Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 17.
Homeએન્ટરટેઈન્મેન્ટઅક્ષયને છોડીને કેમ રણબીર કપૂર સાથે કામ કરવા માંગે છે ધનુષ?

અક્ષયને છોડીને કેમ રણબીર કપૂર સાથે કામ કરવા માંગે છે ધનુષ?

Dhanush reveals his wish (1)
Share Now

ધનુષ ટૂંક સમયમાં અતરંગી રેમાં જોવા મળશે, જે 24મી ડિસેમ્બરે ડિઝની+ હોટસ્ટાર પર પ્રીમિયર થશે. રોમેન્ટિક ફિલ્મ, તેમના રાંઝણાના દિગ્દર્શક આનંદ એલ. રાય દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને સારા અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. અમિતાભ બચ્ચન સાથે શમિતાભ પછી તમિલ સિનેમા સ્ટારની આ ત્રીજી બોલિવૂડ મૂવી છે.

અતરંગી રેની રિલીઝની તારીખ નજીક આવી રહી હોવાથી, તેઓ હાલમાં જોરશોર થી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ જ પ્રમોશન દરમિયાન ધનુષે એક એવી વાત કહી દીધી જેને લઈને હવે ચર્ચા ઉઠી છે, તે છે: રણબીર કપૂર સાથેની એક ફિલ્મ.

 

હા, પહેલા આ સાંભળીને અમને પણ વિશ્વાસ ન આવ્યો, પરંતુ ધીરજ રાખો, કારણ કે અભિનેતા બ્રહ્માસ્ત્ર સ્ટાર સાથે ફિલ્મ કરવાની તેની ઇચ્છા વિશે વાત કરી રહ્યા હતા. પણ વિચારો, જો આવું ખરેખર થાય તો? 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બોલિવૂડમાં તેની વિશલિસ્ટમાં કોણ છે જેની સાથે તે આગામી હિન્દી ફિલ્મ કરવાનું પસંદ કરશે, તો એક ક્ષણ પણ વિચાર્યા વગર ધનુષે કહ્યું, “રણબીર કપૂર” 

તે રણબીર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા ઈચ્છે છે તેના કારણો અંગે વધુ પૂછવામાં આવ્યું તો ધનુષે ઉમેર્યું, “મને લાગે છે કે તે ખૂબ જ સારો કલાકાર છે અને હું રણબીર કપૂરની સાથે એક જ ફ્રેમમાં રહેવા માંગુ છું અને શું વિસ્ફોટ થાય છે તે જોવા માંગુ છું.”

આ પણ વાંચો: પોતાની નાની ભૂમિકાને લઈને મેકરને આવો જવાબ આપી દીધો હતો અક્ષય એ…

Dhanush reveals his wish (2)

જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જો આવું થાય, તો બૉક્સ ઑફિસના તમામ રેકોર્ડ તૂટી શકે છે, ત્યારે ધનુષે માત્ર સ્મિત કર્યું. તેમણે આગળ કહ્યું, “આપણે ક્યારેય જાણી શકતા નથી (થોડું હસે છે), કંઈપણ થઈ શકે છે, પણ મને જોવાનું ગમશે. જો રણબીર અને હું અને એક જ ફ્રેમમાં હોઈએ તો શું થશે.”

તો હવે ધનુષે તો જણાવી દીધું છે કે તે હવે કયા સ્ટારની સાથે આગામી બૉલીવુડ ફિલ્મમાં દેખાવવા માંગે છે. પણ હવે જોવું એ રહ્યું કે ધનુષની આ ઈચ્છા ક્યારે પૂર્ણ થાય છે? 

આ પણ વાંચો: ઓહો! આખરે મળી ગયો જેઠાલાલની દીકરીના લગ્નનો સિક્રેટ વિડીયો, તમે જોયો?

 

ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment