Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
HomeUncategorizedસત્તામાં આવ્યા તો કાશ્મીરમાં આર્ટિકલ 370ના નિર્ણયને બદલીશું : દિગ્વિજયના નિવેદનને લઇ ગરમાઈ રાજનીતિ

સત્તામાં આવ્યા તો કાશ્મીરમાં આર્ટિકલ 370ના નિર્ણયને બદલીશું : દિગ્વિજયના નિવેદનને લઇ ગરમાઈ રાજનીતિ

DIGVIJAY AND SAMBIT PATRA
Share Now

દિગ્વિજય સિંઘના બયાન પર કોંગ્રેસ એક વાર વધુ વિવાદમાં આવી છે…ક્લબ હાઉસ ચેટનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવવાના નિર્ણય પર બોલી રહ્યા છે. તેમના કથિત ઓડિયોમાં તેઓ બોલી રહ્યા છે કે અહીંથી જ્યારે આર્ટિકલ-370 હટાવવામાં આવી ત્યારે લોકશાહીનાં મૂલ્યોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત કાશ્મીરિયત પણ રાખવામાં આવી નથી. બધાને એક અંધારું ધરાવતા રૂમમાં પૂરવામાં આવ્યા. જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવી તો અમે આ નિર્ણય બાબતે ફરીથી વિચારીશું અને આર્ટિકલ-370ને લાગુ કરીશું. જેને લઇ બીજેપીએ સતત હુમલાવર છે .

ANC એટલે કે એંટિનેશનલ કોંગ્રેસ નામ રાખી લેવું જોઈએ: સંબિત પાત્રા

દિગ્વિજયસિંહે એ જવાબ આપ્યો કે બીજેપી નેતાઓને મારુ બયાન સમાજ માં જ ના આવ્યું..અંગ્રેજી શબ્દોનો મીનિંગ ના સમજ્યા નેતાઓ અને ખોટો મતલબ નીકળ્યો…સાબિત પાત્રએ પ્રેસ કોંફ્રન્સ કરી અને સીધો પાકિસ્તાન સાથે સાથ ગાંઠનો આરોપ લગાવ્યો…કોંગ્રેસે ઇન્ટરનેશનલી નામ બદલીને ANC એટલે કે એંટિનેશનલ કોંગ્રેસ નામ રાખી લેવું જોઈએ…કારણકે જે રીતે દિગ્વિજય સિંહે મોદી સરકાર બાદ કોંગ્રેસની સરકાર આવે તૉ ૩૭૦ કલમ ફરી લાગુ કરશુ એટલે જ આ નિવેદન એ કોંગ્રેસનું પાકિસ્તાન સાથે હોવાનું મનાઈ છે …એટલે કોંગ્રેસ અને પાકિસ્તાનના વિચાર એક જેવા જ છે …. ક્લબ હાઉસ ચેટ એ ટૂલકિતનો જ હિસ્સો છે…તૉ ગિરિરાજ સિંહે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ માટે પ્રથમ પ્રેમ એ પાકિસ્તાન છે …કોંગ્રેસએ પાકિસ્તાનને કાશમીર હાંસલ કરવા મદદ કરી રહ્યું છે ..સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને અનેક નેતાઓએ નિવેદન આપ્યું હતું.

નેશનલ કોન્ફરન્સ ચીફ ફારુખ અબ્દુલ્લાએ કોંગ્રેસ નેતાનો માન્યો આભાર

તે પછી એક તરફ ભાજપે દિગ્વિજય પર હુમલો કર્યો, તો બીજી તરફ નેશનલ કોન્ફરન્સ ચીફ ફારુખ અબ્દુલ્લાએ કોંગ્રેસ નેતાનો આભાર વ્યક્ત કર્યો. ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસ આજે પણ પાકિસ્તાનનો પક્ષ લેતા ખચકાતી નથી. આ જ કોંગ્રેસની નીતિ અને નિયતનું સત્ય છે. મને અચરજ થયુ નથી. બીજી તરફ ફારુખે કહ્યું કે હું દિગ્વિજયજીનો ખૂબ આભારી છું. તેમણે લોકોની ભવનાઓને અનુભવી છે. હું આશા રાખુ કે સરકાર આ અંગે બીજી વખત રિવ્યુ કરશે.

આ પણ જુઓ : ખોડલધામના આંગણે રાજકરણ કે સમાજ લક્ષી પ્રશ્નો ?

પાકિસ્તાનના પત્રકારે પૂછ્યો હતો સવાલ

દિગ્વિજય દેશ-વિદેશના કેટલાક પત્રકારો સાથે વર્ચ્યુઅલી વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના પત્રકાર શાહજેબ જિલ્લાનીએ કલમ-370 સાથે જોડાયેલો એક સવાલ કોંગ્રેસ જનરલ સેક્રેટરીને પૂછ્યો. જિલ્લાનીએ પૂછ્યું હતું કે જ્યારે હાલની સરકાર જશે અને ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા વડાપ્રધાન મળશે ત્યારે કાશ્મીર પર આગળનો રસ્તો શું હશે? મને ખ્યાલ છે કે હાલ ભારતમાં જે થઈ રહ્યું છે એના કારણે એ સમાપ્ત થવાની નજીક છે. જોકે આ એક એવો મુદ્દો છે, જે બંને દેશોની વચ્ચે આટલા લાંબા સમયથી છે.

ટ્વિટર પ્રોફાઈલ મુજબ, જિલ્લાની પૂર્વ BBC પત્રકાર છે. તે પાકિસ્તાન, બેરુત, વોશિંગ્ટન અને લંડનમાં કામ કરી ચૂક્યા છે. આ પહેલાં તેઓ DW ન્યૂઝ સાથે પણ કામ કરી ચૂક્યા છે. જોકે તેમણે દિગ્વિજય સિંહને પોતાનો પરિચય આપતાં કહ્યું હતું કે તે હાલ DW ન્યૂઝ માટે કામ કરી રહ્યો છે અને પાકિસ્તાનના સિંધમાં તેમનો જન્મ થયો હતો.

નિર્ણય બાબતે ફરીથી વિચાર કરવો પડશેઃ દિગ્વિજય

કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે મુસ્લિમની વધુ વસતિ ધરાવતા રાજ્યમાં એક હિન્દુ રાજા હતા. બંનેએ સાથે કામ કર્યું. કાશ્મીરમાં સરકારી સેવાઓમાં કાશ્મીરી પંડિતોને આરક્ષણ આપવામાં આવ્યું હતું. આ કારણે અનુચ્છેદ-370ને રદ કરવી અને જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો ઓછો કરવો એ એક અત્યંત દુઃખદ નિર્ણય છે. આપણે નિશ્ચિત રીતે આ મુદ્દા પર ફરીથી વિચાર કરવો પડશે.

ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી

કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર આપનારી આર્ટિકલ-370ને સમાપ્ત કરી દીધી હતી. સરકારે જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં 20 અને લદાખમાં બે જિલ્લા લેહ અને કારગિલમાં સામેલ કરવામાં આવ્યા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment