Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝનારી સન્માન કાર્યક્રમમાં સરકારનો વિરોધ કરતાં અમિત ચવડાની અટકાયત

નારી સન્માન કાર્યક્રમમાં સરકારનો વિરોધ કરતાં અમિત ચવડાની અટકાયત

amit chavda,congress,bjp,vijay rupani
Share Now

રાજકોટ ખાતે ગુજરાત(GUJARAT) કોંગ્રેસના નેતા અમિત ચાવડાની(AMIT CHAVDA) આગેવાનીમાં નારી સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ(RAJKOT) મ્યુનિસિપલ કોર્પોરેશનના  વિરોધ પક્ષના નેતા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે અમિત ચાવડા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને સરકારનો વિરોધ કર્યો હતો. અને ત્યારબાદ પોલીસે અમિત ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. નારી સન્માન દિવસના કાર્યક્રમમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.  

સરકાર સ્ત્રીઓનું અપમાન કરી રહી છે

રાજકોટમાં કોંગ્રેસ(CONGRESS) પાર્ટી દ્વારા નારી સન્માન દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચવડાની(AMIT CHAVDA) આગેવાનીમાં યોજાયો હતો. કેકર્મ દરમ્યાન અમિત ચાવડાએ સરકાર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. અને જણાવ્યું હતું કે, ભાજપ(BJP) સરકાર સ્ત્રી વિરોધી માનસિકતા ધરાવે છે. આજે દેશમાં દિવસે ને દિવસે વધી રહેલી મોંઘવારીને કારણે સ્ત્રીઓને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે. તેમણે સરકારને કહ્યું કે રાજ્યમાં સ્ત્રીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે સરકાર ઉજવણી કરવામાં વ્યસ્ત છે. સરકાર ખોટા તેફાઓ બંધ કરે અને સ્ત્રીઓની રક્ષા કરે. 

amit chavda,congress,bjp,vijay rupani

આ પણ વાંચો:પરેશ ધાનાણીએ ડાંગ ખાતે સરકારનો વિરોધ કરતાં પોલીસે કરી અટકાયત

કોંગ્રેસ પાર્ટીએ સ્ત્રીને આપ્યું સન્માન 

અમિત ચાવડાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ દેશની સ્ત્રીઓને હમેશા સન્માન આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ કોંગ્રેસ પાર્ટીના હતા. તેમજ કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહીને મહિલાઓ માટે ઘણા કાયદાઓ બનાવ્યા છે. પરંતુ તેની ક્યારેય વાહવાહી લૂંટી નથી.  

ગુજરાત સરકાર કરી રહી છે ઉજવણી 

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ(VIJAY RUPANI) પાંચ વર્ષ પૂર્ણ કરતાં ગુજરાત સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રોજ અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ ગુજરાત સરકારે નારી ગૌરવ દિવસની ઉજવણી કરી હતી. નારી ગૌરવ દિવસના કાર્યક્રમ નિમિતે સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 10 હજાર સખી મંડળની 1 લાખ બહેનોને વગર વ્યાજે ₹ 100 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસ અને આપ(AAP) કરી રહ્યું છે વિરોધ 

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ પોતાના પાંચ વર્ષ પૂર્ણ કરતાં ગુજરાત સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમ્યાન સરકાર દ્વારા રોજ અલગ અલગ કાર્યક્રમમો કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસ અને આપ(AAP) દ્વારા ગુજરાત સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને બનેં પક્ષો કહી રહ્યા છે કે, રાજ્યમાં આટલી બેરોજગારી, ભૂખમરો છે. લોકો શિક્ષણથી વંચિત છે. ગરીબ માણસો પિસાઈ રહ્યા છે. ત્યારે સરકારને ઉજવણી કરવાનું માં કી રીતે થઈ શકે?

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનકાળના પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરી રહી છે.જેમાં 9 ઓગસ્ટ સુધી રોજ અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેને લઈને આજે સરકાર દ્વારા નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે  રાજકોટ ખાતે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાની(AMIT CHAVDA) આગેવાનીમાં નારી સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના  વિરોધ પક્ષના નેતા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે અમિત ચાવડા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને સરકારનો વિરોધ કર્યો હતો. નારી સન્માન દિવસના કાર્યક્રમમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.  

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment