Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝશ્રીલંકન બેટ્સમેને જે રીતે વિકેટ ગુમાવી તેને તે હંમેશા યાદ રાખશે

શ્રીલંકન બેટ્સમેને જે રીતે વિકેટ ગુમાવી તેને તે હંમેશા યાદ રાખશે

hit wicket
Share Now

ક્રિકેટ મેદાન પર કેટલીક હિલચાલ હંમેશ માટે યાદ રહી જતી હોય છે. ઘણીવાર મેદાન પર ફેન્સ આવી જતા હોય છે તો કેટલીક વાર બેટ્સમેનનો હરકત પણ ચોંકાવી દે તેવી હોય છે. ત્યારે આવુ જ કંઇક થયુ છે શ્રીલંકન ખેલાડી ધનંજય ડિસિલ્વા (Dhananjay de Silva)સાથે. આ શ્રીલંકન ખેલાડી જે રીતે આઉટ (Out)થયો છે, તેને જોઈને તમને પણ ચોંકી જશો. બોલ સરળતાથી સ્ટમ્પ મિસ કરીને જઈ રહ્યો હતો, પરંતુ ડિસિલ્વાએ તેની સામે ચાલીને ચેડા કર્યા અને પોતાની વિકેટ હિટ વિકેટ (hit wicket)થી ગુમાવી દીધી હતી.

ડિસિલ્વા થયો hit wicket 

ગાલેમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ (Test series)ની પ્રથમ મેચમાં શ્રીલંકા (Sri Lanka)એ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. જેમાં પ્રથમ ઈનિંગની 95મી ઓવરમાં શ્રીલંકન બેટધર ધનંજય ડિસિલ્વા વિચિત્ર રીતે હિટ વિકેટ આઉટ થયો હતો. ડિસિલ્વાએ વિન્ડીઝના બોલર (Bowler)શેનન ગેબ્રિયલના આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ શોર્ટ બોલ પર હળવા હાથે શોટ રમ્યો હતો. જેના પરિણામે એડ્જ લીધા બાદ બોલ હવામાં ઉછળ્યો હતો. ડિસિલ્વાને લાગ્યું કે, આ બોલ ઉઠળીને કદાચ સ્ટમ્પ પર હિટ થઈ જશે, જેથી તે પોતાની વિકેટ બચાવા બેટ આમ તેમ ફેરવવા લાગ્યો હતો. પરંતુ આ પ્રતિક્રિયાને તેને ઘણી મોંઘી પડી હતી અને બોલ સ્ટમ્પ પર વાગે તે પહેલા તેનુ જ બેટ સ્ટમ્પ લાગી ગયું અને તે પેવેલિયન ભેગો થયો હતો.

આ પણ વાંચો: IND vs NZ: કીવીનો વ્હાઇટ વોશ કરવા ટીમ ઇન્ડિયા આજે ઉતરશે મેદાને

પ્રથમ ઈનિંગમાં ધનંજય ડિસિલ્વા (Dhananjay de Silva)95 બોલમાં 61 રન કરી આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ બીજી વાર છે જ્યારે ડિસિલ્વા હિટ વિકેટ આઉટ થઈ પેવેલિયન ભેગો થયો હોય. આ પહેલા 2019માં ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કની ઓવરમાં તે હિટવિકેટ થયો હતો. તેવામાં ડિસિલ્વા, રોમેશ કાલુવિથારાના બાદ શ્રીલંકા તરફથી રમતા 2 વાર હિટ વિકેટ થનારો બીજો ખેલાડી બની ગયો છે. કાલુવિથારાના 1997માં 2 વાર હિટ વિકેટ આઉટ થયો હતો.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment