Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeએન્ટરટેઈન્મેન્ટહોસ્પિટલથી સાજા થઇ ઘરે પાછા ફર્યા દિલીપ કુમાર

હોસ્પિટલથી સાજા થઇ ઘરે પાછા ફર્યા દિલીપ કુમાર

Dilip Kumar old
Share Now

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર( Dilip Kumar )ના ચાહકો માટે એક સારા સમાચાર છે. દિલીપકુમાર (ઉમર 98)ને શ્વાસની તકલીફની ફરિયાદ બાદ રવિવારે તેમણે ખારની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ એક ગેર-કોવિડ હોસ્પિટલ છે. અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અગાઉ એવા સમાચાર હતા કે અભિનેતાને ગુરુવારે રજા આપવામાં આવશે, પરંતુ તે બન્યું નહીં. 98 વર્ષીય દિલીપ કુમાર હોસ્પિટલમાંથી નીકળતાં હતાં ત્યારે તેમના પત્ની સાયરાબાનો એમની સાથે હતાં. દિલીપ કુમારના( Dilip Kumar ) ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેના મિત્ર ફૈઝલ ફારૂકીએ આ વિશે જણાવ્યું છે. તેમણે લખ્યું હતું કે ‘આપ સૌની પ્રાર્થના સાથે દિલીપ સાહેબ હોસ્પિટલથી તેમના ઘરે જઈ રહ્યા છે. તમારા લોકોનો અપાર પ્રેમ અને સ્નેહ હંમેશા સાહેબના હૃદયને સ્પર્શ્યો છે. – ફૈઝલ ફારૂકી.

Dilip Kumar

image credit : brittanica.com

દિલીપકુમાર( Dilip Kumar )ને રજા મળવા પર તેમની પત્ની સાયરા બાનુએ કહ્યું છે કે અમે ખૂબ જ ખુશ છીએ, તેમના ફેફસામાંથી પ્રવાહી દૂર થઈ ગયું છે. તે હવે ઘરે જઈ રહ્યા છે. અમે તેમના (દિલીપ કુમાર) માટે પ્રાર્થના કરવા માટે બધા સમર્થકોને આભારી છીએ. દિલીપ સાહેબને હોસ્પીટલમાં ભરતી કર્યા બાદ તેમની પત્ની સાયરા બાનુએ કહ્યું હતું કે અભિનેતાને રૂટિન ચેકઅપ માટે નોન-કોવિડ પી ડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. સાયરા બાનુએ લોકોને અપીલ કરી હતી કે કૃપા કરીને સાહેબ માટે પ્રાર્થના કરતા રહો અને તમે પણ સલામત રહેજો. હોસ્પિટલમાં દાખલ થયા બાદ દિલીપકુમારનું મોત થયાના પણ સમાચાર હતા, જેમને સાયરા બાનુએ ખોટી અફવા ગણાવી હતી. દિલીપકુમારના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું હતું કે, ‘આગળ કોઈ પણ પ્રકારના વોટ્સએપ પર વિશ્વાસ ન કરો. સર ખુબ સ્થિર છે. હાર્દિક પ્રાર્થના માટે આભાર. ડોકટરોના જણાવ્યા મુજબ તેને 2-3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Dilip Kumar

image credit : timesofindia.indiatimes.com

જો દિલીપ સાહેબની વાત કરીએ તો દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો. તેમનું અસલી નામ યુસુફ ખાન છે, પરંતુ તેમને દિલીપકુમાર તરીકે સિને જગતમાં ખ્યાતિ મળી હતી. દિલીપ કુમારે પોતાની કારકિર્દીમાં એક પછી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે અને દર્શકોનું મનોરંજન કર્યું છે. તેઓ એક જાણીતા ભારતીય ફિલ્મ કલાકાર છે. જેઓ “ટ્રેજેડી કિંગ” તરીકે પણ ખ્યાતનામ છે અને સત્યજીત રાયે તેમને “the ultimate method actor” તરીકે ઓળખાવ્યા છે. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત ‘જ્વાર ભાટા’ નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી. તેમની કારકિર્દીના ૬ દાયકામાં તેમણે ૬૦ ફિલ્મોમાં અભિનય કરેલો છે. તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત ‘અંદાજ’ (૧૯૪૯), ‘આન’ (૧૯૫૨) તેમજ નાટકીય ‘દેવદાસ’ (૧૯૫૫), રમુજી ફિલ્મ ‘આઝાદ’ (૧૯૫૫), ઐતહાસિક ‘મુગલ-એ-આઝમ’ (૧૯૬૦) તેમજ સામાજીક ‘ગંગા જમુના’ (૧૯૬૧)માં અભિનય કર્યો છે.

આ પણ વાચો: સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પીઠાણીની જમાનત પર જલ્દી થશે સુનાવણી

Old Photos

image credit : sisat.com

દિલીપ કુમાર રાજ્ય સભાના સભ્ય તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા. તેમને ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા. જો તેમના અંગત જીવનની વાત કરીએ તો દિલીપકુમાર સૌપ્રથમ અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં હતાં, પણ તેઓ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનનાં પતિ સાથે થવાથી પરણી ન શક્યા. ત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા, પરંતુ પરિવારના વિરોધના કારણે તેમનું લગ્ન ન થઇ શક્યું. તેઓએ ૧૯૬૬માં અભિનેત્રી અને સૌદર્યં સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા, જે તેમનાથી ૨૨ વર્ષ નાની હતી. તેઓએ ૧૯૮૦માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટક્યા નહોતા.

No comments

leave a comment