Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝશું તમે જાણો છો…… શા માટે ચતુર લોકો જ પીવે છે કોફી ???

શું તમે જાણો છો…… શા માટે ચતુર લોકો જ પીવે છે કોફી ???

coffee benifits
Share Now

“અ બેડ ડે ઇસ બેટર વિથ કોફી વિચ મેક્સ ડે ગુડ” ચા પછીનું ફેવરિટ પીણું “કોફી” છે. ઘણા લોકોને સવારે ઉઠીને તરત કોફી પીવાની ટેવ હોય છે. એટલે કે કોફી પીધા વગર તેમની સવાર નથી પડતી. ઘણા લોકોને હોટ કોફી પસંદ છે તો ઘણા લોકોને કોલ્ડ કોફી. કોફી પીવાના ઘણા ફાયદા છે જે જાણી આપ પણ ચોંકી જશો …. દૂધ કે ખાંડ ઉમેર્યા વિના બે થી ત્રણ કપ બ્લેક કોફી પીવાથી યકૃતના રોગોનું જોખમ ઓછું થાય છે. નિષ્ણાંતો કહે છે કે બ્લેક કોફી પીવાથી લીવરના કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે. કોફીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 5, વિટામિન બી 3, રેબોફ્લેવિન વિટામિન બી 2 હોય જે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી હોઈ છે.

coffee benifits

qatar living

કોફી પીવાના ફાયદા જાણીએ:

થાક કરશે દૂર

વધુ પડતું કામ અને બહારના નાસ્તાને કારણે શરીરમાં ઉર્જા નથી રહેતી. તેથી શરીરમાં બહુ જ થાક લાગે છે..થાક લાગે ત્યારે તમને કંઈ સુઝતું નથી..તેવામાં એક કપ કોફી પીશો તો તમને થાકનો અનુભવ નહીં થાય. કોફી તણાવ મુક્ત કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે

કેન્સર માટે લાભદાયી

કોફી ચામડીના કેન્સર ને દુર કરવા માટે ખુબ જ લાભદાયી છે. જે લોકો દિવસમાં 3 કપ કોફી પીવે છે. તેમને ત્વચાનું કેન્સર થવાનો ખતરો ઘણો ઓછો થઇ જાય છે. કોફી લીવર કેન્સરમાં પણ મદદરૂપ સાબિત થાય છે.

સફેદ વાળથી મળશે છુટકારો

15થી 16 વર્ષના યુવાનોના વાળ ઘોળા થવા એ કોઈ મોટી વાત નથી. પ્રદૂષણ અને ભેળસેળ યુક્ત ખોરાક ખાવાથી નાની ઉંમરમાં જ યુવાનોના વાળ ધોળા થઈ જાય છે. ધોળા વાળથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાય કોફી છે. કોફી પીવાથી અથવા વાળમાં લગાવવાથી કોઈ આડઅસર થતી નથી. કોફી માં ફોલિકલ્સ જોવા મળે છે. તેનાથી વાળ મૂળ માંથી જ મજબૂત બને છે. અને અકાળે સફેદ થતાં અટકાવે છે.

આ પણ વાંચો : પોપકોર્નથી વજન પણ ઘટે !!!

વજન પણ ઘટાડશે

ફેટી બોડી વાળા યુવકો માટે કોફી બેસ્ટ છે. કોફી માં રહેલ કૈફીન આપણા શરીર માં રહેલ ચરબી ઘટાડે છે. જે લોકો વજન ઓછુ કરવા માંગે છે તે કોફીની મદદથી વજન ઓછું કરી શકે છે. જલ્દીથી વજન ઓછું કરવું હોય તો ખાંડ વિના બ્લેક કોફી પીવો. કોફી તમારા પેટને અંદર રાખવામાં પણ મદદ કરે છે. પેટ સાફ રહે છે. કોફી એ મૂત્રવર્ધક પીણું છે. ખાંડ વિના બ્લેક કોફી પીવાથી ઝેર અને બેક્ટેરિયા થી શરીર દૂર રહે છે અને પેટ સાફ પણ રહે છે.

ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક

કોફી ડાયાબિટીસના દર્દી માટે પણ ખુબજ ફાયદાકારક છે. દિવસ માં ૩ થી ૪ કપ કોફી પીવાથી ડાયાબિટીસનું જોખમ ૫૦ % સુધી ઘટી જાય છે. તેના ઉપયોગથી શરીરમાં પોલિફેનલ બની શકે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે.

આયુષ્ય વધશે

healthy coffee

ladders

કોફીના બેથી વધારે કપ તમને લાંબુ જીવન આપી શકે છે. એટલે જો તમે દરરોજ બે કપ કોફી પી રહ્યા છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમે કોફી દરરોજ પીવો છો અથવા લાંબા સમય થી તેનું સેવન કરી રહ્યા છો તો તમારી ઉંમરમાં ઘણો વધારો થાય છે. હવે જાણીશું કોફી પીવાથી કોને થાય છે નુકસાન

પ્રેગ્નેટ મહિલા

ઘણા લોકોને કોફી પીવાની આદત હોય છે. પણ કોઈ પણ વસ્તુનું સેવન શરીર માટે વધારે પ્રમાણ સારૂ નથી….તેમજ પ્રેગ્નેટ મહિલાઓને ક્યારેય કોફી ન પીવી જોઇએ, તેમના માટે તે હાનિકારક સાબિત થઇ શકે છે. કોફીના વધારે પડતા સેવન થી ગર્ભપાત, નવજાત બાળકનું વજન ઓછુ થવું તેવા પ્રોબ્લેમ ઉભા થાય છે. કોફીમાં કૈફીન નામનું દ્રવ્ય રહેલું હોય છે. જેનું વધારે પડતું સેવન શરીરની નસો ને કમજોર કરી નાખે છે. જેના કારણે ગભરાટ,નિરાશા અને ડિપ્રેશન જેવી સમસ્યા પણ ઉત્પન થઈ શકે છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment