અરે શું તમને ખબર છે? હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલની દીકરીના લગ્ન થયા. અરે સિરિયલમાં નહીં , સાચે. જેઠાલાલનું કેરેક્ટર નિભાવતા દિલીપ જોશીની દીકરી નિયતિના હાલમાં જ લગ્ન થયા.
નિયતિ જોશીએ તેમના મંગેતર યશોવર્ધન મિશ્રા સાથે 8 ડિસેમ્બરના રોજ મુંબઈમાં લગ્ન કર્યા. તેઓએ નાશિકની ધ ગેટ વે હોટલ અંબાડમાં લગ્નની શાનદાર ઉજવણી કરી હતી. દિલીપ કુમાર, જેઓ લાંબા સમયથી ચાલતા કોમેડી કાર્યક્રમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે, તેમણે તેમના સહ કલાકારો અને દિગ્દર્શક માલવ રાજદાને તેમની પુત્રીના લગ્ન સમારોહમાં આમંત્રિત કર્યા હતા, જે સ્ટાર્સથી ભરપૂર ઉજવણી બની હતી.
આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ કલાકાર છોડશે શો, કારણ છે બબીતા જી
આ શાનદાર લગ્નમાં શોની પૂરી કાસ્ટ શામેલ થઈ હતી. જેમાં સુનન્યા ફોઝદાર(અંજલિ મેહતા), કુશ શાહ(ગોલી), સમય શાહ(ગોગી), પલક સિધવાની(સોનું)એ ખૂબ જ મસ્તી કરી. સાથે જ પ્રિયા રાજદા(રીટા રિપોર્ટર), જેનિફર મિસ્ત્રી(રોશન) અને અન્ય લોકો આ ઉજવણીમાં શામેલ થયા હતા. તેઓ એ દિલીપ જોશીની પુત્રીના લગ્નમાં ખૂબ મસ્તી કરી અને ખાસ ફોટોસ પણ શેયર કર્યા હતા.
આ અગાઉ, તેમની પુત્રીના પ્રી-વેડિંગ ફંક્શનમાં દિલીપ જોશીના અમુક વિડીયો ખૂબ જ વાઇરલ થયા હતા. તેઓ ઢોલના તાલે ઉત્સાહ અને ઉમંગથી નાચી રહ્યા હતા. આટલું જ નહીં તેઓ એ હાજર મહેમાનોની વચ્ચે ગીતો પણ ગાયા હતા.સોશિયલ મીડિયામાં હાલમાં દિલીપ જોષીની દીકરીની ગ્રહશાંતિ પૂજા તથા સંગીત સેરેમનીનો વીડિયો વાઇરલ થયો છે. જુઓ આ વિડિઓ (Dilip Joshi’s Daughter’s Wedding):
Here comes the Highlights of one of the craziest and most awaited sneak peak of my Band! #DilipJoshi #Jethalal #TSFC #TMKOC #TSFCfanclub #TaarakMehtaKaOoltahChashmah @dilipjoshie @AsitKumarrModi @KhareyDivya pic.twitter.com/Fule0Ag7fn
— Tapu Sena Fan Club (@Tapusenafanclub) December 12, 2021
દિલીપ જોષીના ફૅન ક્લબે શૅર કરેલા વીડિયોમાં બ્લૂ કુર્તામાં દિલીપ જોષી છે. તેમના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી જોવા મળે છે. સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ઢોલના તાલે ગરબા રમ્યા હતા અને પૂરા જોશ સાથે ડાન્સ કર્યો હતો. સંગીત નાઇટમાં તેમણે માત્ર ગરબા જ નહોતા રમ્યા, પરંતુ ભવાઈ સોંગ પણ ગાયું હતું.