Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeએન્ટરટેઈન્મેન્ટલગ્નના 6 મહિનામાં જ દિયા મિર્ઝાએ આપ્યો પુત્રને જન્મ, શૅર કર્યો ફોટો

લગ્નના 6 મહિનામાં જ દિયા મિર્ઝાએ આપ્યો પુત્રને જન્મ, શૅર કર્યો ફોટો

Dia Mirja 2
Share Now

બોલિવુડમાં એવી ઘણી એકટ્રેસ છે, જેણે લગ્નના થોડા મહિનામાં કે 9 મહિનાથી ઓછા સમયમાં બેબીને જન્મ આપ્યો હોય, થોડા સમય પહેલાં દિયા મિર્ઝા (Dia Mirza) અને બિઝનેસમેન વૈભવી રેખી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, તેના ફોટોઝ પણ વાયરલ થયા હતા. દિયા મિર્ઝાના હનીમુનના ફોટોઝ પણ વાયરલ થયા હતા. આજે ટ્વીટર પર દિયા મિર્ઝાએ પોતાના ફેન્સને ગુડ ન્યુઝ શેર કરી છે.  

દિયા મિર્ઝા ગુડ ન્યુઝ શેર કરી

 

દિયા મિર્ઝાએ 14 જુલાઇના રોજ એક પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ અય્યન આજાદ રેખી (AVYAAN AZAAD REKHI) રાખ્યુ છે. સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા તેણે આ ગુડ ન્યુઝ ફેન્સને આપી હતી. પોસ્ટ શેર કરતાં દિયા મિર્ઝાએ લેખિકા  Elizabeth Stone ની લાઇન શેર કરતાં લખ્યુ છે કે, ‘તમારુ એક બાળક હોવાના કારણે તમારે આ નિર્ણય લેવો પડે છે કે તમારુ દિલ તમારા શરીરની આસપાસ હંમેશા રહે’  આગળ દિયા મિર્ઝા લખે છે કે આ શબ્દો વૈભવ (Vaibhav Rekhi)અને મારી ભાવનાઓને પુરી રીતે રજુ કરે છે, અમારા દિલની ધડકન અમારો પુત્ર અય્યાન આજાદ રેખીનો જન્મ 14 મે એ થયો હતો   

‘તમારુ એક બાળક હોવાના કારણે તમારે આ નિર્ણય લેવો પડે છે કે તમારુ દિલ તમારા શરીરની આસપાસ હંમેશા રહે’  : દિયા મિર્ઝા

Dia Mirza pregnant announcement Maldives kaftan

Image Courtesy : @deespeak

  • દિયા મિર્ઝા લગ્નના 6 મહિનામાં જ બની માતા 
  • દિયા મિર્ઝાએ શેર કરી  ગુડ ન્યુઝ 
  • ઇમોશનલ પોસ્ટ કરી શેર 
  • દિયા મિર્ઝાએ 14 જુલાઇના રોજ આપ્યો પુત્રને જન્મ 
  • પુત્રનું નામ અય્યાન આજાદ રેખી આપ્યુ 

દિયા મિર્ઝાના આ બીજા લગ્ન છે, આ પહેલાં દિયા મિર્ઝાના લગ્ન સાહિલ સાંઘા સાથે 2014માં થયા હતા, પણ આ લગ્ન વધુ ન ચાલ્યા અને 2019 માં બંનેનો તલાત થઇ ગયો હતો. દિયા મિર્ઝાનો આ પહેલો બેબી છે.

સાદાઇથી કર્યા હતા લગ્ન

Dia Mirza

Image Courtesy : @deespeak

દિયા મિર્જાએ બિઝનેસમેન વૈભવી રેખી સાથે સિમ્પલ રીતે લગ્ન કર્યા હતા.  રેડ સાડી અને સિમ્પલ મેકઅપ લુકમાં લગ્નગ્રંથીથી જોડાઇ હતી. જેની સોશિયલ મીડિયા પર વાહવાહી થઇ હતી, તેને લગ્ન માટેની વિધિ પુર્ણ કરવા માટે એક લેડી પુજારીને લાવીને લોકોને ચકિત કરી દીધા હતા, જે બાદ દિયા મિર્ઝા પતિ સાથે હનિમુન પરના ફોટોઝ પણ અભિનેત્રીએ શેર કર્યા હતા.

આ અભિનેત્રીઓ પણ 9 મહિના કરતાં ઓછા સમયમાં થઇ હતી પ્રેગનેટ

એવલિન શર્મા, શ્રીદેવી, કોંકણા સેનશર્મા જેવી બોલિવુડની બીજી ઘણી અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલાં પ્રેગનેટ થઇ ગઇ હોય અથવા લગ્ન બાદ 9 મહિનામાં જ માતા બની હોય,  એકટ્રેસ મહિમા ચૌધરી પણ લગ્નના પાંચ મહિનામાં પ્રેગનેટ થઇ હતી. લગ્નના બે મહિના બાદ જ એકટ્રેસ એવલિન શર્મા પ્રેગનેટ થઇ હતી, તુષાર ભીંડી સાથે તેણે 15 મે ના રોજ લગ્ન કર્યા હતા. આ સિવાય એક્ટ્રેસ કોંકણા શર્મા વિશે પણ એવા રિપોર્ટસ હતા કે તે લગ્ન પહેલાંથી જ પ્રેગ્નેટ હતી.

એકટ્રેસ દિયા મિર્ઝાના ગુડ ન્યુઝ સાંભળતા જ સેલેબ્સ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવા લાગ્યા હતા, અને બીપાશા બાશુ, મલાઇકા અરોરઆએ ઇમોઝી મુકીને પુત્ર આવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. 

 

આ પણ વાંચો: એ પાકિસ્તાની ગર્લ જે રાતોરાત બની ગઇ Internet Sensation, જાણો કોણ છે આ સુંદર યુવતી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment