Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝપાકિસ્તાનને વધુ એક ઝટકો, રમીઝ રાજા શું કામે ઇંગ્લેન્ડ પર તુટી પડ્યા?

પાકિસ્તાનને વધુ એક ઝટકો, રમીઝ રાજા શું કામે ઇંગ્લેન્ડ પર તુટી પડ્યા?

Ramiz Raja
Share Now

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ રમીઝ રાજા (Ramiz Raja)ફરી નિરાશ થયા છે. તાજેતરમાં ન્યુઝીલેન્ડ (New Zealand)દ્વારા પાકિસ્તાન પ્રવાસ રદ (Tour Cancel)કર્યા બાદ હવે ઈંગ્લેન્ડ પણ તે પગલે ચાલ્યું છે. ઈંગ્લેન્ડે (England)પણ પાકિસ્તાન આવવાથી મનાઇ ફરમાવી દીધી છે જેનાથી રમીઝ રાજા ખૂબ નિરાશ છે. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) 19 સપ્ટેમ્બરે સોમવારે પુષ્ટિ કરી હતી કે તે પાકિસ્તાન પ્રવાસ પર નહીં જાય.

રમીઝ રાજા (Ramiz Raja)શું કામે નિરાશ થયા

ઉલ્લેખનિય છે કે અગાઉ ન્યૂઝીલેન્ડે (New Zealand)પ્રથમ ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે પહેલા 17 સપ્ટેમ્બરે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ અહીં ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમવા માટે પ્રવાસ પર આવી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ પ્રથમ વનડે (ODI)ના ટોસ પહેલા જ પોતાની ટીમને પરત બોલાવવાનો નિર્ણય કર્યો હતો જેને લઇને ખાસ તો રમીઝ રાજા નિરાશ થયા છે કારણ કે પાકિસ્તાન બોર્ડને ઉપરા ઉપરી બે સિરીઝ રદ્દ થતા આર્થિક નુકસાની સહન કરવી પડશે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં રમવા તૈયાર નથી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ, મેચ પહેલા પ્રવાસ કર્યો રદ્દ

હવે ઇંગ્લેન્ડ પણ એ જ રસ્તે ચાલ્યું છે. આ નિર્ણયથી નિરાશ રમીઝ રાજાએ કહ્યું કે, ઇંગ્લેન્ડે ક્રિકેટ બિરાદરીના એક સભ્યને નિરાશ કર્યા છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Board)વિશ્વની શ્રેષ્ઠ ટીમ બને.

બોર્ડ ચીફે કર્યુ ટ્વિટ

રાજાએ ટ્વિટ કર્યું કે, ઇંગ્લેન્ડ (England)થી નિરાશ છું. તે ઘણા જરૂરી સમયે પોતાના વચનથી પરત ફર્યા અને ક્રિકેટ બિરાદરીના એક સભ્યને નિરાશ કર્યા. અમે ચોક્કસપણે તેમાંથી પણ બહાર નિકળી જઇશુ. પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વિશ્વની શ્રેષ્ઠ ટીમ બનવા માટે આ એક વેકઅપ કોલ છે જેથી બાકીની ટીમો કોઈ બહાના વગર તેમની સાથે રમવા માટે લાઈનો લગાવે.

ઇસીબીએ માગી માફી

આ પહેલા ઇસીબી (ECB)એ પોતાના નિર્ણયનો ખુલાસો કરતી વખતે પીસીબીની માફી માગી હતી. ECB એ કહ્યું હતું કે, ટી​​20 વર્લ્ડ કપ પહેલા તેમના ખેલાડીઓ માટે માનસિક રીતે સ્વસ્થ રહે તે તેમના માટે સૌથી મહત્વનું છે. અને તેથી જ તે આ પ્રવાસનો ઇનકાર કરી રહ્યા છે. ઓક્ટોબરમાં યોજાનારા આ પ્રવાસમાં ઈંગ્લેન્ડે બે T20 મેચ રમવાની હતી. તેમની મહિલા ટીમ પણ આ પ્રવાસ પર આવવાની હતી. ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ (Women Cricket team)પાકિસ્તાનમાં બે T20 મેચ રમવાની હતી.

રમીઝ રાજા (Ramiz Raja)માટે આ નુકસાની આસાન નહીં રહે

મહત્વનું છે કે સતત બે શ્રેણી રદ થવાને કારણે PCB ને આંચકો લાગ્યો છે. તાજેતરમાં જ પીસીબી (PCB)ના ચેરમેન બનેલા રમીઝ રાજા માટે આ નુકસાનની ભરપાઈ કરવી સરળ રહેશે નહીં.

વિરાટ કોહલીએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment