Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeરાઈટર્સ કૉલમOMG! એક એવી રેસ્ટોરેન્ટ જે તમને હવામાં જમવાનું આપશે!

OMG! એક એવી રેસ્ટોરેન્ટ જે તમને હવામાં જમવાનું આપશે!

Share Now

અમુક લોકો “જીવવા માટે ખાતા હોય છે” તો અમુક લોકો “ખાવા માટે જીવતા હોય છે” તમે નક્કી કરી લો કે તમે આ બંને માંથી કઈ કેટગરીમાં આવો છો. મોટાભાગના ગુજરાતીઓનો જવાબ હશે “ભઈ અમે તો ખાવા માટે જ જીવીએ છીએ!” અને એટલે જ તો ગુજરાતીઓ તેમના કપડા કે ભાષા કરતા વધારે ઢોકળા અને થેપલા માટે ફેમસ છે. 

અલગ અલગ થીમની રેસ્ટોરેન્ટ

Prison Restaurants

Prison Restaurants (GOOGLE IMAGES)

હવે તો ફૂડમાં ખુબ વેરાયટી જોવા મળે છે. ફૂડની સાથે સાથે જગ્યામાં પણ અઢળક વેરાયટી જોવા મળે છે. હોટલ્સને એક થીમ આપી સ્પેશ્યલી ડીઝાઇન કરવામાં આવે છે. જેમ કે ચીનની વાત કરીએ તો ત્યાં એક એવી રેસ્ટોરેન્ટ બનવવામાં આવી છે, જેમાં લોકોને જેલમાં જમવાનું આપવામાં આવે છે. આ આખી રેસ્ટોરેન્ટને એક જેલનો લુક આપવમાં આવ્યો છે. અને આ રેસ્ટોરેન્ટને “પ્રીઝમ રેસ્ટોરેન્ટ” કહેવામાં આવે છે.

Hospital Restaurant

Hospital Restaurant (GOOGLE IMAGES)

તો ઇન્ડોનેશિયામાં પણ આવી જ એક અલગ થીમ બનવામાં આવી છે. જેનું નામ છે “હોસ્પિટલ થીમ” આ રેસ્ટોરેન્ટમાં તમને ફૂડ સર્વ કરવા માટે એક નર્સ આવે છે. અને આખી હોટલને ડીઝાઇન પણ એક હોસ્પિટલની જેમ કરવામાં આવી છે. તો સાઉથ આફ્રિકામાં એક્વેરિયમ રેસ્ટોરેન્ટ બનવવામાં આવી છે. જે હોટલ પાણીની અંદર આવેલી છે. અહી ચારે બાજુ કાચમાં તમે અલગ અલગ પ્રકારની માછલીઓને જોતા જોતા તમારા ફૂડનો આનંદ માણી શકો છો.

આ પણ વાંચો: આ બધા ફોટો શું ખરેખર પૃથ્વીના છે? કે પછી…

 

“ડાઈનીંગ ઇન ધી સ્કાય (Dining in the sky) “

Dining in the sky theme restaurants

(GOOGLE IMAGES)

અત્યાર સુધી તમે ગમે તેટલી યુનિક રેસ્ટોરેન્ટ જોઈ હોય, પણ આવી રેસ્ટોરેન્ટ તો નહિ જ જોઈ હોય. આ એક એવી રેસ્ટોરેન્ટ છે, જે તમને હવામાં જમાડશે! હા હવામાં બોલો…છે ને જોરદાર વાત! એક નવો ડાઈનીંગ ક્રેઝ ચાલ્યો છે. જેને કહેવાય છે “ડાઈનીંગ ઇન ધી સ્કાય” (Dining in the sky) જેમાં તમને તમારું ડીનર હવામાં એટલે કે જમીન અમુક ફૂટ દુર ઉચાઇ પર મળશે. આ પ્રકારની રેસ્ટોરેન્ટ માત્ર પંદર દેશમાં જ આવેલી છે. 

Dining in the sky theme restaurants

(GOOGLE IMAGES)

 

જો કે હવે ભારતમાં રહેતા લોકોને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે આ પ્રકારની રેસ્ટોરેન્ટ ભારતમાં પણ બની ગઈ છે. ભારતના અલગ અલગ શહેરોમાં આ પ્રકારની (Dining in the sky) રેસ્ટોરેન્ટ બનવવામાં આવી છે. આ રેસ્ટોરેન્ટમાં જેવી રીતે એમ્યુઝમેન્ટ પાર્કમાં અલગ અલગ રાઇડ્સ આવેલી હોય છે. બસ એવી જ રીતે વાયર દ્વારા ડાઈનીંગ ટેબલને હવામાં લટકાવવામાં આવ્યું હોય છે. જેને એક ક્રેન દ્વારા ઉપર લઇ જવામાં આવે છે. અને લોકોને ફૂડ પણ ત્યાં જ સર્વ કરવામાં આવે છે. 

આ રેસ્ટોરેન્ટમાં આશરે તમને ૧૬ બિલ્ડીંગ જેટલી ઉચાઇ પર લઇ જવામાં આવે છે. પણ ડરવાની જરૂર નથી. કારણ કે ઉપર લઇ જતા પહેલા તમામ ગેસ્ટના સેફટી મેજર ચેક કરવામાં આવતા હોય છે. સાથે જ ગેસ્ટને તેના શોલ્ડર અને વેસ્ટથી બાંધવામાં આવે છે. સાથે જમવાના ટેબલ પરથી ફૂડ નીચે ના પડી જાય, તે માટે ખાસ પ્રકારની નોન-સ્લીપરી મેટનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકોને એડવેન્ચર કરવું ગમતું હોય, એ લોકો માટે આ રેસ્ટોરેન્ટ એકદમ પરફેક્ટ છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment