કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસે દીપોત્સવ (Diwali) પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુવારે 4 નવેમ્બર 2021 એ દિવાળી ઉજવવામાં આવશે. દિવાળી પર લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે એક જ રાશિમાં ગ્રહો હોવાથી દિવાળી પર દુર્લભ સંજોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચાર ગ્રહ એક જ રાશિમાં છે એટલે કે ચાર ગ્રહનું સંયોજન છે. એ જ કારણથી દિવાળ લોકો માટે અત્યંત શુભ રહેશે. લક્ષ્મી માતાજી અને ગણેશજીનું આશિર્વાદ પ્રાપ્ત થશે જેનાથી ઘણા લાભ થશે.
Diwali 2021 ચાર ગ્રહોનું સંયોજન
દિવાળી કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસે ઉજવવામાં આવશે. હિન્દૂ કેલેન્ડર અનુસાર, 4 નવેમ્બર 2021 ગુરુવારે કારતક માસની કૃષ્ણ પક્ષની અમાસ છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ચાર ગ્રહોનું સંયોજન બની રહ્યું છે. દિવાળીના દિવસે તુલા રાશિમાં, સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્ર હાજર રહેશે.
શુભ યોગ
તુલા રાશિના સ્વામી શુક્ર છે. લક્ષ્મીજીની પૂજા કરવાથી શુક્ર ગ્રહની શુભતામાં વૃદ્ધિ થાય છે. શુક્રને લક્ઝરી લાઈફ, સુખ સુવિધાઓનું કારક ગણવામાં આવે છે. સૂર્યને ગ્રહોના રાજા, મંગળને ગ્રહોના સેનાપતિ અને બુધને ગ્રહોનો રાજકુમાર ગણવામાં આવે છે. આ સાથે જ ચંદ્રને મનનું કારક ગણવામાં આવે છે. સૂર્ય પિતા અને ચંદ્રને માતાનું કારક ગણવામાં આવે છે.
Diwali મહૂર્ત
દિવાળીઃ 4 નવેમ્બર, 2021 ગુરુવાર
અમાસ તિથિ શરુઆતઃ 4 નવેમ્બર 2021 એ સવારે 6:03 વાગ્યાથી
અમાસ તિથિ પૂર્ણાહૂતિઃ 5 નવેમ્બર 2021 એ સવારે 2:44 વાગ્યા સુધી
દિવાળી લક્ષ્મી પૂજા મહૂર્ત સાંજે 6:09 થી 8:20 સુધી
અવધિઃ 1 કલાક 55 મિનીટ
આ પણ વાંચોઃ- Festivals : આવનારા બે મહિનામાં તહેવારોની રહેશે ભરમાર, જાણો ક્યારે છે દિવાળી ?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4