Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝશું તમે જાણો છો કે ઝીબ્રા ક્રોસિંગ શું છે?

શું તમે જાણો છો કે ઝીબ્રા ક્રોસિંગ શું છે?

zebra crosing photo
Share Now

ઝીબ્રા ક્રોસિંગ શું છે ?

શું આપ જાણો છો કે ઝીબ્રા ક્રોસિંગ શું છે?  આ ઝીબ્રા નામના પ્રાણીના શરીર પર દેખાતા ચટ્ટા-પટ્ટા જેવી ડીઝાઇન આપણને રોડ રસ્તા પર જોવા મળે છે. જેનાથી આપણે બધા પરિચિત જ છીએ. રસ્તો ઓળંગતી વખતે શું તેના વિશે ક્યારેય વિચાર્યું છે? ઝીબ્રા ક્રોસિંગ એ ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો પર જોવા મળે છે. જે રસ્તા પરથી ચાલીને જતા રાહદારીઓ માટે માર્ગ સુરક્ષિત કરે છે.  શહેરોના સૌથી લોકો અનુકૂળતાથી રસ્તો ઓળંગી શકે તે માટે સરકાર દ્વારા રસ્તા પર ઝીબ્રા ક્રોસિંગ બનાવવામાં આવે છે. તેનો અર્થ એમ છે કે, જયારે રાહદારીઓ ઝીબ્રા ક્રોસિંગ પરથી પસાર થાય છે ત્યારે વાહનોના ટ્રાફિકને અટકી જવાનું છે. દુર્ભાગ્યે, આપણે ત્યાં મોટાભાગે આ નિયમનું પાલન નથી થતું.

zebra crosing photo

VectorStock

ઝીબ્રા ક્રોસિંગનો ઉદ્ભવ

ઝીબ્રા ક્રોસિંગનો ઉદ્દભવ 31 ઓક્ટોબર, 1951 ના રોજ થયો હતો. યુ.કે.( United Kingdom ) માં યુદ્ધ પછી માર્ગ પર ટ્રાફિક વધતા જાનહાનિ વધી રહી હતી. જો કે, આ સમયે લોકો પાસે વધુ પ્રમાણમાં વાહનો હતા નહી, પરંતુ ટ્રાફિક વધવાના કારણે પદયાત્રીઓને રસ્તેથી નીકળવામાં વધુ મુશ્કેલી પડતી. જેથી અકસ્માતો પણ વધુ થતા. અને પદયાત્રીઓ સાથે અકસ્માત થતા લોકોના મૃત્યુનો પણ વધુ ભય રહેતો. આથી, મેટલ સ્ટડ્સ દ્વારા પદયાત્રીઓના ક્રોસિંગને ચિહ્નિત કરવામાં આવ્યું હતું. વાહનોને રસ્તા પર ક્રોસિંગ જોવામાં સરળતા રહે તે માટે રાહદારીઓની ક્રોસિંગની નિશાનીઓની જરૂર હતી.

zebra crosing photo

punchnamunews

U.K. માં થયો પ્રયોગ

1940 ના અંતમાં, યુ.કે.ની આજુબાજુના એક હજાર સ્થળોએ વિવિધ માર્ગ નિશાનીઓ સાથે પ્રયોગો કરવામાં આવ્યા હતા. ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ સૌ પ્રથમ 1949 માં યુનાઇટેડ કિંગડમની 1,000 પ્રાયોગિક સાઇટ્સ પર થયો હતો. તેમાંની એક પેટર્ન ખુબ જ અસરકારક સાબિત થઇ. જે હતી કાળા અને સફેદ પટ્ટાઓની…જેનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. કાળા રોડ પર સફેદ પટ્ટાઓ વાહનચાલકને દુરથી દેખાઈ આવે છે. આથી, ડ્રાઈવરને દુરથી જ વાહનની ગતિ ધીમી પાડવાનો સંકેત મળી જાય છે.

zebra crosing photo

Hindustan times

ટ્રાફિક એક્ટ

પેડેસ્ટ્રિયન ક્રોસિંગ્સ મૂળ રીતે બ્રિટનમાં કાયદામાં માર્ગ ટ્રાફિક એક્ટ 1934 ની કલમ 18 દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. 1940 ના દાયકામાં, રસ્તાના નિશાનોને ક્રોસિંગ ડિઝાઇનમાં ઉમેરવામાં આવ્યા હતા. આ પટ્ટાઓ ઝીબ્રાના કોટ જેવું દેખાય છે. ઝીબ્રા જેવા દેખાતા આ ચિહ્નથી આ નીશાનીનું નામ પડ્યું ઝીબ્રા ક્રોસિંગ. જો કે, ઝીબ્રા શીર્ષકની ઉત્પત્તિ ઘણી વિવાદિત રહી છે. બ્રિટિશ સાંસદ જેમ્સ કૈલાઘનને 1948 માં દેશની પરિવહન અને માર્ગ સંશોધન પ્રયોગશાળાની મુલાકાત લીધી હતી, જે સલામત પદયાત્રીઓના ક્રોસિંગ માટેના નવા વિચાર પર કામ કરી રહી હતી. ત્યારે તેમને કાળી અને સફેદ ડિઝાઇન બતાવવામાં આવી હતી.

