Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝડાર્ક ચોકલેટ ખાધી છે પરંતુ તેનાથી શું થાય છે ખ્યાલ છે ?

ડાર્ક ચોકલેટ ખાધી છે પરંતુ તેનાથી શું થાય છે ખ્યાલ છે ?

healthy dark chocolate
Share Now

 

કોરોના મહામારીનો પ્રકોપ વધતા મોટાભાગના લોકોએ વર્ક ફ્રોમ હોમ શરુ કર્યું છે.જો તમારા બોસ જોડે રક્ઝક થઇ હોઈ અથવા તો વર્ક લોડ વધુ આવતો હોઈ ત્યારે બસ એક કામ કરો ખાઈ લો ડાર્ક ચોકોલેટ, અને તમારા બોસને પણ એક ચોકોલેટ આપી દો જેથી એમનો મૂડ સારો થઇ જાય … ત્યારે ઘરેથી કામ કરતા લોકોએ તણાવ ઓછો કરવા માટે ડાર્ક ચોકલેટ જરૂરથી ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટ ખાવાથી બ્લડ શુગર અને હાર્ટ સંબંધી બીમારીઓ શરીરથી દૂર રહે છે. એટલું જ નહીં ડાર્ક ચોકલેટ કહેવાથી તણાવ ઓછો થાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે લાભકારક સાબિત થઇ શકે છે.

benifits of dark chocolate

voyas vge

ડાર્ક ચોકલેટ શબ્દ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, અને એમાં પણ કોઈ ચોકલેટ આપે કે તરત જ મૂડ સારો થઇ જાય ….. બાળકોથી લઈને વડીલોને ચોકલેટ ખાવાનો ખુબ શોખ હોય છે. તેમાં પણ ડાર્ક ચોકલેટ ખાવી ઘણા લોકોને પસંદ છે. ડાર્ક ચોકલેટ ખાવાના ઘણા ફાયદા છે. ઘણા અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે, ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે. હેલ્થલાઇન અનુસાર ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે.

ચોકલેટનો ઇતિહાસ

ચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે. ઇતિહાસકારો અનુસાર ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી. માનવામાં આવે છે કે કોકો વૃક્ષ, જેમાંથી ચોકલેટ બને છે, તે અમેરિકાના જંગલોમાં સૌથી પહેલા મળી આવ્યું હતું.

આ પણ જુઓ : માછીમારોનું દિલધડક રેસ્ક્યુ: વિડીયો વાયરલ

જાણીયે ડાર્ક ચોકલેટના સેવનથી શું લાભ થાય છે:

– કંટ્રોલમાં રહે છે બ્લડ શુગર

બ્લડ શુગર વધવાથી શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ વધવાનું જોખમ રહેલું છે. ડાર્ક ચોકલેટમાં એવા ઘણા ગુણ રહેલા છે કે જે બ્લડ શુગરને મેન્ટેન રાખે છે. સાથે જ બ્લડ શુગરના સેવનથી ડાયાબિટીસથી પણ બચી શકાય છે.

– સ્ટ્રેસ કરે છે ઓછો

reduce stress

ferns n patels

સ્ટ્રેસથી માણસ માનસિક રીતે ખુબ પરેશાન રહે છે. ઘણી બીમારીઓનું મુખ્ય કારણ સ્ટ્રેસ હોય છે. તણાવથી બચવા માટે ડાર્ક ચોકલેટ લાભકારક સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ડાર્ક ચોકલેટ સ્ટ્રેસ ઓછો કરવાનું મુખ્ય કારણ છે.નેસલે રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે, ડાર્ક ચોક્લેટ અને સ્ટ્રેટને લગતા હોર્મોન્સ વચ્ચે કનેક્શન હોય છે. ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે અને મૂડ પણ સારો થાય છે.

– હાર્ટ સંબંધી બીમારીઓ રાખે છે દૂર

ડાર્ક ચોકલેટમાં રહેલો કાર્ડિયોપ્રોટેક્ટીવ ગુણ હાર્ટને ઘણી ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. જેથી હૃદય સંબંધિત રોગોથી બચવા માટે ડાર્ક ચોકલેટનું સેવન હિતાવહ છે.

– ડાર્ક ચોકોલેટ ફાયદાકારક એન્ટીએજિંગ માટે

ડાર્ક ચોકલેટમાં વધતી ઉંમરના પ્રભાવને ઘટાડવાનો વિશેષ ગુણ રહેલો છે. જે વધતી ઉંમરની અસરને ઘટાડવા માંગતા હોય તેમણે ડાર્ક ચોકલેટનું સેવન જરૂર કરવું જોઈએ. બ્રિટિશ મેડિકલ જર્નલનો દાવો છે કે, ચોક્લેટ ખાવાથી તમારી ઉંમર એક વર્ષ જેટલી વધી શકે છે. ચોકલેટમાં રહેલા એન્ટીઓક્સિડન્ટને કારણે આ શક્ય બનતું હશે.

– બ્લડ પ્રેશરમાં કરે છે ઘટાડો

બ્લડપ્રેશર વધે તેને હાઇપરટેંશન કહેવાય છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે ડાર્ક ચોકલેટનું સેવન જરૂર કરવું જોઈએ. ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમનું પ્રમાણ રહેલું છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં સહાય કરે છે.

– વેઇટલોસમાં પણ ઉપયોગી

ડાર્ક ચોક્લેટમાં ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી લાંબા સમય સુધી તમારું પેટ ભરાયેલું રહેશે. વારંવાર ભૂખ નહીં લાગે તો તમે ખોરાક પણ માપસરનો લેશો અને વજન પણ નહીં વઝે.

– યાદશક્તિ વધારે :

antiaging chocolates

national today

તાજેતરમાં જ થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, જે લોકોને વસ્તુઓ યાદ રાખવામાં તકલીફ પડતી હોય, તેમણે રેગ્યુલર ડાર્ક ચોક્લેટ ખાવી જોઈએ. આનાથી લાંબાગાળે થિંકિંગ પ્રોસેસમાં સુધારો જોવા મળશે.

– દ્રષ્ટિ થઇ છે સારી

ચોકલેટમાં બ્લડ ફ્લો ઈમ્પ્રુવ કરવાના ગુણ હોય છે. આના કારણે દિમાગ પર પણ લોહી વધારે પહોંચે છે અને રેટિનાને પણ લોહી મળી રહે છે. આના કારણે આંખોની દૃષ્ટિ સારી થાય છે.

તમે આજ સુધી એવુ જ સાંભળ્યુ હશે કે ચોક્લેટ ખાવી હેલ્થ માટે હાનિકારક છે. પણ બધી જ ચોક્લેટ નુકસાનકારક નથી હોતી. જો તમે 70 ટકાથી વધારે કોકો ધરાવતી ડાર્ક ચોક્લેટ ખાશો તો તમને ફાયદો થશે. તમે લગભગ 200 ગ્રામ અથવા તો અઠવાડિયામાં ડાર્ક ચોક્લેટના 4 બાર ખાઈ શકો છો.ઈટાલીમાં થયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, રેગ્યુલર ડાર્ક ચોક્લેટ ખાવાથી ઈન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને બ્લડ પ્રેશર પણ ઘટે છે. રેગ્યુલર ચોકલેટ ઈટર્સનું હાર્ટ હેલ્ધી રહે છે. કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે. 2011માં સ્વીડનમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે, જે મહિલાઓ અઠવાડિયામાં 45 ગ્રામથી વધારે ચોક્લેટ ખાય છે, તેમનામાં સ્ટ્રોકના ચાન્સ 20 ટકા ઘટી જાય છે. વૉટ આર યુ વેઇટિંગ ફોર ?? કુછ મીઠા હો જાયે …ડાર્ક ચોકલેટના ફાયદા જાણીયા તો ખાઈ લો એક ચોકલેટ અને બનાઈ દો આપનો મૂડ સારો.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment