દિવાળી અથવા દીપાવલી એ ભારતમાં મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર દેશમાં જાહેર રજા હોય છે.માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. . કેલેન્ડરમાં પર તેને મહિનાના અંતમાં અને કારતકના મહિનાની શરૂઆતમાં અંધારીયા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે.તો સાથે જ કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે તે પૂરી થાય છે.તો આ તહેવાર પુરા ભારતમાં ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે.ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.તો ભારતની સાથે નેપાળ પણ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.તો ત્યા પણ દિવાળીની ખુબ જ માતમ જોવા મળે છે. તો સાથે જ દિવાળીના તહેવાર માટે એવી માન્યતા જોવા મળે છે કે 14 વર્ષના વનવાસ બાદ રામ ભગવાનના આગમન અને લંકેશવર રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ માનવામાં આવે છે. અને તેની ઉજવણી કરવામાં આવે છે.તો સાથે જ સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે.તો આજે પણ નેપાળમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને ભારતમાં પણ ઉજવવામાં આવે છે.
શુ છે દિપાવલી(diwali) પર લક્ષ્મીની પૂજા માટે મુહૂર્ત
દશેરા પર લંકા પતિ રાવણનું દહન કરવા સાથે દિવાળીનો પર્વની ઉંધી ગણતરી શરુ થઇ જાય છે. હિન્દૂ પંચાંગ મુજબ દહેરો ઠીક 20 દિવસ પછી કારતક માસની અમાવસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે.આ વર્ષના ખુબ સારા મુહર્ત જોવા મળે છે.તો સાથે જ આ સંયોગો એવી રીતે બની રહ્યા છે કે જેમાં જે લોકો પુજા કરશે તેમને ફળ મળવાની સંભાવનાઓ વઘી જાય છે.તો આ વર્ષની દિવાળી 4 નવેમ્બર 2021, ગુરુવારના રોજથી શરૂઆત થાય છે.તો સાથે જ 2 નવેમ્બર ધન તેરસ સાથે શરુ થઇ જાય છે. ધણા લોકો આ મુહૂર્તોની રાહ જોઇને બેઠા હોય છે કેમ કે આ મુહૂર્ત બહુ ખાસ હોય છે.જેના કારણે લોકોની આતુરતાનો અંત આવ્યો છે.અને આ વર્ષના દિવાળીના દિવસે પણ ધણાગ્રહ-નક્ષત્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે.આ વર્ષની દિવાળી ખુબ ખાસ થવાની છે કારણ કે આ દિવસે 4 ગ્રહો એક જ રાશિમાં રહેશે એવો સંયોગ દુર્લભ જ બને છે.તોદિવાળીના દિવસે સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્રમા તુલા રાશિમાં રહેશે. તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. અને તે ભૌતિક સુખ-સુવિધાઓનું કારક છે. એવામાં આ દુર્લભ સંયોગ લોકો પર માતા લક્ષ્મીની કૃપા વરસાવશે તેવી આશા સાથે લોકો દ્વારા પુજા કરવામાં આવશે.. ત્યાં જ કેટલીક રાશિઓના જાતકો તો આ સયોગ કિસ્મત બદલવા વાળું સાબિત થશે.5 દિવસીય પર્વના ત્રીજા દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એને દિવાળીની(diwali) પૂજા કહે છે. આ વર્ષે કારતક માસના અમાવસ્યા 4 નવેમ્બર 2021ના રોજ સવારે 6:03 વાગ્યાથી 5 નવેમ્બર 2021ના રોજ સવારે 2:44 સુધી રહેશે. ત્યાં જ ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત 4 નવેમ્બરે સાન્જ એ 6:09થી રાત્રે 8:20 વાગ્યા સુધી રહેશે. આ રીતે લક્ષ્મી પૂજા કરવા માટે શુભ મુહૂર્તનો સમય લગભગ 2 કલાક 10 મિનિટ રહશે તો સાથે જ આવા મુહર્તો સાથે અનેક સંયોગ સાથે છે એજ એની વિશિષ્ટતા છે.
ધનતેરસ પૂજન માટે શુભ મુહૂર્ત
પ્રાતઃ 9 કલાક 35 મિનિટથી બપોરે 1 કલાક 40 મિનિટ સુધી શુભ છે. અને ત્યાર બાદ બપોરના 3 કલાક 12 મિનિટથી બપોરના 4 કલાક 35 મિનિટ સુધી શુભ સમય રહેશે અને સાંજના સમયે 7 કલાક 20 મિનિટથી રાતના 9 કલાક 5 મિનિટ સુધી શુભ સમય રહેશે તો સાથે જ રાત્રીનું શુભ મુહૂર્ત 10 કલાક 50 મિનિટથી રાતના 4 કલાક 30 મિનિટ સુધી રહેશે.
આ પણ વાંચો:અહીથી નિકળો તો સાવધાન થઈ જજો..બીડી ના સળગાવી તો મુસીબતમાં મુકાઈ શકો છે.
વાઘ બારસના શુભ મુહૂર્ત
ધનતેરસના એક દિવસ પહેલા મંદિરોમાં વાઘ બારસના દિવસે પણ વિશેષે પૂજા વિધિ અને દર્શન થાય છે. તો આ વર્ષે આસો વદ બારસ એટલે કે વાઘ બારસ 1-11-2021ના સોમવારના દિવસે જ આવશે. આવું થવા પાછળનું કારણ ભારતીય પંચાંગમાં ગ્રહો અને પૃથ્વીના ભ્રમણ મુજબ નક્કી થતી કાલગણના કારણે આ વખતે બારસ સોમવારે બપોર પછી રહેશે.અને તે દિવસે પણ સારા મુહૂર્ત જોવા મળે છે
લાભપાંચમના શુભ મુહૂર્ત
દિવાળીના(diwali) તહેવાર પછી પણ લાભ પાંચમ સુધી સામાન્ય રીતે તહેવારનો માહોલ રહે છે. વેપારીઓ નવા વર્ષની બોણી કર્યા પછી લાભ પાંચમના દિવસ સુધી રજા રાખે છે.અને લાભ પાંચમના અવું કહેવામાં આવે છે કે તે દિવસે પુરો દિવસ બધા સારા મુહૂર્ત હોય છે. અને આ દિવસેથી ફરી પોતાનો વેપાર શરું કરે છે. તેવામાં નવ વર્ષના વેપા-ધંધાના મુહૂર્ત કરવા અને સોદા માટે લાભ પાંચમનો દિવસ સર્વોત્તમ છે. આ વખતે લાભપાંચમ એટલે કે કારતક સુદ પાંચમ તા. 9-11-2021 મંગળવારે આવશે. આ દિવસે સાંજના 5 વાગ્યા સુધી પૂર્વાષાઢા નક્ષત્ર છે જે નવા વર્ષના વેપાર-ધંધા મુહૂર્ત કરવા ઉત્તમોત્તમ છે.
ભાઈબીજ
ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈના માથે તિલક કરી તેની આરતી કરી તેના લાંબી આયુ માટે કામના કરે છે. આ દિવસ મૃત્યુના દેવતા યમરાજની પૂજા પણ થાય છે. આ વખતે ભાઈબીજની તિથિ તા. 6-11-2021 શનિવારના દિવસે આવશે. .તો આ વર્ષના ભાઈ બીજની પૂજા સવારે બપોરના 1 કલાક 30 મિનિટથી બપોરના 3 કલાક 45 મિનિટ સુધી કરી શકાય છે.તો સાથે ભાઇ બહેનના આ પર્વ પર બધા સારા મુહૂર્તો જોવા મળે છે,
નૂતન વર્ષના મુહૂર્ત
સવારે 6 કલાક 50 મિનિટથી 10 કલાક 55 મિનિટ સુધી મુહૂર્ત કરવા માટે શુભ સમય છે.તો સાથે જ બપોરના 12 કલાક 23 મિનિટથી 1 કલાક 46 મિનિટ સુધી પણ નવા વર્ષના મુહૂર્ત માટે શુભ સમય છે,તો તે દિવસે મોટા ભાગના સારા કામ કરવામાં આવતા હોય છે. જોકે જોવા જઇએ તો દિવાળીમાં પાંચ દિવસ બધા સારા જ મુહૂર્તો હોય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4