Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeભક્તિદેશભરમાં આજે ધામધૂમથી ઉજવાશે દીવાળી, ખુશીના દીવાઓથી ઝળહળી ઉઠશે દેશ

દેશભરમાં આજે ધામધૂમથી ઉજવાશે દીવાળી, ખુશીના દીવાઓથી ઝળહળી ઉઠશે દેશ

Diwali
Share Now

દેશભરમાં આજે દિવાળી (Diwali )ના તહેવારની ઉજવણી થઇ રહી છે. સાંજ પડતાં જ દેશ દીવાના પ્રકાશથી ઝગમગી ઉઠશે. દીવાળીની રાત્રે દેવી લક્ષ્મી માતા અને ગણેશ જીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે લોકો આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે તેમના ઘરમાં સૌભાગ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. દેશમાં મોટાભાગના સ્થળોએ, સાંજથી જ પૂજા શરૂ થાય છે પછી દીવા અને લાઇટ પ્રગટાવવામાં આવે છે. આખો દેશ આજે દીવાના પ્રકાશથી ઝગમગી ઉઠશે.

Diwali ને લઇ રોશનીથી બજારો સજાવશેઃ

દિવાળીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગત્ત સોમવારથી શરૂ થયેલા દીપોત્સવ અંતર્ગત મહાનગરથી લઈને ગામડાઓમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. રોશનીથી બજાર પણ ઝગમગી ઉઠ્યું છે. ગુરુવારે, દીપોત્સવ એટલે કે દિવાળીના પવિત્ર તહેવાર પર, લોકો શુભ મુહૂર્તમાં દેવી લક્ષ્મીની પૂજા કરશે અને સુખ અને સમૃદ્ધિની કામના કરશે. ધનની દેવી મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરો અને સંસ્થાઓમાં તેની વિધિવત પૂજા કરવામાં આવશે.

આ પણ વાંચો: Diwali 2021: આજે નરક ચતુર્થી, કઇ રીતે કરશો પુજા, જાણો શુભ મુહુર્ત

જણાવી દઈએ કે, દિવાળી એક એવો તહેવાર (Festival)આવે છે જ્યારે બજાર ચમકી ઉઠે છે. દિવાળીનું પૌરાણિક મહત્વ પણ ઘણું છે. પુરાણો અનુસાર કારતક મહિનાની અમાવસ્યાની રાત્રે દેવી લક્ષ્મી સ્વયં ધરતી પર આવે છે અને દરેક ઘરમાં વિચરણ કરે છે. તે સમય દરમિયાન જે ઘર સ્વચ્છ અને તેજસ્વી હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. તેથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

Diwali નો શુભ સમય:

સવારનું મુહૂર્ત (શુભ) – સવારે 06:35 થી સવારે 07:58 સુધી
સવારના મુહૂર્ત (ચર, લાભ, અમૃત) – સવારે 10:42 થી 02:49 બપોરે સુધી
મુહૂર્ત (શુભ) – 04:11 રાત્રિથી 05:34 રાત્રિ સુધી
સાંજના મુહૂર્ત (અમૃત, ચર) – સાંજે 05:34 થી 08:49 રાત્રિ સુધી

કાળી ચૌદશ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment