Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝનરેન્દ્ર ગિરી કથિત આત્મહત્યા કેસ: સ્થળ પરથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાંથી કઈ બાબતો જાણવા મળી?

નરેન્દ્ર ગિરી કથિત આત્મહત્યા કેસ: સ્થળ પરથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાંથી કઈ બાબતો જાણવા મળી?

Narendra Giri
Share Now

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી (Narendra Giri)નું ગઇકાલે સોમવારે નિધન થયું છે. અહેવાલો અનુસાર નરેન્દ્ર ગિરિ (Narendra Giri)નો મૃતદેહ પ્રયાગરાજના પર્યાગરાજ સ્થિત બાધંબરી મઠમાં જ ફાંસી ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે આત્મહત્યાની શક્યતા વ્યક્ત કરી છે. ઘટનાસ્થળ પરથી એક સ્યુસાઇડ (Suicide)નોટ પણ મળી આવી છે. જણાવી દઇએ કે પીએમ મોદી (PM Modi)થી લઈને સીએમ યોગી (CM Yogi)એ મહંત નરેન્દ્ર ગિરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પોલીસે (Police)પણ કાર્યવાહી હાથ ધરતા મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરી (Anand Giri)સહિત ત્રણ લોકોની કસ્ટડી લીધી છે. જોકે આનંદ ગિરી પોતાને નિર્દોષ ગણાવી રહ્યાં છે.

પ્રાથમિક તપાસમાં નરેન્દ્ર ગિરી (Narendra Giri)એ આત્મહત્યા કર્યા હોવાનું સામે આવ્યુ

પોલીસના જણાવ્યાં અનુસાર બાધંભરી મઠમાં જ્યાં નરેન્દ્ર ગિરીનો મૃતદેહ મળી આવ્યો ત્યાં ચારે બાજુથી દરવાજા બંધ હતા. પ્રાથમિક તપાસમાં પોલીસે તેને આત્મહત્યા (Suicide)ની શક્યતા વ્યક્ત કરી છે. મૃતદેહ મળ્યા બાદ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે ગઇકાલે સોમવારે કહ્યું કે, અમને માહિતી મળી હતી કે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા કરી છે. શિષ્યોએ આ માહિતી સાંજે 3-4 કલાકે આપી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે દરવાજો અંદરથી બંધ હતો જેને તોડ્યા બાદ તેને લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસ તાત્કાલિક ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી. જ્યાંથી એક સ્યુસાઇડ નોટ (Suicide Note)મળી આવી છે. જેમાં આનંદ ગિરી અને અન્ય બે લોકોને આ પગલા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આનંદ ગિરીની ઉત્તરાખંડ પોલીસની મદદથી હરિદ્વારથી અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સ્થિતિમાં નિધન

પત્રમાં શું ઉલ્લેખ છે?

મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો બાદ પ્રયાગરાજ પોલીસે (Prayagraj Police)મહંત નરેન્દ્ર ગિરીના મોત અંગે નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુનાના સ્થળેથી 6-7 પાનાનો પત્ર મળ્યી આવ્યો છે. જેમાં મહંત નરેન્દ્ર ગિરીએ આનંદ ગિરી અને અન્ય શિષ્યોના નામનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં મહંત નરેન્દ્ર ગિરીએ સ્વીકાર્યું છે કે, તેઓ કેટલાક કારણોસર પરેશાન હતા. તેથી તેણે પોતાનું જીવન સમેટવાનો નિર્ણય કર્યો. તેણે લખ્યું છે કે તે હંમેશા ગર્વ સાથે જીવતા હતા અને હવે તે તેના વગર જીવી શકશે નહીં. મહંત નરેન્દ્ર ગિરીએ પત્રમાં લખ્યું છે કે તેમના બાદ આશ્રમનું શું કરવું. તેમણે પત્રમાં જ પોતાની વિલ પણ લખી છે. કોની કાળજી લેવાની છે તે વિલમાં લખેલુ છે. કોને શું આપવાનું છે. તેમાં તેણે સ્પષ્ટ પણે લખ્યું છે કે મેં આત્મહત્યા કરી છે. કારણ કે તે પોતાના શિષ્યથી નાખુશ હતા. પ્રયાગરાજ આઈજી કેપી સિંહે કહ્યું કે, 7 પાનાની સ્યુસાઈડ નોટ (Suicide Note)મળી આવી છે જે વિલની જેમ લખવામાં આવી છે. આ સ્યુસાઇડ નોટમાં આનંદ ગિરીનું નામ પણ છે. તેમણે કહ્યું કે જે લોકો મહંત નરેન્દ્ર ગિરીને ઓળખે છે તેઓ કહી રહ્યા છે કે અક્ષર તેમના જ છે. કેપી સિંહે (KP Singh)એમ પણ કહ્યું છે કે ફોરેન્સિક તપાસ બાદ જ પત્રને જાહેર કરવામાં આવશે.

ત્રણ લોકો કસ્ટડીમાં

આ તમામ વચ્ચે તપાસમાં જોડાયેલી પ્રયાગરાજ પોલીસે પ્રખ્યાત લેટે હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારી અને તેમના પુત્ર સંદીપ તિવારીને કસ્ટડીમાં લીધા છે. આ રીતે, આ કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં, પ્રયાગરાજના જ્યોર્જ ટાઉન પોલીસ સ્ટેશન (Police Station)માં આ સંદર્ભે IPCની કલમ 306 હેઠળ FIR નોંધવામાં આવી છે. આનંદ ગિરિ સામે FIR નોંધવામાં આવી છે. તેની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ છે.

સીબીઆઈ તપાસની માંગ ઉઠી

દરમિયાન, અખિલ ભારતીય અખાડા પરિષદના ઉપાધ્યક્ષ દેવેન્દ્રસિંહે મહંત નરેન્દ્ર ગિરીના મોત અંગે સીબીઆઈ (CBI)તપાસની માંગણી કરી છે અને કહ્યું છે કે, આ મામલાની નિષ્પક્ષ તપાસ માટે આ કેસ સીબીઆઈને સોંપવો જોઈએ.

નરેન્દ્ર ગિરીએ મૃત્યુ પહેલા વીડિયો બનાવ્યો હતો?

મહંત નરેન્દ્ર ગિરીના નજીકના શિષ્ય નિર્ભય દ્વિવેદીએ સ્યુસાઈડ નોટને લઈને ઉભા થઈ રહેલા સવાલો પર અલગ જ દાવો કર્યો છે. નિર્ભય દ્વિવેદી કહે છે કે આત્મહત્યા કરતા પહેલા મહંત નરેન્દ્ર ગિરીએ સ્યુસાઈડ નોટ લખવા સિવાય એક વીડિયો પણ બનાવ્યો હતો. તેણે આ વીડિયો પોતાના મોબાઈલ ફોન પર બનાવ્યો હતો. નિર્ભય દ્વિવેદીના જણાવ્યા અનુસાર, આ વિડીયોમાં મહંત નરેન્દ્ર ગિરીએ સ્યુસાઇડ નોટમાં લખેલી બાબતોને વિગતવાર સમજાવી છે. તેમનું કહેવું છે કે આ વીડિયો હાલમાં પોલીસ પાસે છે. નિર્ભય દ્વિવેદીએ એમ પણ કહ્યું કે મહંત નરેન્દ્ર ગિરી મોટા અક્ષરોમાં લખતા હતા. તેની ભાષા ચોક્કસપણે તૂટી ફુટી હતી, પરંતુ તે લખી શકતા હતા. તેણે લખેલી સ્યુસાઈડ નોટ એક કવરમાં બંધ હતી.

આજે મૃતદેહ દર્શન માટે રાખવામાં આવશે

મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ આજે મંગળવારે રાત્રે સાડા અગિયાર વાગ્યા બાદ મહંત નરેન્દ્ર ગિરીના પાર્થિવ દેહને લોકોના દર્શન માટે બાધંબરી ગદ્દી ખાતે રાખવામાં આવશે. જ્યાં સુધી અંતિમ સંસ્કારોની વાત છે ત્યાં સુધી સંતોની પરંપરા મુજબ જળ સમાધિ અને ભૂમિ સમાધિની જોગવાઈ છે. ભૂ સમાધિમાં, શરીરને ખુલ્લી જગ્યાએ છોડી દેવામાં આવે છે. આ પરંપરા હવે બંધ થઈ ગઈ છે. મહંત નરેન્દ્ર ગિરી નિરંજની અખાડા (Akhada)ના મહંત હતા. અખાડાના પંચ પરમેશ્વર દ્વારા નક્કી કરવામાં આવશે કે તેમના અંતિમ સંસ્કાર કઈ રીતે કરવામાં આવશે.

CM યોગી અંતિમ દર્શન માટે પહોંચશે

મહંત નરેન્દ્ર ગિરીના અંતિમ દર્શન માટે ઘણા મહત્વના લોકો પ્રયાગરાજ (Prayagraj)પહોંચી રહ્યા છે. CM યોગી આદિત્યનાથ આજે મંગળવારે સવારે પ્રયાગરાજ પહોંચશે અને મહંતના દર્શન કરશે. યોગી સરકારમાં, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ આજે મંગળવારે ઉન્નાવ ખાતે યોજાનારાો તેમનો કાર્યક્રમ રદ કર્યો છે. તેઓ પણ મહંત નરેન્દ્ર ગિરીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા પ્રયાગરાજ પહોંચશે. તેમણે આવતીકાલે બુધવારે પણ ચિત્રકૂટનો સરકારી કાર્યક્રમ મુલતવી રાખ્યો છે.

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment