Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝધનતેરસે ભૂલથી પણ ન કરતાં આ ભૂલ નહીંતર…., ગંભીર પરિણામો ભોગવવા પડશે

ધનતેરસે ભૂલથી પણ ન કરતાં આ ભૂલ નહીંતર…., ગંભીર પરિણામો ભોગવવા પડશે

Dhanteras
Share Now

ધનતેરસ (Dhanteras)એ દિવાળી પર્વમાં આવતો સૌથી પહેલો દિવસ છે. આ દિવસે ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. તો નવી વસ્તુની ખરીદીને શુભ માનવામાં આવે છે. જે ખરીદી કરી છે વસ્તુ તે તેર ગણી વધી જાય છે, તેવું માનવામાં આવે છે. ત્યારે આ દિવસે મોટા ભાગના લોકો સોના ચાંદીની વસ્તુઓ ખરીદતા હોય છે. પરંતુ આ વસ્તુઓનું જરૂર ધ્યાન રાખજો.

મુખ્ય દ્વાર પર ગંદકી

ઘરના મુખ્ય દ્વાર કે મેઇન રૂમ સામે બેકાર વસ્તુઓ ન રાખવા જોઇએ. મુખ્ય દ્વારને નવા અવસરો સાથે જોડી અને જોવામાં આવે છે. માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે.

ઘરમાં કચરો ન રાખો

દિવાળી તહેવાર (Festival) પહેલા લોકો ઘરની સાફ સફાઇ કરતા હોય છે, પરંતુ સાફ સફાઇ કર્યાં બાદ વધેલો કચરો જો ધનતેરસ સુધી તમે ભરી રાખશો તો નકારાત્મક ઉર્જાનો વિસ્તાર થશે.

માત્ર કુબેરની જ પૂજા ન કરવી

જો તમે માત્ર કુબેરની પૂજા કરશો તો તે તમારી એક મોટી ભૂલ હોઇ શકે છે. આ દિવસે કુબેરની સાથે માતા લક્ષ્મી અને ધનવંતરીની પણ પૂજા કરવી જોઇએ

દિવસભર ખરીદી ન કરો

મોટાભાગના લોકો ધનતેરસ પર વસ્તુઓ જ ખરીદે છે. મૂર્હુતના હિસાબે જો તમે ખરીદી કરશો તો શ્રેષ્ઠ રહેશે, પરંતુ આ તમામ વચ્ચે ઘરે દિવો કરવાનું ન ભૂલવુ

આ પણ વાંચો: આજે ધન તેરસનાં દિવસે લક્ષ્મીજીની આ રીતે કરો પુજા, ઘરમાં થશે ધનવર્ષા

આજે મંગળવારના દિવસે બપોરે કે સાંજે ઉંઘવાથી બચવું. આવું કરવાથી દરિદ્રતા આવે છે. સંભવ હોય તો રાત્રિ જાગરણ કરો.

ઘરમાં કલેહ ન કરો

ધનતેરસ (Dhanteras)ના દિવસે ઘરમાં કલેહ ન કરવો જોઇએ. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માગો છો તો ઘરની સ્ત્રીઓનું સન્માન કરો.

કોઇને ઉધાર ન આપો

ધનતેરસના દિવસે કોઇને પણ રૂપિયા ઉધાર ન આપવા જોઇએ. આવું કરવાથી લક્ષ્મીનો પ્રવાહ બહાર જાય છે.

ભગવાન જગન્નાથની આરતી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment