Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટખબર છે સેલ્ફીની રાજધાની કઈ છે ? ??

ખબર છે સેલ્ફીની રાજધાની કઈ છે ? ??

SELFI HISTROY
Share Now

ફોટોગ્રાફી શબ્દ સાંભળીને દરેક ખુશ થઇ જાય કારણકે દરેકને યાદો કેપ્ચર કરવી ગમે છે. આજની યુવા પેઢી સેલ્ફી પાછળ ગાંડી બની ગઈ છે, દોસ્તો સાથે મુલાકાત હોય કે પછી મસ્તીભરી ક્ષણો, પારિવારિક મહેફિલ હોય કે લગ્ન પ્રસંગ દરેકે દરેક પ્રસંગ સેલ્ફી લીધા વિના અધૂરો ગણાય છે. અરે કેટલીક વાર તો યુવાનો માત્ર સેલ્ફી પડાવવા જ તૈયાર થતાં હોય એવા પણ કિસ્સા છે. દર વર્ષે 19 ઓગષ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ મનાવવામાં આવે છે. આ દિવસ એવા લોકોને સમર્પિત હોય છે, જેમણે ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી દીધી છે. એક સમય હતો જ્યારે લોકો પાસે કેમેરો ન હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં લોકો ફોટો પડાવવા માટે કેટલાય કિલોમીટર દૂર ફોટો સ્ટૂડિયોમાં જતા હતા. પરંતુ આજના સમયમાં લગભગ બધા જ લોકો પાસે કેમેરો અથવા કેમેરાવાળો મોબાઇલ હોય છે જેની મદદથી તેઓ ક્યાંય પણ અને ક્યારેય પણ પોતાની યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરી શકે છે તેને પોતાની પાસે હંમેશા માટે સાચવીને રાખી શકે છે.. વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે જે ફોટોગ્રાફીના શોખીન છે અને તેમણે ફોટોગ્રાફીને જ પોતાનું કરિયર બનાવી લીધું છે. ખાસ કરીને આ પ્રકારના જ લોકો માટે અને વિશ્વભરના ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. જાણો, ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ નો ઇતિહાસ શું છે અને આ દિવસ મનાવવા પાછળની સ્ટોરી શું છે?

PHOTOGRAPHY

EVENT RITE

‘ફોટોગ્રાફી ડે’ મનાવવા પાછળની સ્ટોરી

‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ મનાવવા પાછળની સ્ટોરી સેંકડો વર્ષ જૂની છે. આજથી લગભગ 181 વર્ષ પહેલા બનેલી એક ઘટના બાદથી જ આ દિવસ મનાવવામાં આવે છે. 1826માં દુનિયાની પ્રથમ તસવીર લેનારનો શ્રેય ફ્રાન્સના ઈન્વેટર જોસેફ નાઈસફોર અને તેમના મિત્ર લુઈસ ડૉગેરને જાય છે. તેમણે પોતાનું અડધું જીવન કેમેરાથી તસવીર લેવા માટે સમર્પિત કર્યુ. તેમની ઉપલબ્ધિને દુનિયા ‘ડૉગેરોટાઈપ’ પ્રોસેસ કહે છે અને તેને સન્માન આપવા માટે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવવામાં આવે છે.9 જાન્યુઆરી,1839ના રોજ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સિસએ આ પ્રોસેસની જાહેરાત કરી અને કેટલાક મહિના બાદ 19, ઓગસ્ટ 1839ના રોજ ફ્રાન્સ સરકારે આ પ્રક્રિયાને કોઈ પણ કોપીરાઈટ વગર દુનિયાને ગિફ્ટ આપવાની જાહેરાત કરી. ત્યારથી 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવવામાં આવે છે.

PHOTGRAPHY DAY

SHIKSHA’

 

સેલ્ફીની શરૂઆત

SELFI

GSTV

વિશ્વની સૌ પ્રથમ સેલ્ફ- પોટ્રેઈટ (સેલ્ફી) લેવાનું શ્રેય રોેબર્ટ કોર્નેલિયસના ફાળે જાય છે. તેણે ૧૮૩૯માં તેણે ખેંચેલા સેલ્ફ પ્રોટેઈટ ફોટોને વિશ્વની પહેલી સેલ્ફીનું બિરુદ મળ્યું હતું. જો કે તે સમયે તેઓ એ બાબતથી અજાણ હતા કે તેમની આ પ્રકારની પોતાની તસવીર ક્લિક કરવાની કળા ભવિષ્યમાં સેલ્ફીના નામથી પ્રચલિત થશે.. તે તસવીર આજે પણ યૂનાઇટેડ સ્ટેટ લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ પ્રિન્ટમાં ઉપલબ્ધ છે. આજકાલના ટીનેજર્સ એક સારી સેલ્ફી લેવામાં આશરે સપ્તાહમાં એક કલાક વેડફતા હોય છે. મહિલાઓ પુરૂષ કરતાં વધુ સેલ્ફી કાઢે છે. પરંતુ વધારે પ્રમાણમાં સેલ્ફી પાડતા પુરૂષોમાં પોતાના વખાણ અને મનોવિકૃતિનું મોટું પ્રમાણ હોવાની સંભાવના છે.

આ પણ વાંચો : ફરીથી દેવદૂત બની વાયુસેના : કાબુલથી ભારતીયોને લઈને રવાના થયું એરફોર્સનું C-17 વિમાન

એફીલ- ટાવર (વિશ્વનો પ્રખ્યાત સેલ્ફી પોઈન્ટ)

SELFI POINT

GSTV

પેરિસ શહેરમાં સૌથી પ્રખ્યાત અને પર્યટકોના માનીતી સેલ્ફી લેવાની જગ્યા એટલે એફિલ ટોવર. પેરિસને પ્રેમ, રોમાન્સ અને પ્રકાશનું શહેર મનાય છે. તેના સિવાય આ વિશ્વનું સેલ્ફી લેવાનું પણ સૌથી મનપસંદ સ્થાન છે. તે સિવાય વિશ્વની ટોચની ફોટો ટૂર અને પેરિસમાં આવતી ખાનગી પર્યટક સંસ્થાઓ પણ એફિલ ટોવરની મુલાકાત અચૂક ગોઠવે જ છે.

મકાતી શહેર-સેલ્ફીની રાજધાની

SELFI CAPITAL

TOTAL SORORITY LOVE

ફિલીપાઈન્સમાં આવેલું મકાતી શહેર સેલ્ફીની રાજધાની મનાતો હોવાનો અહેવાલ આંતરરાષ્ટ્રીય સમાચારના મેગેઝીનમાં અભ્યાસમાં જણાવાયો હતો. મકાતી બાદ બીજા અને ત્રીજા નંબરે મેનહટ્ટન અને મિઆમી શહેર આવે છે. આ રાજધાની તે શહેરના ક લોકોેની સેલ્ફી પાછળની ઘેલછા જાણ્યા બાદ ઘોષિત કરાઈ હતી.

પ્રથમ વૈશ્વિક ઑનલાઇન ગેલેરી

19 ઓગષ્ટ, 2010ના રોજ પ્રથમ વૈશ્વિક ઓનલાઇન ગેલરીની યજમાની કરવામાં આવી હતી. આ દિવસ ફોટોગ્રાફીના શોખીન અથવા પ્રોફેશનલ ફોટોગ્રાફરો માટે ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે ભલે તે અત્યાર સુધીની પ્રથમ ઓનલાઇન ગેલેરી હતી પરંતુ આ દિવસે 250 થી વધુ ફોટોગ્રાફરોએ તસવીરોના માધ્યમથી પોતાના વિચારો શેર કર્યા હતા અને 100થી વધુ દેશોના લોકોએ વેબસાઇટમાં ફોટોગ્રાફી ટેલેન્ટને નિહાળ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment