ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્કુલ (School)તથા કોલેજો (Collage)મા ફાયર સેફ્ટીની પરમિશન ફરજીયાત માટેનો આદેશ કરતા સમગ્ર રાજ્યમા કેટલીક ફાયર સેફ્ટી વગર ચાલતી ઇમારતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ધ્રાંગધ્રા નગરપાલિકાએ (municipality) સરકારી સ્કુલોને સીલ કરી છે.
ઘ્રાંગધ્રા સ્કુલ પર નગરપાલિકા (municipality)એ કરી કાર્યવાહી
ધ્રાંગધ્રા નગરપાલિકા (Dhrangadhra Municipality)દ્વારા ધ્રાંગધ્રા શહેરની કેટલીક ફાયર સેફ્ટી વગર ચાલતી ઇમારતો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ધ્રાંગધ્રા શહેરની પાંચ સરકારી સ્કુલોને ફાયર સેફ્ટી નહિ હોવાના લીધે નગરપાલિકા દ્વારા અગાઉ નોટીસ ફટકારાઇ હતી, પરંતુ નોટીસને ગંભીરતાની નહિ લેતા શહેરની હાઇસ્કુલ, આઇ.ટી.આઇ સહિત ત્રણ પ્રાથમિક સ્કુલોને નગરપાલિકા (municipality)દ્વારા સીલ કરવાની કામગીરી શરુ કરાઇ હતી. જેમા ધ્રાંગધ્રા શહેરની સર અજીતસિંહજી હાઇસ્કુલ, આઇ.ટી.આઇ, પ્રાથમિક શાળા નંબર 3, 5 તથા 12ની ઇમારતોને ફાયર સેફ્ટી વગર સીલ કરાઇ હતી.
આ પણ વાંચો: પાટણ: ફાયર સેફટી વિનાની 4 પ્રાથમિક શાળાઓને સીલ કરતી રાધનપુર નગરપાલિકા
રાધનપુર સ્કુલ સીલ મામલે નગરપાલિકા (municipality)એ શું કહ્યું?
આ સમગ્ર મામલાને લઇને નગરપાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં ચાલતી રીટ પિટિશન અન્વયે તમામ નગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલો (Hospital)અને શાળા (School)ઓમાં ફાયર સેફટી સર્ટીફીકેટ લેવાનું ફરજિયાત છે. જેને લઈને શહેરમાં તેમના હોસ્પિટલો અને શાળાઓને નગર પાલિકા દ્વારા જાણ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા ફાયર સેફટી સર્ટિફિકેટ (Certificate)વગરની શાળાઓમાં વારંવાર નોટિસ આપવા છતાં પ્રાથમિક શાળાઓમાં ફાયરસેફ્ટી સર્ટીફીકેટ લેવામાં આવ્યું નથી. જેને લઇને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ મા કરેલી જોગવાઈ મુજબ કલમ-૨૫ નોટિસના આપાતકાલીન અને કલમ ૨૬(૩) ની જોગવાઈઓ મુજબ જે હોસ્પિટલ અને શાળાઓ દ્વારા ફાયર એન.ઓ.સી મેળવેલુ ન હોય અથવા તો ફાયર સેફટી રાખેલી ન હોય તેવી શાળાઓને તાત્કાલિક સીલ કરવા રિજિયોનલ ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી કરવા નગરપાલિકાને લેખિત જાણ કરવામાં આવી હતી.
ફાયર સેફ્ટીના અભાવે શાળા સીલ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4