Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝપાણીપુરી ખાવો છો ? તો ચેતી જજો

પાણીપુરી ખાવો છો ? તો ચેતી જજો

RMC RAID ON FOOD STREET
Share Now

હમણાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટ મનપા એકશન મોડમાં આવી છે. જો આપ પણ બહારની પાણીપુરી ખાતા હોઈ તો ચેતી જજો. કારણકે જે પાણીપુરી તમે ખાઈ રહ્યા ચો એ છે કેટલા દિવસની વાસી…. મ.ન.પા.ની આરોગ્ય શાખાએ ખાણીપીણીની રાત્રી બજારોમાં દરોડા પાડી પાણીપુરી – ભેળ વગેરે ખાણીપીણીની ૪૦ જેટલી રેકડીઓમાંથી ૨૦ કિલો અખાદ્ય, સડેલી, વાસી ખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો તેમજ ૯ જેટલી ખાદ્ય ચીજોના નમૂનાઓ લઇ સરકારી લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલી આપ્યા હતા.

૯ સ્થળેથી અખાદ્ય ચીજવસ્તુનો નાશ કરાયો

FOOD RAID મ.ન.પા.ની આરોગ્ય શાખાએ ખાણીપીણીની રાત્રી બજારોમાં દરોડા પડ્યા અને આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ ચેકીંગ દરમિયાન જે ૯ સ્થળેથી અખાદ્ય ચીજવસ્તુનો નાશ કરાયો તેમાં ધ ટી કાફે કસ્તુરબા રોડમાંથી વાસી કાપેલા ૧ કિ.ગ્રા ડુંગળી, ઇલેવન એગ્સ શાસ્ત્રીમેદાન સામેથી વાસી સોસ – ૪ કિ.ગ્રા. નાશ, સ્ટાર એગ્સ શાસ્ત્રીમેદાન સામેથી વાસી બટેટા ૨ કિ.ગ્રા, અન્ના મદ્રાસ કાફે માલવિયા ચોકમાંથી ખુલ્લા બટેટાનો મસાલો ૩ કિ.ગ્રા., શ્રી ચાઇનીઝ પંજાબી યાજ્ઞિક રોડમાંથી સોસ – ૧ કિ.ગ્રા., સંતોશ ચાઇનીઝ એસ્ટ્રોન ચોક પાસેથી વાસી મંચુરીયન – ૩ કિ.ગ્રા બજરંગ ભેળ એસ્ટ્રોન ચોક પાસેથી વાસી ચટણી ૨ કિ.ગ્રા., જય અંબે રગડાપુરી મહિલા કોલેજ ચોકમાંથી વાસી કાપેલા ૧ કિ.ગ્રા ડુંગળી, જય શકિત પાણીપુરી મહિલા કોલેજ ચોકમાંથી વાસી પાણીપુરીનું પાણી ૩ લીટર વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ :ખાદ્ય વસ્તુના વેપારીઓ સાવધાન !

૯ સ્થળેથી નમૂનાઓ લેવાયા

રાજકોટ આરોગ્યશાખાની ટિમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે કમિશ્નર ઓફ ફુડ સેફટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેકટેરીયા છે કે નહી? તે અંગે ટેસ્ટીંગ માટે પાણીપુરીનું સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પાણીપુરીના કુલ – ૯ નમુના લઇ કોલ્ડ ચેઇન જળવાઇ રહે તે રીતે ફુડ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલાવેલ છે. લીધેલ નમુનાની વિગત નીચે મુજબ છે

FOOD RAID

પાણીપુરીના સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂનાલેવામાંઆવેલ
(૧) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળ : રસરાજ પાણીપુરી, કોટેચા ગર્લ્સ સ્કુલ બિલ્ડીંગ, કોટેચાનગર મે. રોડ
(૨ ) પાણીપુરી માટેનો બટાકાનો માવો (લૂઝ) સ્થળઃ- રસરાજ પાણીપુરી, કોટેચા ગર્લ્સ સ્કુલ બિલ્ડીંગ, કોટેચાનગર મે. રોડ
(૩) લસણવાળી ચટણી (લૂઝ) સ્થળ :- રસરાજ પાણીપુરી, કોટેચા ગર્લ્સ સ્કુલ બિલ્ડીંગ, કોટેચાનગર મે. રોડ
(૪) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળઃનૈત્રી પાણીપુરી, શોપ નં. ૩, ગોલ્ડન પ્લાઝા, ૧૫૦ રીંગ રોડ
(૫) લસણવાળી ચટણી (લૂઝ) સ્થળઃનૈત્રી પાણીપુરી, શોપ નં. ૩, ગોલ્ડન પ્લાઝા, ૧૫૦ રીંગ રોડ
(૬) પાણીપુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) સ્થળઃ નૈત્રી પાણીપુરી, શોપ નં. ૩, ગોલ્ડન પ્લાઝા, ૧૫૦ રીંગ રોડ
(૭) ખજુરનું મીઠું પાણી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળઃ સાધના ભેળ, બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડ
(૮) સુકા મરચાની લાલ ચટણી (લૂઝ) સ્થળઃસાધના ભેળ, બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડ
(૯) બટેટાનો માવો (લૂઝ) સ્થળઃસાધના ભેળ, બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડ વગેરે સ્થળેથી ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવાયેલ છે.

FOOD RAID

જો આપ પણ શોખીન હોઈ પાણીપુરી ખાવાના તો હવે ચેતી જજો કારણકે રાજકોટ મનપાની રેડ દ્વારા અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખાણીપીણી બજારમાં આરોગ્યના દરોડા ૪૦ સ્થળે ૨૦ કિલો અખાદ્ય ચીજોનો નાશ કરાયો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment