Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝવેક્સીન ન લેનારા સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચેતવણી

વેક્સીન ન લેનારા સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચેતવણી

nitin patel
Share Now

નાયબ મુખ્યમંત્રી (DyCM) અને રાજ્યના આરોગ્ય મંત્રી (Health Minister) નીતિન પટેલ (Nitin Patel) આજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કોરોના રસીકરણની (Corona Vaccination) કામગીરી સુપેરે ચાલી રહી છે અને નાગરિકોમાં કોરોના રસીકરણ માટે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં દરરોજ 6 લાખથી વધુ વ્યક્તિઓ કોરોના રસીકરણનો (Corona Vaccine) લાભ મેળવી રહ્યા છે. ત્યારે રસી ન લેવા માગતા લોકોને નીતિન પટેલે (DyCM Nitin Patel) ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ વેક્સીન નહીં લે તો કડકાઈથી નિર્ણય લઇશું. કોઈ વેક્સીન ન લે તે યોગ્ય નથી. જો કોરોના સામેની વેક્સીન નહીં લો તો દંડાશો. બધા લોકોએ વેક્સીન લેવાની જરૂર છે. વેક્સીન લેવાથી પોતાની અને અન્ય લોકોની સલામતી વધે છે.એટલું માર્ગદર્શન આપ્યા બાદ કોઈ પણ કારણસર વેક્સીન લેવા ન માંગતા હોઈ કે ગેરમાન્યતાઓ ફેલાવતા હોઈ એમાં સરકારનો કોઈ વાંક નથી. કોઈ બહાનું કાઢીને વેક્સીન નહિ લે એ ચલાવી લેવાશે નહિ. કોઈ વેક્સીન નહિ લે એ યોગ્ય નથી.

સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં એકઠી થતી ભીડ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન

corona guidlines breks

ndtv

સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં એકઠી થતી ભીડ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્વિકાર કર્યો છે કેટલીક વાર કાર્યક્રમોમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થતું નથી. પત્રકારો સાથે વાત કરતે તેમણે એ પણ કહ્યું કે, મોટાભાગે રેલીઓમાં અમે કાળજી રાખતા હોઈએ છીએ, પરંતુ કેટલીકવાર કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈ જતા હોય છે. તેમણે કહ્યું કે 7 ઓગસ્ટે સરકારને 5 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને જ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ભારતના ઓલમ્પિકના રત્નોને મળ્યા પીએમ મોદી, કર્યો બ્રેકફાસ્ટ અને નીરજને ખવડાવ્યું ચુરમુ !!!

દરરોજ 6 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે

DyCM નીતિન પટેલે અમદાવાદની સોલા સિવિલ ખાતે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ત્યારે આ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમા સરકાર દ્વારા વેક્સિન આપવાનું કામ ચાલી રહ્યું છે. રાજ્યમાં દરરોજ 6 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે છે. ગુજરાતમા 4 કરોડથી વધુ વેક્સિનના ડોઝ અપાયા છે. અને રાજ્યને વધુ વેક્સિનનો જથ્થો મળે તે માટે સતત પ્રયાસ ચાલુ છે. નીતિન પટેલે કહ્યું કે વેક્સિન ડોઝ વધુ ફાળવવા મંત્રી મનસુખ માંડવિયાને મારી અપીલ છે.નીતિન પટેલે (DyCM Nitin Patel) ગૌરવભેર જણાવ્યું કે, રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકો કોરોનાની રસીનો (Corona Vaccine) પ્રથમ અથવા બીજો ડોઝ મેળવી ચૂક્યા છે જેના આધારે ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન અને વસ્તિની દ્રષ્ટિએ દેશમાં મોખરે રહ્યું છે. કોરોના રસીકરણ (Corona Vaccination) સાથે સંકળાયેલા તમામ મેડીકલ અને પેરામેડિકલ સ્ટાફમિત્રોને આ અનેરી સિધ્ધિ માટે નાયબ મુખ્યમંત્રીએ (DyCM) અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યભરમાં 2500 થી વધુ કોરોના રસીકરણ કેન્દ્રો પર મેડીકલ અને પેરામેડીકલ દ્વારા કોરોના રસીકરણની કામગીરીને વ્યાપક બનાવવામાં આવી છે. સમગ્રતયા સંચાલન સુપેરે કરીને આ સિધ્ધી પ્રાપ્ત થઇ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment