Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
Homeન્યૂઝબોલો હવે ડૉક્ટર પણ ડિજિટલ ! છેવાડાના ગામડા સુધી થશે સ્વાસ્થ્યનું નિદાન

બોલો હવે ડૉક્ટર પણ ડિજિટલ ! છેવાડાના ગામડા સુધી થશે સ્વાસ્થ્યનું નિદાન

Health
Share Now

સામાન્ય રીતે છેવાડાના માનવીને જ્યારે સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ હોય ત્યારે તેને શહેરના અનેક ધક્કા ખાવા પડતા હોય છે. વળી જો મધ રાત્રીએ કોઈ નાગરિકના આરોગ્ય (Health) ને લગતી કોઈ મુશ્કેલી ઉભી થાય અથવા અચાનક તબિયત લથળે તો યોગ્ય સમયે યોગ્ય નિદાન ન થવાના કારણે તેણે પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે તેવામાં શહેરના અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેશનલ ડિજિટલ (Digital)હેલ્થ મિસન અંતર્ગત કોટણા ગ્રામ પંચાયતના સહયોગ થી ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આયોગ્યની સેવા, સુવિધા, સંભાળ અને સારવાર માટે ભારતમાં પ્રથમ ડિજિટલ ડોકટર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

ગામડાઓમાં કોરોના કાળમાં કરી આરોગ્ય (Health)લક્ષી સેવા

સંસ્થાના સ્થાપક દિવ્યેશ ત્રિવેદીએ કોરોના કાળમાં અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોની મદદ કરી ગામડાઓમાં સેવાકીય કાર્ય દરમિયાન તેમણે ત્યાં આરોગ્ય લક્ષી સેવાનો અભાવ જોવા મળ્યો જેથી તેમને ગ્રામ્ય વિસ્તારના લોકોની મદદે આવવાની હઠ પકડી અને પછી થઈ એક નવી શરૂઆત.

આ પણ વાંચો: Ford Indiaના બેરોજગાર કર્મચારીઓ મુદ્દે જીગ્નેશ મેવાણીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

આ વિશેષ પ્રકારના હેલ્થ કિયોસ્ક મશીનની વિશેષતા અંગે વાત કરવામાં આવે તો વસ્તી વિષયક વિગત, મુખ્ય ફરિયાદો, સંબંધિત ફરિયાદો, તબીબી અને સર્જિકલ ઇતિહાસ, સ્ક્રિનિંગ, કામચલાઉ નિદાન, દવા અને લેબ રિપોર્ટ વગેરેની માહિતી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને શહેરના ધક્કા ખાધા વિના પોતાના ગામમાજ મળી રહે તેવા પ્રકારનું ખાસ પ્રોગ્રામિંગ આ મશીનમાં કરવામાં આવ્યું છે જેથી આ મશીન હેલ્થ એટીએમ પણ કહેવામાં આવે છે. આ હેલ્થ કિઓસ્કનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપતા ડોકટરો (Doctor)પરનો ભાર ઘટાડવાનો છે.

મશીનના માધ્યમથી કેવા પ્રકારની આરોગ્ય લક્ષી સેવાઓની મદદ લઇ શકાય ?

  • સામાન્ય પેથોલોજી ટેસ્ટ
  • પલ્મોનરી સ્ક્રીનીંગ
  • ડાયાબિટીક સ્ક્રિનિંગ
  • પલ્મોનરી સ્ક્રીનીંગ
  • હિમોગ્લોબિન
  • બ્લડ સુગર
  • યુરિન સુગર ટેસ્ટ
  • લોહીમાં રહેલા લાલ રક્ત કણો
  • કાર્ડિયાક અને પલ્મોનરી સ્ક્રિનિંગ
  • બ્લડ પ્રેશર, પલ્સ,શ્વસન દર,
  • હૃદય અને ફેફસાનું નિદાન (Auscultation),BMI
  • ઉંચાઈ, વજન, બ્લડ પ્રેશર, પલ્સ વગેરે

શહેરના અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા ભારતમાં પ્રથમ વાર ડિજિટલ ડોકટર (Digital Doctor)પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે જે હાલ શહેરના છેવાડે આવેલા કોટણા ગામમા કાર્યરત છે. સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલું આ સેવા કાર્ય ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.

આરોગ્ય મંત્રી સિવિલની મુલાકાતે જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment