Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeલાઇફ સ્ટાઇલશું તમને ખબર છે કયા પ્રાંતમાં કેવી કઢી બને છે???

શું તમને ખબર છે કયા પ્રાંતમાં કેવી કઢી બને છે???

States
Share Now

વાનગીઓના શોખિનોને અલગ અલગ વાનગીઓ ચાખવાનો ઘણો શોખ હોય છે. આપણા ભારતમાં તો જેટલા ધર્મો એટલા જ પોશાક અને એટલી જ સ્વાદિષ્ટ વાનગીઓ. દરેક પ્રાંત (States) પ્રમાણે પણ ઘણી વાનગીઓની રેસિપી બદલાઈ જતી હોય છે. પ્રાંત (States) પ્રમાણે લોકો તેમાં તેમના રાજ્યનો એક અલગ જ અંદાજ ઉમેરીને વાનગીમાં એવો વઘાર કરે છે કે વાનગી ઘણી જ સ્વાદિષ્ટ બની જાય છે. આજે આપણે વાત કરીશું ભારતના અલગ અલગ રાજ્યોમાં બનતી અલગ પ્રકારની કઢી વિશે. શું તમે જાણો છો કે, ભારતની આ પાંચ કઢી ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં પંજાબી, રાજસ્થાની, ગુજરાતી, મહારાષ્ટ્રિયન અને ગઢવાળી કઢીનો સમાવેશ થાય છે.

કઢી એ ભારતની સૌથી લોકપ્રિય અને ડિલીસિયસ ડિશ પૈકી એક છે. કઢી ફક્ત ભારતના ઘરોમાં જ નહીં પણ દુનિયાભરના ઘણા રેસ્ટોરન્ટમાં પણ પીરસવામાં આવે છે. કઢી ફક્ત દહીં અને બેસનમાંથી બનનારી એક ડીશ જ નથી પણ ભારતના અલગ અલગ રાજ્યોના કલ્ચર અને સ્વાદની પણ ઓળખ છે.

States

               IMAGE CREDIT LOVE LAUGH MIRCH

પંજાબી કઢી જેમાં ભજીયા અને ઘણા પ્રકારના મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે. ગુજરાતી કઢીમાં દહીં, ગોળ અને મીઠા લીમડાનો ઉપયોગ કરીને સરળ અને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. ભારતમાં બનનારી પ્રત્યેક ડિશ દરેક રાજ્યમાં અલગ અલગ સ્વાદ અને અલગ અલગ અંદાજમાં બનાવવામાં આવે છે. આવો જાણીએ ભારતના અલગ-અલગ રાજ્યો (States)માં મળનારી અલગ અલગ કઢી વિશે…ભારતની 5 પ્રખ્યાત કઢી જેવી કે, પંજાબી કઢી, ગુજરાતી કઢી, મહારાષ્ટ્રિયન કઢી, રાજસ્થાની કઢી અને ગઢવાળી કઢી વિશે…

આ પણ વાંચોઃ- મશરૂમ અને બ્રોકોલીના ફાયદા જાણીને થઈ જશો હેરાન…

આવો જાણીએ અલગ અલગ પ્રાંત (States) ની વાનગીઓની રેસિપી…

1) પંજાબ રાજ્ય (States)ની પંજાબી કઢીઃ-

પંજાબી કઢીને બેસન, દહી અને મસાલાઓની સાથે બનાવવામાં આવે છે, જેમાં ડુંગળી અને મેથીના ભજીયા પણ હોય છે. ભાત હોય કે રોટલી, પંજાબી કઢીનો લુત્ફ તમે બંને વસ્તુમાં મિક્સ કરીને ખાઈ શકો છો.

2) ગુજરાત રાજ્યની ગુજરાતી કઢીઃ-

પંજાબી કઢી કરતા ગુજરાતી કઢી હળવી હોય છે. તેમાં દહીં, આદુ, ગોળ, મીઠો લીમડો અને હીંગનો ઉપયોગ કરવામાં આવે છે. કઢી બન્યા બાદ તેમાં રાઈ અને મરચાનો વઘાર કરવામાં આવે છે.

States

            IMAGE CREDIT: WHISKAFFAIR

3) મહારાષ્ટ્ર રાજ્યની મહારાષ્ટ્રિયન કઢીઃ-

લંચમાં ભાતની સાથે મહારાષ્ટ્રિયન કઢીનું કોમ્બિનેશન ખૂબ જ સુંદર બોય છે અને તેને બનાવવું પણ ખૂબ સરળ છે. એક પેનમાં મેથી, હીંગ, મીઠો લીમડો, આદુ,લસણની પેસ્ટ અને મરચું નાખીને ફ્રાય કરો અને તેમાં દહીં અને બેસન મિક્સ કરીને બનાવી લો.

4) રાજસ્થાન રાજ્યની રાજસ્થાની કઢીઃ-

આ કઢીના સ્વાદમાં તમને રાજસ્થાની સ્વાદની ભરપૂર મજા મળશે. દહી, બેસન, હળદર અને મીઠાને મિક્સ કરીને કઢી બનાવી લો. પછી તેમાં સૂકુ લાલ મર્ચુ, જીરુ અને મેથીનો વઘાર કરો. જીરા પુલાવ અ પનીર પાલકના ભજીયા સાથે તેની મજા માણો.

States

IMAGE CREDIT: COOKING WITH SIDDHI

5) ગઢવાળી કઢીઃ-

ગઢવાળી કઢી અન્ય રાજ્યોની કઢી કરતા થોડી અલગ હોય છે. તેમાં બેસનની જગ્યાએ બાજરીના લોટનો ઉપયોગ કરવામાં આવે છે, જે હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. બાજરીમાં દહીં મિક્સ કરીને તેનું બેટર બનાવીને મસાલાઓ ઉમેરીને બનાવી લો.

આવી જ ઘણી બધી વાનગીઓ છે જેની જાણ કદાચ જ કોઈને હશે. વાનગીનું નામ તો એક જ હોય છે પણ તેને બનાવવાની રીત-ભાત બધુ અલગ તરી આવે છે પ્રાંત પ્રમાણે. ઘણીવાર તો કેટલીક વાનગીઓ એવી પણ જોવા મળે છે જેનો સ્વાદ અને બનાવવાની રીત શહેર શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. આવી જ અવનવી વાનગીઓની માહિતી માટે વાંચતા રહો OTT India Read જેમાં તમે જાણશો અવનવી વાતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment