મુનસર તળાવ સોલંકી વંશના જયસિંહની માતા,અને મીનળદેવી દ્વારા બાંધવામાં આવેલું તળાવ છે. તેનું નામ માન સરોવર તરીકે રાખવામાં આવ્યું હતું.પરંતુ અપભ્રંશ કારણે તે વ્યાપકપણે મુનસર તરીકે ઓળખાય છે. તો આ તળાવ અમદાવાદ નજીક વિરમગામ ખાતે આવેલું છે.અહીં મરાઠાઓ દ્વારા બનાવવામાં આવેલ મુનસારી (જેને માનસાર તરીકે પણ ઓળખાય છે) માતાનું મંદિર છે. આ તળાવ વિશાળ કોતરવામાં આવેલા પથ્થરથી ઘેરાયેલું છે અને ૩૦૦થી વધુ નાના-મોટા મંદિરો આવેલા છે. તળાવની (Munsar Lake) એક બાજુના દરેક મંદિરમાં એક બેઠક છે, સંભવત કૃષ્ણની મૂર્તિ માટે છે, અને બીજી બાજુ એક ગોળ કથરોટ, જલાધાર, સંભવત શિવને સમર્પિત છે. પાણીના ધાર સુધી જતા માર્ગના બંને બાજુ, એક મોટું મંદિર છે જેમાં દ્વિમંડપ અને શિખર છે અને તળાવની આજુ બાજુ સપાટ છતવાળી સ્તંભમાળા છે.
તળાવ(Munsar Lake)સાથે જોડાયેલ ઇતિહાસ
આ તળાવ ઇ.સ. ૧૦૯૦ દરમિયાન ૨૨૦ યાર્ડના ગોળાકાર આકારમાં બનાવવામાં આવ્યું હતું. જેમા શંખ અને મંદિરો જેવો આકાર ધરાવે છે. પશ્ચિમ દિશામાંથી એકત્રિત થઈને પાણી એક પથ્થરથી બાંધવામાં આવેલા કાંપ-કુવામાં, કુંડમાં, દરેક બાજુના વિશિષ્ટ સ્થાનમાં, એક આકૃતિ બનાવે છે. અને કાંપ કૂવામાંથી, પત્થરની નહેર અને ત્રણ નળાકાર ટનલ દ્વારા પાણી તળાવમાં પસાર થાય છે.તો આ ઇતિહાસ ધરોહર હાલ વિરમગામમાં સચવાઇ રહ્યું છે.તો આ વર્ષના આ તળાવ દિવાળી પર તળાવ(Munsar Lake) ઝગમગતું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
1111 દિવાઓથી તળાવ(Munsar Lake) ઝગમગતું જોવા મળ્યું
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા દેવ દિવાળીના પાવન દિવસે 1111 દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દેવ દિવાળીએ 1111 દિવડાઓથી મુનસર તળાવ (Munsar Lake)ઝળહળી ઉઠ્યું હતું. આ ઉપરાંત મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતુ.વિરમગામમાં દિવાની રોશનીથી ઝળહળતા મુનસર તળાવને(Munsar Lake) નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી.
મુનસર તળાવને (Munsar Lake)નિહાળવા લોકો ઉમટી પડ્યા
દિવાની રોશનીથી ઝળહળતા મુનસર તળાવને નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી લોકો ઉમટી પડ્યા હતા.તો સાથે જ લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી.તો ઐતિહાસિક મુનસર તળાવની ફરતે 360થી વઘુ શિવલિંગ સ્થાપિત દેરીઓ અને મંદિરો હતા.જ્યાં એક સાથે સાંકળથી ઘંટનાદ થતો હતો.તો આ માહોલ કઇક અલગ જ જોવા મળ્યો હતો .તો દેવદિવાળીના દિવસે મોડી સાંજેથી ઐતિહાસિક મુનસર તળાવ(Munsar Lake) ફરતે દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે .અને સમગ્ર વાતાવરણ આનંદમય બની જાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4