Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝડાયાબીટીસ અને કોરોના

ડાયાબીટીસ અને કોરોના

diabetes and corona
Share Now

કોરોના વાયરસ આજે દેશ દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. આ દરમિયાન દેશમાં બીજી લહેર તમામ ઉંમર નાં લોકો માટે જોખમી સાબિત થઇ રહી છે. કોરોના નાં આ સમયમાં હર કોઈ ને ચિંતા છે કે મને કોરોના થઈ જશે તો શું થશે? ખાસ કરીને એવા લોકો વધારે ચિંતિત છે કે જેને ડાયાબિટીસ , બ્લડ પ્રેશર , કિડની કે અન્ય બીમારીથી પીડાતા હોય છે. ડાયાબિટીસ એક રોગ છે. જેમાં ઇન્સ્યુલીન નું ઉત્પાદનમાં ઘટાડો થાય , લોહીમાં શુગરનું પ્રમાણ વધે , શરીરની રોપ્રતિકારક શક્તિ નબળી થવા લાગે છે. જેના કારણે શરીરમાં ચેપનું પ્રમાણ વધી જાય છે. અને વ્યક્તિ બીજી બીમારીઓ નો ભોગ બને છે. તેને મધુપ્રહેમ પણ કેહવામાં આવે છે. ડાયાબીટીસ બે પ્રકારની હોય છે.

1. ટાઇપ : ૧ :- જેમાં શરીર ઇન્સ્યુલીન બનાવી શકતું નથી.
2. ટાઇપ :૨ :- જેમાં ઇન્સ્યુલીન બનાવી શકે છે પરંતુ પુરતાં પ્રમાણમાં બનતું નથી. અથવા ઇન્સ્યુલીન બન્યું હોય તો સરખું કામ ન કરતું હોય.

આજે ભારતમાં 7.7 કરોડ કરતા પણ વધારે લોકો ડાયાબીટીસ પીડાય છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે ભારતમાં દરેક છઠ્ઠો વ્યક્તિ હાઇ બ્લડ સુગર થી પીડિત છે. ભારત દેશ ને ડાયાબિટીસ ની રાજધાની પણ કેહવામા આવે છે. એક અધ્યયન મુજબ એક ભારતીય ૧૮ કિલો ખાંડ ખાય છે. જો ડાયાબીટીસ નાં દર્દીને શુગર વધે તો તેની અસર કિડની , આખો , ત્વચા , મગજ અને પગ પર પડે છે. અત્યારે દેશની આ બીજી કોરોના ની લહેરમાં ડાયાબિટીસ નાં દર્દીઓને લગતી અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. તેના કારણે ડાયાબિટીઝના દર્દીઓને ઘણી બધી મુઝવણ અને ગલતફેમી થઈ રહી છે. તો તેને દુર કરવાનો પ્રયત્ન કરીએ..જો ડાયાબિટીઝના દર્દીઓ પણ તણાવથી પીડિત છે, તો તે બ્લડ શુગરના અનિયમિત સ્તરનું જોખમ વધારે છે. આ એટલા માટે છે કારણ કે વધુ તાણ લેવાથી શરીરમાં કોર્ટિસોલનું પ્રમાણ વધે છે, જે ઇન્સ્યુલિનના સ્તરને નમ્ર બનાવે છે.

diabetes

આ પણ જુઓ : ઓક્સિજન વધારો કુદરતી

કોરોના ડાયાબિટીઝના દર્દીઓને વધારે થાય છે કે નહિ.

ડાયાબિટીઝના એક્સપર્ટ કહ્યા મુજબ , સામાન્ય વ્યક્તિ હોય કે ડાયાબિટીસ નો દર્દી જેની લાપરવાહી વધારે એને થાય છે. પણ હા , સાવચેતી બાદ પણ કોરોના થાય તો ડાયાબિટીઝના દર્દીને થોડું વધારે હાવી થઈ જાય છે.. પણ એવું નથી કે ડાયાબિટીઝના દર્દીને વધારે થાય છે..

ટાઇપ ૧ અને ટાઇપ ૨ માં કોરોના ને લઈ ને વધારે ખતરો કોને છે.

ડોક્ટર્સના કહ્યા મુજબ બેય ને સરખું જોખમ હોય છે. પણ હા એક સર્વે અનુસાર ટાઇપ ૨ વાળા ને કોરોના થઈ ગયા પછી થોડી વધારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

ડાયાબિટીઝના દરદીઓનો મૃત્યુદર ક્યાં કારણો દ્વારા વધ્યો.

ડાયાબીટીસ નાં કારણે પેહલેથી જ શરીરના અંગો પ્રભાવિત હોય છે , જેથી તેમની હાલત ગંભીર બને છે . જેનું શરીર સ્થુળ હોય , પથારીમાં સૂવાના રેહવાના કારણે તેમના ફેફસાંની ક્ષમતા ઘટી જતી હોય છે. એટલે મૃત્યુદર વધ્યો.

ડાયાબિટીઝના દરદીઓમાં કોરોનાનો મૃત્યુદરમાં ઘટાડો થઈ શકે.

હા શક્ય છે. U.S ની મેરીલેન્ડ નામની હોસ્પિટલમાં ડૉ. ફહીમ યુનુસે એક અધ્યયનમાં ઉલ્લેખમાં જણાવ્યું કે ડાયાબિટીસ નાં દર્દીને શુગર કન્ટ્રોલ રાખવામાં આવે તો કોવીડ નાં મૃત્યુદર માં ૧૦ ગણો ઘટાડો થઈ શકે છે..

diabetes symptoms effect

કોરોના નો ખતરો ડાયાબીટીસ નાં દર્દીમાં વધારે હોય છે કે નહિ.