 

બ્રિટનમાં સપ્તરંગી ક્રોસિંગ

zebra crosing photo

Wikipedia, facebook

2013 માં હેલસિંકીમાં રશિયન દૂતાવાસોની બહાર ઝીબ્રા ક્રોસિંગને લેસબિયન અને ગે લોકો પ્રત્યે રશિયન સરકારની નીતિનો વિરોધ કરવા સપ્તરંગીના રંગોથી દોરવામાં આવી હતી. કારણ કે, મેઘધનુષ્ય એલજીબીટી સંસ્કૃતિનું પ્રતીક છે. ઝીબ્રા ક્રોસિંગ રાહદારીઓને પ્રાધાન્ય આપે છે. જ્યારે કોઈ ક્રોસિંગ પરથી રસ્તો ક્રોસ કરે છે ત્યારે વાહનોએ પદયાત્રીઓને માર્ગ આપવો પડે છે.                                  જુઓ આ વિડીયો : ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત

સ્પીડ બ્રેકર પર ઝીબ્રા ક્રોસિંગ

સામાન્ય રીતે, ઝીબ્રા ક્રોસિંગ માટે રસ્તાઓ પર કાળા અને સફેદ રંગના પટ્ટાઓ પેઈન્ટ કરવામાં આવે છે. આ પટ્ટાઓ 40-60 સે.મી. (16-24 ઇંચ) પહોળા હોય છે. અનેક રોડ પર ઝીબ્રા ક્રોસિંગ્સ સ્પીડ બમ્પ પર પણ મૂકવામાં આવ્યા હોય છે. જે પદયાત્રીઓની સલામતી માટે કરવામાં આવ્યું હોય છે. કારણ કે સ્પીડ બમ્પ ઉપર જવા માટે ડ્રાઇવરોને ધીમું કરવાની જરૂર છે. આથી જો વાહનચાલકને દુરથી ઝીબ્રા ક્રોસિંગ ન દેખાય તો પણ સ્પીડ બમ્પ પર વાહન ધીમું કરતા દુર્ઘટના સર્જાવાની સંભાવના ઘટી જાય છે.

zebra crosing photo

IndiaMART, The Rajkot News

માર્કિંગ મશીન દ્વારા પેઈન્ટ

ઝીબ્રા ક્રોસિંગની લાઇન સામાન્ય રીતે રોડ માર્કિંગ મશીન દ્વારા બનાવવામાં આવે છે. કારણ કે ક્રોસિંગ લાઇનોની પહોળાઇ અન્ય ટ્રાફિક લાઇન કરતા પહોળી હોય છે. આ મશીન હાથથી ધકેલવામાં આવે છે. ઝીબ્રા કોર્સિંગની આગળ પાછળ રોડ પર ઘણી વાર લાઈટો પણ જો મળે છે. જેથી, વાહનો રાત્રીના સમયે ત્યાં ઝીબ્રા ક્રોસિંગ અને સ્પીડ બ્રેકર હોવાનું જાણી શકે છે. 

zebra crosing photo

Tribune india

ભારતમાં અનેક લોકો નિયમોથી અજાણ

ભારતમાં ટ્રાફિક સિગ્નલ સાથે ઝીબ્રા ક્રોસિંગના પણ અનેક નિયમો છે. જો કે, એ વાત અલગ છે કે ખુબ થોડા લોકોને આ નિયમોની જાણ હોય છે. આપણે અહી ઝીબ્રા ક્રોસિંગના નિયમોને અવગણે છે અને રસ્તા પર વધુ ટ્રાફિક હોય ત્યારે રાહદારીઓને જ ટ્રાફિક ઓછો થવાની રાહ જોવી પડે તે છે તે પણ વાસ્તવિકતા છે. ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં ટ્રાફિક વોર્ડન દ્વારા ટ્રાફિકને તો કંટ્રોલ કરવામાં આવે છે પણ શું તે ઝીબ્રા ક્રોસિંગના નિયમોનું પાલન વાહનચાલકો પાસેથી કરાવે છે ? નહી, ટ્રાફિક વોર્ડન ઝીબ્રા ક્રોસિંગ પરથી રાહદારીઓ પસાર થાય ત્યારે ભાગ્યે જ વાહનોને રોકતા હશે.

zebra crosing photo

public.app

ક્રોસિંગ ન હોય તો અકસ્માત વધે ?

ક્યારેક તો ઘેરા સફેદ રંગના પટ્ટા પણ ઝાંખા થઇ જતા વાહનચાલકો ઝીબ્રા ક્રોસિંગ સામે જોતા પણ નથી. આથી જ કદાચ, મોટા સીટીમાં અકસ્માતનું પ્રમાણ વધુ છે. ત્યારે રસ્તા પરથી નીકળતા દરેક રાહદારીઓએ ઝીબ્રા ક્રોસિંગ વિષે તમામ માહિતી મેળવી લેવી જોઈએ. તેમજ વાહનચાલકો અને પદયાત્રી સૌએ ઝીબ્રા ક્રોસિંગના નિયમોનું પાલન કરવું જોઈએ.  

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment