નવી દિલ્હી : તાજેતરમાં જ અમેરિકામાં લિસ્ટિંગ બાદ ચીનની કંપની દીદી ગ્લોબલ પર ગાળિયો કસાઈ રહ્યો છે. અમેરિકામાં દીદી ગ્લોબલના લિસ્ટિંગ(DiDi Global listing in US) બાદ ચીનની કોમ્યુનિસ્ટ સરકાર ગુસ્સે ભરાઈ છે.
DiDi Global listing in US
ચીનમાં ટૂંકમાં જ એપ થકી કેબ સર્વિસ પૂરી પાડતી DiDi Global પર સરકારનું નિયંત્રણ થઇ શકે છે. બીજિંગ મ્યુંન્સીપલ ગવર્નમેન્ટે (Beijing Municipal Government) DiDi Globalમાં હિસ્સો ખરીદવા માટે મોટું રોકાણ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ રોકાણ (Investment) બાદ ચીનની ઓથોરીટીનું કંપની પર નિયંત્રણ થઇ જશે.
અહેવાલ અનુસાર શોકી ગ્રુપ સરકારના નિયંત્રણ વાળી અન્ય કંપનીઓની સાથે મળીને DiDi Globalમાં એક ગ્રુપ થકી રોકાણ (Investment) કરી રહ્યું છે.આ ગ્રુપ પાસે કંપનીમાં મોટી હિસ્સેદારીની સાથે સાથે વીટો પાવર અને બોર્ડ ઓફ ડાયરેકટરમાં એક સભ્ય પદ પણ મળશે.
કંપની જબરજસ્તી કબજો કરવાનો ચીનનો પ્રયાસ
બીજિંગ ટુરીઝમ ગ્રુપની કંપનીઓ પૈકી એક શોકી ગ્રુપે થોડા વર્ષ પહેલા પોતાની રાઈડ શેયરિંગ એપ લોન્ચ કરી હતી.તેની પાસે મોટી સંખ્યામાં યુઝર્સ છે. બીજિંગ ટુરીઝમ ગ્રુપ પોતાની સબસીડીયરી થકી ટ્રાવેલ એજન્સી,મોલ્સ,રેસ્ટોરન્ટ અને હોટલનું સંચાલન કરે છે. આ ટેકઓવર ચીનની પ્રમુખ ટેકનોલોજી કંપની બાઈટ ડાંસ પર કંટ્રોલ કરવાના ચીનના સતાધીશોના પ્રયાસ જેમ જ હશે. બાઈટ ડાન્સની વિડીયો એપ ટીકટોક અનેક દેશોમાં લોકપ્રિય છે. DiDiGlobal એ અમેરિકામાં પબ્લિક ઓફર(DiDi Global listing in US) થકી ૪.૪ અબજ ડોલરની રકમ એકત્ર કરી છે.
લિસ્ટિંગથી ચીન સરકાર નારાજ
અત્રે એ ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લાં પાંચ વર્ષથી આર્થિક ક્ષેત્રે ચાલી રહેલ તણાવના કારણે કંપનીની મુશ્કેલીમાં વધારો થયો હતો. હાલ કંપનીની વેલ્યુ હજુ પણ ૭૦ અબજ ડોલરથી વધુ છે. ચીન સરકાર સાથે DiDi Globalનો વિવાદ જુનમાં શરુ થયો હતો. કંપનીનું અમેરિકામાં લિસ્ટિંગનો નિર્ણય ચીન સરકારની સલાહથી વિપરીત હતો.અમેરિકામાં કંપનીનું લિસ્ટિંગ(DiDi Global listing in US)ને ચીનની સામ્યવાદી સરકારે પોતાના માટે ખુલ્લો પડકાર ગણાવ્યો છે. જેના પગલે કંપની પ્રત્યે સરકારની નારાજગી વધી ગઈ છે.
આ પણ વાંચો : નર્મદા ડેમ પર મોટું જળ સંકટ, ડેમમાં આ વર્ષે 50%થી પણ ઓછું પાણી!
તે સ્પષ્ટ નથી કે શહેર કેટલો મોટો હિસ્સો ધરાવે છે અને તેના પ્રસ્તાવને વરિષ્ઠ સરકારી અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવશે કે નહીં. ડીડી હાલમાં સહ-સ્થાપક ચેંગ વેઇ અને પ્રમુખ જીન લિયુની મેનેજમેન્ટ ટીમ દ્વારા નિયંત્રિત છે, જેને કંપનીની અમેરિકા પ્રારંભિક જાહેર ઓફર બાદ 58% ની કુલ મતદાન શક્તિ પ્રાપ્ત થઈ છે. સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશન અને ઉબેર ટેક્નોલોજીસ ઇન્ક. (UBER) ડીડીના સૌથી મોટા લઘુમતી શેરધારકો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4