એક સર્વે અનુસાર જેની ઉંમર ઓછી હોય , શુગર કન્ટ્રોલ માં હોય , રોગપ્રતિકરક શક્તિ સારી હોય , સાથે કોઈ બીજી બીમારી થી પીડાતા ન હોય તો કોઈ જોખમ નથી. કોરોના થયા પછી ડાયાબિટીસ નાં દર્દીમાં કેમ રિકવરી જલ્દી આવતી નથી અને રોગ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે..તેનું કારણ શું..? ડાયાબિટીઝના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત વ્યક્તિની તુલનામાં પણ ખૂબ નબળી હોય છે અને તેઓ સરળતાથી કોઈ રોગનો શિકાર બની શકે છે. આવા દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી, પરિસ્થિતિ વધુ ભયંકર બની જાય છે અને પુન રિકવરી પ્રાપ્તિ પણ ધીમી છે. રોગપરતિકારકશક્તિ નબળી હોવાને કારણે, તેમના શરીરમાં ચેપ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને દવાઓની અસર પણ ક્રમિક છે. આ જ કારણ છે કે ડાયાબિટીઝના દર્દીઓ માટે કોરોનાવાયરસ વધુ જીવલેણ સાબિત થઈ રહ્યું છે.

શું ડાયાબીટીસ નાં દર્દીને કોરોના નાં અલગ લક્ષણ દેખાય શકે ?

ડૉક્ટરસ નાં જણાવ્યા પ્રમાણે ના કોઈ અલગ લક્ષણ હોતા નથી. પ્રારંભિક લક્ષણ બધાને સરખા જ હોય છે.

સાવચેતી બાદ પણ કોરોના થાય તો ડાયાબિટીઝના દર્દીને શું કરવું જોઇએ.?

ખાસ શુગર ને કન્ટ્રોલ કરવાનું , રોગપ્રતિકરકશક્તિ વધારવી જોઈએ.. તેના માટે શું કરવું જોઈએ તે જાણીએ..

ચેપ લાગ્યાં પછી શું કરવું?

ડાયાબિટીઝના દર્દીઓએ વિલંબ કર્યા વિના તાત્કાલિક તપાસ અને સારવાર માટે જવું જોઈએ, જ્યારે તેઓ જાણતા હોય કે તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અથવા આવા લક્ષણો દેખાઈ રહ્યા છે. ડાયાબિટીઝના દર્દીઓએ ખાસ કરીને તાણ ન લેવું જોઈએ , નહીં તો તે તેમના માટે વધુ હાનિકારક સાબિત થઈ શકે છે. સારવાર દરમિયાન ડ ડોકટરએ તમને કહેલી બધી બાબતોને ગંભીરતાથી પાલન કરવાનો પ્રયાસ કરો અને નિયમિતપણે મર્યાદિત માત્રામાં ઉકાળો લો.

diabetes prevention

સ્વસ્થ આહાર મહત્વપૂર્ણ છે:

ડાયાબિટીઝના દર્દીઓએ આહારમાં ઉચ્ચ ગ્લાયકેમિક ખોરાક લેવાનું ટાળવું જોઈએ. જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ અને ઘણાં શેકેલા ખોરાક ટાળવો જોઈએ. તેમાં ટ્રાન્સ ફેટ હોય છે જે ડાયાબિટીઝના દર્દીઓ માટે જોખમી છે. તેથી જ લોકોએ આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. આહારમાં ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર ખોરાક શામેલ કરો. પુષ્કળ પાણી પીવો અને ખોરાક કે જેમાં વિટામિન-સી હોય છે. ફણગાવેલા કઠોળ.. ઇંડા , ચરબીમુક્ત આહાર.. દહી .. લીલા પાંદડા વાળા શાકભાજી ખાવા જોઈએ.

યોગા મહત્વપૂર્ણ છે:

કપાલભતી અને માંડુકાસન લેવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં કરી શકાય છે. બીટા કોષો સક્રિય થાય છે અને કપલભતીથી પુનર્જીવિત કરે છે. માંડુકાસન 5 મિનિટ સુધી લેવાથી બ્લડ સુગર નિયંત્રણમાં છે. આ ઉપરાંત, ગોમુખાસણા, લોકાસણા, ઉત્તનપદાસણા, નૌકાસણા, સેઠુબંધાસન અને તાડાસન જેવા યોગાભ્યાસ 30 મિનિટ સુધી કરવા જોઈએ.

હાઈ બ્લડ સુગર કેવી રીતે ઘટાડવું?

તમારા આહારમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું કરો. તેના બદલે, ઉચ્ચ પ્રોટીન આહાર લો, જે બ્લડ સુગરને સામાન્ય રાખવામાં મદદગાર છે.તમારા આહારમાં ફાઇબરનું સેવન વધારવું. તે લોહીમાં શર્કરાના સ્તરને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વજન સામાન્ય રાખો, કારણ કે વજન ઓછું કરવાથી શરીરમાં ડાયાબિટીઝનું સ્તર પણ ઓછું થાય છે.ડાયાબિટીઝને જીવનશૈલી અને આહારમાં પરિવર્તન કરીને સરળતાથી નિયંત્રણ કરી શકાય છે. જો કોરોના દર્દીઓને ડાયાબીટીસ કન્ટ્રોલ માં ન રહે તો મ્યુકોરમાઈકોસિસ ( બ્લેક ફૂગ ) થવાની સંભાવના વધુ હોય રહે છે..

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ માહિતી ડોક્ટર્સ પાસેથી સમયાંતરે લીધેલી છે

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Androidhttp://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment