આજે ધન તેરસ એટલે કે, આસોવદ બારસ ને મંગળવાર તા.02ના દિવસે ધનતેરસ છે. સવાર ના 11.31 વાગ્યા સુધી બારસ હશે. ત્યારબાદ તેરસ તિથી છે.ધન તેરસ નું મહત્વ પ્રદોષ કાળનું હોવાથી મંગળવારે બારસ ના દિવસે ધન તેરસ માનવામાં આવશે. ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીજી માતા સમુદ્રમાંથી પ્રકટ થયા હતા તેવી એક માન્યતા છે, ધનતેરસના દિવસે સવારે નિત્ય કર્મ કરી ત્યારબાદ નિત્ય પૂજા -પાઠ કરી અને શ્રીકૃષ્ણ ભગવાનનાં નામની સાથે રૂકમણીજી, મિત્રવિન્દ, શૈલ્યા, જામ્બવતી, સત્યભામા, લક્ષ્મણા, ભદ્રા, ક્લીનદી, નામ બોલવા જોઇએ.
સાંજના સમયે દિવસ આથમ્યા પછી પ્રદોષ કાળે ઘરની બહાર મુખ્ય દરવાજા કે બારણા પાસે માટીનાં કોડીયામાં તલનાં તેલનો દિવો કરવો અને ચોખાની ઢગલી કરી તેનાં ઉપર મુકવો. દક્ષિણ દિશા તરફ મુળ રાખી પ્રાર્થના કરવી, શુભ માનવામાં આવે છે.
ધનતેરશના દિવસે દીપદાન કરનારને અપમૃત્યું , આકસ્મિક મૃત્યુ , અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. ધનતેરશનાં દિવસે વૈઘધન્વન્તરી ઋષિનો જન્મ થયો હતો. દેવ – દાનવોનાં સમૃદ્ર મંથન સમયે સંસારનાં સર્વરોગ નાબુદ કરવા ઔષધિઓનો કળશ લઈ ભગવાન ધન્વન્તરી પ્રગટ થયા હતા. તેવી માન્યતા છે.
પુજાનો સમય
ધનતેરસ પુજાનો સમય 2 નવેમ્બર સાંજે 6 વાગીને 18 મિનિટથી રાતે 8 વાગ્યાથી 10 મિનિટ સુધી રહેશે.
પ્રદોષ કાલ સાંજે 05 વાગીને 32 મિનિટ અને રાતે 8 વાગીને 10 મિનિટનો રહેશે
વૃષભ કાલ સમય સાંજે 6 વાગીને 18 મિનિટ અને 08 વાગીને 13 મિનિટ સુધી રહેશે.
મા લક્ષ્મીની પુજા વિધિ
લાલ કપડાં પર મુટ્ઠીભર અનાજ મુકો
જેમાં પર ચાંદી, તાંબા કે માટીનો કળશ સ્થાપિત કરવો
કળશમાં ફુલ, ચોખા,સિક્કા અને સોપારી નાંખો
જેના પર આંબાના પાંચ પાન લગાવો
હળદરથી કમળ ફુલ બનાવી શકો છો
મા લક્ષ્મીની સ્થાપના કરીને આગળ સિક્કા મુકો
તમારી નોકરીને લઇને કે જોબને લઇને જે પણ કામ કે બિઝનેસ કરતા હોવ તે વસ્તુ મા લક્ષ્મીના ચરણોમાં મુકો
પુજા શરુ કરો અને પાણી હળદર તેમજ ચોખા અર્પિત કરીને મંત્રનો જાપ કરો
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलिए प्रसीद-प्रसीद
ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मिये नम:
મા લક્ષ્મીનું ધ્યાન ધરો
લક્ષ્મીજીની પ્રતિમાને પંચામૃત કરો
પ્રતિમા પર ચંદન, કેસર , હળદર અને અત્તર નાંખીને ગુલાબ અર્પણ કરો
લક્ષ્મીજીને ફુલોનો હાર ચઢાવવો
પ્રતિમા પર ધાણા કે જીરુનો છંટકાવ કરો
માતાજીની આરતી કરો, ધ્યાન ધરો
જુઓ વીડિયો
આ પણ વાંચો: Textaphrenia: ડિઝીટલ યુગની ડિઝીટલ બીમારી આવી ટેક્સ્ટાફ્રેનિયા