Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝશું મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપનું ફરીથી થઈ શકે છે ગઠબંધન?

શું મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપનું ફરીથી થઈ શકે છે ગઠબંધન?

Maharashtra Politics
Share Now

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં (Maharashtra Politics) મોટી ઉથલ-પાથલના સંકેત મળી રહ્યાં છે, જ્યાં હાલ શિવસેના, કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના મહાવિકાસ અઘાડી ગઠબંધનની સરકાર છે. જો કે હવે ભાજપ અને શિવસેના એક સાથે આવવાની અટકળો થઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અને હાલ વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ગઠબંધનને લઈને આપવામાં આવેલા ચોંકાવનારા નિવેદનના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ (Maharashtra Politics) ગરમાયું છે. ફડણવીસે કહ્યું હતું કે, તેમની પાર્ટી ભાજપ અને પૂર્વ સહયોગી પાર્ટી શિવસેના એકબીજાની દુશ્મન નથી, પરંતુ તેમના વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ જરૂર છે.

શું બન્ને પૂર્વ સહયોગી પાર્ટીઓ ફરીથી એક વખત સાથે આવવાની સંભાવના છે? આ પ્રશ્નનો જવાબ આપતા ફડણવીસે જણાવ્યું કે, ભાવિ સ્થિતિને જોઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તાજેતરમાં તેમની બેઠક અને ભાજપ-શિવસેનાના એકસાથે આવવાની સંભાવના વિશે પૂછવા પર ફડણવીસે કહ્યું કે, રાજનીતિમાં પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. શિવસેનાએ અમારી સાથે ગઠબંધનમાં 2019ની વિધાનસભા ચૂંટણી લડી, પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેણે એવા લોકો સાથે હાથ મીલાવ્યો, જેમના વિરુદ્ધ (કોંગ્રેસ- NCP) અમે ચૂંટણીમાં જંપલાવ્યું હતું.

શિવસેના સાંસદ સંજય રાઉત અને ભાજપ ધારાસભ્ય આશિષ શેલારની મુલાકાત

તાજેતરમાં જ શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ નેતા આશિષ શેલાર સાથે પોતાની મુલાકાત બાદ થઈ રહેલી અફવાઓને ફગાવવાનો પ્રયત્ન કર્યો. શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે, અમારી વચ્ચે રાજનીતિક અને વૈચારિક મતભેદો હોઈ શકે છે, પરંતુ અમે કોઈ જાહેર કાર્યક્રમોમાં એકબીજાને મળતા રહીએ છીએ. હું શેલાર સાથે બધાની સામે પણ કોઈ પીવું છું.

ઉદ્ધવ અને સંજય રાઉત ભાજપ-શિવસેનાના સબંધો પર શું બોલ્યાં?

આ પ્રથમ વખત નથી, જ્યારે ભાજપ અને શિવસેનાના સબંધોને લઈને કોઈ નિવેદન સામે આવ્યું હોય. અગાઉ પણ બન્ને પાર્ટીઓ તરફથી અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપ સાથે કેટલાંક મતભેદો જરૂર છે, પરંતુ મનભેદ નથી. ભાજપ-શિવસેના વચ્ચે દુશ્મની નથી.

Maharashtra Politics

બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉત પણ તાજેતરમાં વડાપ્રધાન મોદીની નીતિઓના ભરપુર વખાણ કરી ચૂક્યા છે. તેમણે ભાજપની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. એવામાં એક તરફ પ્રશંસા કરતા નિવેદનો આપવા, CM ઠાકરેની PM મોદી સાથે મુલાકાત થવી અને હવે ફડણવીસનું કહેવું કે, શિવસેના તેમની દુશ્મન નથી, અનેક પ્રકારના રાજકીય સંદેશ આપી રહ્યા છે.

આ પણ વાંચો:  ‘દેને વાલા જબ ભી દેતા..!’ ભારતીય ટેક્સી ડ્રાઈવરને ₹ 40 કરોડનો જેકપૉટ લાગ્યો

મહાવિકાસ અઘાડી ગઠબંધન માટે પડકાર

પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસનું એવું કહેવું જ દર્શાવે છે કે, શિવસેના અને ભાજપ વચ્ચે જે વિધાનસભા ચૂંટણી બાદ મતભેદો વધ્યા હતા, તે હવે ધીમે-ધીમે ઓછા થઈ રહ્યાં છે. શિવસેના અને ભાજપ તરફથી સતત આવી રહેલા આવા નિવેદનોથી શક્ય છે કે, ભવિષ્યમાં બન્ને પાર્ટીઓ નજીક આવી શકે છે. જો કે આ પ્રકારના નિવેદનોથી મહા વિકાસ અઘાડી ગઠબંધન માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે.

શરદ પવાર પણ થયા સક્રિય

ભાજપ-શિવસેનાની વચ્ચે વધતી નિકટતાના સમાચારો વચ્ચે NCP સુપ્રીમો શરદ પવાર પણ એક્ટિવ થઈ ગયા છે. પવાર પણ સતત અન્ય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યાં છે. જો કે આ બેઠકોમાં શું રંધાઈ રહ્યું છે, તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આ બેઠકોનું કારણ ક્યાંક ભાજપ અને શિવસેના વચ્ચે વધતી નિકટતા પણ હોઈ શકે છે.

કોંગ્રેસે એકલા ચૂંટણી લડવાના સંકેત આપ્યાં

મહા વિકાસ અઘાડીની સરકાર 5 વર્ષ સુધી ચાલવાના દાવા ભલે કરવામાં આવી રહ્યા હોય, પરંતુ કોંગ્રેસે પણ ભાજપ-શિવસેનાના વચ્ચેના સુધરતા સબંધોને નજરઅંદાજ નથી કર્યાં. થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ તરફથી મોટું નિવેદન સામે આવ્યું હતું. જેમાં કોંગ્રેસે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. કોંગ્રેસનું આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, મહાવિકાસ અઘાડીમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. એવામાં મહારાષ્ટ્રની રાજનીતિમાં (Maharashtra Politics) મોટી ઉથલ-પાથલના સંકેત મળી રહ્યાં છે, જ્યાં ક્યારે શું થઈ જાય? તે કહેવું મુશ્કેલ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment