Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝનાગાસર તળાવમાં ગંદકીના ગંજ

નાગાસર તળાવમાં ગંદકીના ગંજ

rapar village
Share Now

હાલ કોવિડ 19 અંતર્ગત કોરોનાની મહામારીના લીધે લોકો સપડાઈ ચૂકયા છે. હજુ પણ સરકાર દ્વારા કોરોનાના કેસ કાબુમાં લેવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નગાસર તળાવ કે જેમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નગાસર તળાવના પાણી સંગ્રહ માટે ચાર વર્ષ પહેલાં સુંદર મજાની વ્યવસ્થા જે તે વખતેના પ્રમુખ અને સદસ્યો દ્વારા કરવામાં આવી છે જેમાં જે તે વખતે શાસન દરમિયાન નગાસર તળાવની સફાઈ કરવામાં આવતી હતી.

rapar village

હાલ છેલ્લા ચારેક વર્ષથી આ તળાવમાં નર્મદા કેનાલ દ્વારા પાઈપ લાઈન દ્વારા પાણી સંગ્રહ કરી નગરપાલિકા દ્વારા પચાસ હજાર જેટલી વસ્તીને વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ તળાવમાં પાણી સંગ્રહ કરવા માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષથી તળાવમા સાફ સફાઈ કરવામાં આવી નથી. જેના લીધે તળાવમા ગંદકી, દારૂની ખાલી થેલીઓ પ્લાસ્ટિકના ઝબલા તેમજ સેવાળ અને રોગચાળો ફાટી નિકળે તે પ્રકારના ઘાસે ભરડો લીધો છે.

rapar village

તળાવમા ગંદકી, દારૂની ખાલી થેલીઓ પ્લાસ્ટિકના ઝબલા તેમજ સેવાળ અને રોગચાળો ફાટી નિકળે તે પ્રકારના ઘાસે ભરડો લીધો છે લાખો લીટરની સમતા ધરાવતા આ તળાવમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. જેના લીધે નળ દ્વારા સેવાળ અને કચરો અવારનવાર આવે છે. જો આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા આ તળાવમાં સાફ સફાઈ નહિ કરવા મા આવે તો રાપર શહેરમાં અનેક લોકો કોલેરા અને પેટને લગતા રોગો વધે તે દિવસો દૂર નથી.

rapar village

રાપર શહેરમાં પાણીના લીધે પથરી તેમજ અન્ય પેટને લગતી બિમારીઓ અને તાવના દર્દીઓ વધી રહયા છે તો શું આ માટે નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી કારણભૂત હોય તો નવાઈ નહીં તો શું હાલના નગરપાલિકાના શાસનકર્તા નગાસર તળાવમા સાફ સફાઈ કરશે કે પછી નગરજનોને બિમારીમા વધુ સપડાઈ જશે તે અંગે લોકો ખુબ ચિંતાતુર બન્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment