સુરત :- મુંબઈ બાદ સૌથી મોટો સાર્વજનિક ગણેશોત્સવની(Ganesh festival) ઉજવણી જો ક્યાંય થતી હોય તો તે ગુજરાતનું સુરત શહેર છે.કોરોનાને લઈ ગત વર્ષે આ ઉત્સવ ઉજવી શકાયો નથી. ત્યારે આ વખતે ગણેશ ઉત્સવનો(Ganesh festival) તહેવાર ઉજવી શકાય તે માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સરકારને અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. તેની વચ્ચે મોડે મોડે પણ રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન ગણેશ ઉત્સવ ઉજવવાની પરવાનગી આપી છે.જેને લઇ ગણેશ ભકતોમાં ખુશી છવાઇ છે.
સાર્વજનિક ગણેશોત્સવ માટે મંજૂરી મળતા સુરતમાં ગણેશ ભક્તોમાં ખુશી છવાઈ
કોરોનાના કેસ ઓછા થતાં સરકારે આ વર્ષે ગણેશોત્સવમાં(Ganesh festival) 4 ફૂટ સુધીની પ્રતિમા સ્થાપવાની પરવાનગી આપી છે.કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન સાથે ગણેશ ઉત્સવની(Ganesh festival) ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવી છે.જેથી ગણેશભક્તો ખુશ તો થયા છે પણ માટીની જ મૂર્તિ સ્થાપવાથી મૂર્તિકારો દ્વિધામાં મૂકાયા છે. મૂર્તિઓની ડિમાન્ડ વધુ રહેવાની સંભાવના છે.અને હવે મૂર્તિ કારો માંગ મુજબ મૂર્તિ બનાવી શકશે નહીં તેવું માની રહયા છે.મુંબઈ બાદ સુરતમાં સૌથી મોટો ગણેશ ઉત્સવ ઉજવાય છે. નાની મોટી મળી 50 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે.ગયા વર્ષે મૂર્તિકારો દ્વારા સુરતની માંગ મુજબ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી.પરંતુ કોરોનાને કારણે ગત વર્ષે જાહેરમાં તહેવાર ઉજવી શકાયો ન હતો.આ વર્ષે પરવાનગી તો મળી છે, પરંતુ સમય ખૂબ જ ઓછો છે.જેને લઈ સુરતના ગણેશભક્તોની માંગ સામે મૂર્તિકારો તે પૂર્ણ કરી શકે તેવી સ્થિતિ નથી, સાથે કોલકત્તા થી આવતા મૂર્તિ બનાવનાર કારીગરોની પણ મોટી અછત છે. જેને લઇને ઓછી પ્રતિમા બનવાની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે આ વર્ષે મૂર્તિના ભાવ પણ ઊંચા રહેવાની શક્યતા સેવામાં આવી રહી છે.ગયા વખતની સરખામણીમાં આ વર્ષે મૂર્તિઓના ભાવમાં 25 ટકાનો વધારો ગણેશભક્તોને ચૂકવવો પડે તેવો અંદાજ છે.
સરકારે પરવાનગી આપતા જ ગણેશભક્તોની પ્રતિમા બુકિંગની ઈન્કવાયરી શરૂ થઈ ગઈ
સરકાર દ્વારા ગણેશ ઉત્સવ(Ganesh festival) ઉજવવા માટે પરવાનગી આપતા જ ગણેશ ભકતોમાં એક પ્રકારે ચોક્કસથી ખુશી છવાઇ છે.તો તેની સામે સામાન્ય વર્ષોની કરતા આ વર્ષે સુરતમાં સાર્વજનિક ગણોશોત્સવમાં પંડાલ પણ દર વર્ષ કરતાં ઘટવાની શક્યતા છે. સમય ઓછો હોવાના કારણે મોટા જથ્થામાં માટીની મૂર્તિઓનું નિર્માણ શક્ય નથી. બીજી તરફ બુધવારે સાંજે સરકારે ગણેશોત્સવ(Ganesh festival) માટે જાહેરાત કરતાં જ મૂર્તિકારો પાસે પ્રતિમાના બુકિંગની ઈન્કવાયરી શરૂ થઈ ગઈ હતી.માટીની મૂર્તિ બનાવવા માટે લાંબો સમય લાગે છે.મૂર્તિ બન્યા બાદ તેને સુકાવાની,કલર કરવાની ઉપરાંત શણગાર કરવાની પ્રક્રિયામાં સમય લાગતો હોય છે.મૂર્તિઓ એક સાથે વધુ બનાવવા માટે કલકાતાથી વધુ કારીગરો બોલવામાં આવે છે.પરંતુ હવે તેમને બોલવવા પણ શક્ય નથી. સરકારે નિર્ણય થોડો મોડેથી લીધો હોવાથી મોટી સંખ્યામાં મૂર્તિ બનાવવું શક્ય નથી.જેથી આ વર્ષે 30 હજાર મૂર્તિઓની સ્થાપના થાય તેવી શક્યતા છે.
સરકારના મોડા નિર્ણયને કારણે ગણેશભક્તોની માંગને પહોંચી વળવું મુશ્કેલ છે : બાપન અમલકર મૂર્તિકાર
કોલકાતાના મૂર્તિકાર બાપન અમલકરે જણાવ્યું હતું કે સરકારે ગણેશોત્સવ ઉજવવા મંજૂરી આપી તેનો આનંદ છે.સરકાર દ્વારા નિર્ણય ખૂબ મોડો આપ્યો છે.અમે મૂર્તિ માટે 3 મહિના અગાવથી તૈયારીઓ કરતા હોય છે.બુકીંગથી લઈ મૂર્તિની માંગના અંદાજ મુજબ તૈયારીઓ અગાવથી કરીએ છે. ગણેશ ઉત્સવને(Ganesh festival) હવે 1 મહિનો જ સમય હોવાથી ગણેશ ભક્તોની માંગને પહોંચી વળવી મુશ્કેલ છે.આ જ નિર્ણય વહેલો કર્યો હોત તો મૂર્તિ મોટી સંખ્યામાં બનાવી શક્યા હોત. હવે ડિમાન્ડ વધુ હશે અને મૂર્તિ ઓછી બની રહેશે. ઉપરાંત માંગ વધુ મૂર્તિ ઓછી સાથે મટિરિયલના ભાવ વધવાથી મૂર્તિઓના ભાવમાં 25 ટકાનો વધારો થવાની સંભાવના છે.
આ પણ વાંચો: “સફળ થવાની કોઈ ચોક્કસ રીત હોય, તો એ છે, વધુ એક પ્રયત્ન”
ગણેશ ઉત્સવ સમિતિ સ્થાનિક તંત્ર સાથે મિટિંગ કરી ઉજવણીની ગાઈડલાઇન જાહેર કરશે : અનિલ બિસ્કિટવાલા
સુરત ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કિટ વાળાએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ સમિતિએ ગૃહમંત્રી સમક્ષ અગાવ ગણેશોત્સવ ઉજવવા માટે માંગ કરી હતી, જે સરકારે ગ્રાહ્ય રાખી છે.નિર્ણય મોડો આવ્યો છે પરંતુ સુરતના ગણેશ ભક્તોને ખુશી છે. સરકારના નિર્ણય આવ્યા બાદ હવે સ્થાનિક પાલિકાતંત્ર અને પોલીસ વિભાગ સાથે મિટિંગ કરી શહેરમાં ગણેશ ઉત્સવ કઈ રીતે ઉજવવો તે નક્કી કરીશું.ચાર ફૂટ સુધીની મૂર્તિ છે એટલે પરમીટ ફોર્મ સાથેની નોંધણી મંડળોએ કરાવી કે નહીં તે અંગે મિટિંગ કરી જાહેર કરીશું. ઉપરાંત નાની મૂર્તિની સ્થાપનાની પરમિશન મળી છે જેથી વિસર્જન માટે ઓવરે પર વિસર્જન કરવું કે ઘરે અથવા મંડપ પાસે જ વિસર્જન કરવું તે અંગે પણ નિયમો બનાવી જાહેર કરીશું.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દર વર્ષે નાની મંગલમૂર્તિ થી લઈ મોટા મંડળની મળી ૫૦ હજારથી વધુ મૂર્તિની સ્થાપના થાય છે પરંતુ આ વર્ષે તે ઘટીને 20 થી 25 હજાર સુધી થશે તેવી સંભાવના લાગી રહી છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4