં આવેલ ઘી નું પણ કર્યું લૉન્ચિંગ

NITIN PATEL AT SOMNATH
Share Now

આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે અને શિવભક્તો આજ વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શનાર્થે પહોંચી ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ શ્રવણ માસની પૂર્વ સંધ્યાએ સોમનથ પહોંચ્યા હતા. સોમનાથમાં ભગવાન શિવ પાસે શીશ ઝુકાવ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટના પી.કે.લહેરીના હસ્તે શ્રાવણ માસનું પ્રથમ નૂતન ધ્વજારોહણ પૂજાવિધિ થઈ હતી.

દરિયા કિનારે પણ વોક-વેનુંનું લોકર્પણ અને પાર્વતી મંદિરનો શિલાન્યાસ થશે ટૂંક સમયમાં

DEPUTY CM મહત્વનું છે કે હજારો ભક્તો મહાદેવના દર્શન કાજે આવે છે ત્યારે નીતિન પટલે દરિયા કિનારે પણ વોક વે બનશે તેવું જણાવ્યું હતું એટલું જ નહીં સોમનાથમાં બીજા આગામી સમયામાં બીજા પણ લોકાપર્ણના કાર્યક્રમો હાથ ધરાશે એવી પણ જાણકારી આપી હતી મહત્વનું છે કે DyCM એ સોમનાથ મહાદેવ મંદિરમાં રાજ્યમાં સારો ખેતી લાયત વરસાદ આવે તેમજ રાજ્યમાંથી કોરોના મહામારી દુર થાય તે માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. તેમણે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી. કે. લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

સોમનાથ ટ્રસ્ટ હવે ઘી વેચશે, નાયબ મુખ્યમંત્રીના હાથે ઉદ્દઘાટન

NITIN PATEL

સોમનાથ ટ્ર્સ્ટે આજથી શૂઘ્ધગાય ના ઘી નૂ વેચાણ શરૂ કર્યૂ છે. ટ્રસ્ટ સંચાલીત ગૌશાળાની ગાયોના ઘી ના વેચાણનૂ નાયબ મૂખ્ય મંત્રી નીતીન પટેલના હસ્તે કરાયૂ લોકાર્પણ…હરીહર બ્રાન્ડ ઘી..આજે શ્રાવણ માસના પ્રથમ દીવસે સોમવારે સોમનાથ મંદીર ખાતે હરીહર બ્રાંડ શૂધ્ધ ગાય ના ઘી ના વેચાણ નો પ્રારંભ નીતીન પટેલ ના હસ્તે કરાયો હતો. સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગૌશાળા મા 90 જેટલી ગીર ગાયો ની સેવા કરાય છે આ ગૌશાળા મા થી જે શૂધ્ધઘી બનાવાય છે એ મંદીર મા પૂજાવીધી તેમજ દીવડા આરતી માટે વપરાય છે ઊપરાંત વધૂ ઘી બનતૂ હોય તે હરીહર બ્રાંડ ના નામ થી વેચાણ નો આજે પ્રારંભ કરાયો છે.આજે સોમનાથ મંદીર પટાંગણ મા એક કાર્યક્રમ યોજી નીતીન પટેલે ગાય ના ઘી ના વેચાણ નો પ્રારંભ કર્યો હતો.ભાવીકૉ આ ઘી નો દેવપૂજા યજ્ઞો તેમજ અખંડ દીપ પૂજા સહીત ઘર વપરાશ મા પણ આ શૂધ્ધઘી નો ઊપયોગ કરી શકશે.

રેસિડેન્ટ ડોકટરોની હડતાલ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપી પ્રતિક્રિયા

નીતિન પટેલે રેસિડેન્ટ ડોકટરોની હડતાલ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે મેડિકલના વિદ્યાર્થી અભ્યાસ બાદ વિદ્યાર્થી નથી રહ્યા હવે અમને સરકાર દ્વારા જિલ્લા અને આરોગ્યકક્ષાએ નિમણૂકના આદેશો કરી દીધા છે. રેસિડન્ટ ડોક્ટરોની માંગણી ગેરવ્યાજબી છે. સરકાર ચર્ચા માટે તૈયાર છે પરંતુ બિનવ્યાજબી હડતાલ બંધ કરે અને સરકાર માનશે પણ નહિ એવું સ્પષ્ટ જણાવ્યું હતું.

આ પણ વાંચો : વેક્સીન સર્ટિફિકેટ WHASTAPP પરથી થોડી જ ક્ષણોમાં થશે ડાઉનલોડ

આપને જણાવી દઈએ કે રાજ્યભરમાં તબીબીની હડતાળનો આજે 6 દિવસ વિતી ગયા છે છતા પણ કોઈ ઉકેલ આવ્યો નથી જેને લઈ તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. હડતાળની માંગ ન સંતોષવામાં આવતા અમદાવાદમાં તબીબોએ સરકાર સામે હવે સરકારે આપેલા સન્માનપત્રનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. રેસિડેન્ટેલ ડોક્ટરોની હડતાળને પગલે હવે દર્દીઓને પણ ભારે હાલકી ભોગવવાનો વારો આવ્યો છે. રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે OPD વિભાગમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો હોસ્પિટલમાં વિવાદ વિભાગોમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે તો વાયરલ વિભાગ, મેડિસિન વિભાગ તેમજ સર્જરી વિભાગમાં પણ દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે.

મંદિરો શિવ ભોલેના નાદની ગૂંજી ઉઠ્યા

SOMNATH TEMPLE

ઉલ્લેખનિય છે શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આધારના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની ભગવાની શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને, શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ મેળવશે. આ માસ દરમિયાન શિવભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવમંદીરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે. જેને લઇને શિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment