Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝદિવાળી વિશેષ : બ્રિટનના લેસ્ટરશાયરમાં ઉજવણી શરૂ ,દેશથી બહાર દિવાળીનો સૌથી મોટો ઉત્સવ !

દિવાળી વિશેષ : બ્રિટનના લેસ્ટરશાયરમાં ઉજવણી શરૂ ,દેશથી બહાર દિવાળીનો સૌથી મોટો ઉત્સવ !

diwali
Share Now

ભારતમાં હાલ દિવાળી માહોલ જોવા મળી રહ્યો છે. તો ભારતમાં અનેક પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે.તો સાથે જ  લોકો આ વર્ષના કોરોના કેસોમાં ધટાડો જોવા મળ્તા લોકોને આ વખતે ઉજવણી કરવામાં ખુબ જ ઉત્સાહભેર જોવા મળે છે.તો સાથે જ છેલ્લા બે વર્ષથી ઉજવણી થઇ ન હતી જેના કારણે આ વખતે લોકમાં દિવાળીને લઇ ખુબ ઉત્સાહ જોવા મળે છે. અને સાથે જ લોકો અલગ  અલગ ખરીદી કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. તો તમને જણાવી દઇએ કે ભારત દેશની બહાર પણ અત્યારે એક તહેવાર ચાલે છે.જેના વિશે આજે અમે તમને જણાવીશું. આ તહેવારને જોવા વ્હીલ ઓફ લાઈટ’ જોવા સમગ્ર બ્રિટનથી લોકો પહોંચી રહ્યા છે.તો સાથે જ આ તહેવારમાં અહીં 7 દિવસ ઉત્સવ ચાલશે … 5 લાખથી વધુ લોકો આવશે તેવી ગણતરી કરવામાં આવી રહી છે.

શુ છે આ તહેવાર અને કઇ રીતે ઉજવણી કરવામાં આવે છે ? 

ભારતથી બહાર દિવાળી પર ઊજવાતો સૌથી મોટો ઉત્સવ બ્રિટનના લેસ્ટરશાયરમાં રવિવારેથી જ  શરૂ થઈ ગયો હતો.. 7 દિવસના આ ઉત્સવ માટે અહીં એક મોટા વિસ્તારમાં વ્હિલ ઓફ લાઇટ અને ફાયર આર્ટ સહિત અનેક આકર્ષણ લોકો માટે ઊભાં કરવામાં આવ્યા છે.લેસ્ટરશાયરના મેયર દ્વારા કહેવામાં આવ્યું  કે દર વર્ષની જેમ બેલગ્રેવ રોડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના સ્થાનિક લોકો ગોલ્ડન માઈલના નામે  પણ ઓળખાય છે.તો આ વર્ષના લોકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળે છે. 7 દિવસના ઉત્સવમાં 5 લાખથી વધુ લોકોના આવવાનું અનુમાન  પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં લેસ્ટરશાયરમાં રહેતા ભારતીય સમુદાયના લોકો પણ સામેલ છે.

diwali

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

આ વર્ષના શું કરવામાં આવ્યું છે આયોજન 

જોકે કોરોનાને કારણે આ વખતના આયોજનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમ છતાં મેયર સોલ્સબીને આશા છે કે કોરોના પ્રોટોકોલનું પાલન કરતા લોકો ઉત્સવમાં જરૂરથી ભાગ લેશે અને લોકો કોરોના ગાઇડલાઇનું ધ્યાન રાખવામાં આવેશે,તો લોકો એક જગ્યા પર ભેગા ન થાય તે માટે આકર્ષણોને 7 અલગ અલગ સ્પોટમાં વહેંચી દેવામાં આવ્યો છે. ઉત્સવ સ્થળના કેન્દ્રમાં વ્હિલ ઓફ લાઈટ નામનું મોટું ચકડોળ લગાવાયું છે. જ્યારે કોસિંગ્ટન પાર્કમાં ફાયર ગાર્ડન બનાવાયું છે.તો સાથે જ અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે. તો આ આયોજન કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યું છે.તેમાં મીણબત્તીઓની મદદથી મોડર્ન આર્ટવર્ક પ્રદર્શિત પણ કરાયું છે. ખરેખર ભીડથી બચવા માટે આ વર્ષે દરેક વખતની જેમ આતશબાજીનો કાર્યક્રમ રખાયો નથી. તેની જગ્યાએ ફાયર આર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.સંપૂર્ણ ઉત્સવના સ્થળે અનેક જગ્યા પર વિશાળ સ્ક્રીન લગાવાઈ છે જેના પર પ્રી-રેકોર્ડેડ સાંસ્કૃતિક કાર્યક્રમ બતાવાઈ રહ્યા છે. લોકો વચ્ચે ફરતી હનુમાનજી, રાવણ, લક્ષ્મીજી તથા ગણેશજીની વિશાળકાય કઠપૂતળીઓ સાથે  ખાસ કરીને બાળકો માટે આકર્ષણનું આગવી જમાવટ કરી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment