Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઑટો & ગેજેટ્સતમને ખબર છે ફોન શા માટે બ્લાસ્ટ થાય છે ?

તમને ખબર છે ફોન શા માટે બ્લાસ્ટ થાય છે ?

Phone blast
Share Now

સ્માર્ટ ફોન બનો જીવન જરૂરીયાત 

ટેકનોલોજીના આ યુગમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ સૌથી વધુ થાય છે. ત્યારે સમાજમાં એવા પણ અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવે છે કે સ્માર્ટ ફોનની બેટરી ફૂલી ગઈ, સ્માર્ટ ફોન બ્લાસ્ટ થઇ ગયો. સ્માર્ટ ફોનનો વપરાશ વધતા ફોન બ્લાસ્ટ થવાના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. ત્યારે શા માટે સ્માર્ટ ફોન બ્લાસ્ટ થાય છે તે પણ જાણવું જરૂરી છે. મોબાઈલની બેટરી લીથીયમ આયનની બનેલી હોય છે જે ચાર્જ કરવાથી ખુબ જ ગરમ થઇ જાય છે. એવામાં ફોનનો ઉપયોગ વધુ કરવામાં આવે તો ફોન વધુ ગરમ થઇ જાય છે. જે લાંબા સમયે બ્લાસ્ટ થવાની શક્યતાઓમાં વધારો કરે છે. જો આપનો ફોને પણ વધુ પડતો ગરમ થઇ રહ્યો છે તો ઝડપથી તેને બદલાવી નાખવો જોઈએ.

Phone blast

mukhya samachar rajkot


ચાર્જમાં રાખી ફોન પર વાત કરવાથી થઇ શકે છે બ્લાસ્ટ 

આપણી ફોનમાં વાત કરવાની રીત થોડા ઘણા અંશે બદલાવવી જોઈએ. ઘણી વખત ફોનમાં બેટરી લો હોય તો લોકો તેને ચાર્જમાં રાખીને તેનો ઉપયોગ કરતા હોય છે જે ખુબ જોખમી છે. મોબાઈલ ચાર્જ થતો હોય ત્યારે તે ખુબ ગરમ થઇ જાય છે તેવામાં જો ફોન પર વાત કરવામાં આવે તો તે વધુ ગરમ થઇ જાય છે જેનાથી ફોનની બેટરીને નુકસાન થાય છે અને તે ક્યારેક બ્લાસ્ટ થઇ શકે છે. ઉપરાંત, કોઈ ઉષ્ણતામાન વાળી જગ્યાઓ પર મોબાઈલ ન રાખવો જોઈએ. ઘણી વખત યુઝર્સની ભૂલોને કારણે પણ બેટરી ઓવરહિટ થઈ બ્લાસ્ટ થાય છે. બેટરીના સેલ ડેડ થતાં રહે છે. તો ફોનની અંદર કેમિકલ ચેન્જિસ થાય ત્યારે પણ બ્લાસ્ટ થઈ શકે છે.

Phone blast

khabrchhe

તમારા ફોનને બ્લાસ્ટ થતો બચાવવા આટલું કરો. 

– ઓરીજનલ ચાર્જરનો ઉપયોગ કરો
– બેટરી ખરાબ થઇ જાય ત્યારે બેટરી નહિ ફોન બદલો
– ફોનને આખી રાત ચાર્જમાં ન રાખો
– ફોનને ચાર્જમાં રાખી બાજુમાં લઈને ન સુવો
– મોબાઇલની બેટરી 85% સુધી ચાર્જ કરવું યોગ્ય છે.
– મોબાઈલને કોઈ ગરમ જગ્યા કે તડકામાં ચાર્જ ન કરો
– ચાર્જમાં રાખી ફોન પર વાત ન કરો
– અન્ય ઉપકરણોની બાજુમાં ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ
– જો વાત કરતા કરતા ફોન ઓવરહીટ થાય તો ફોનના ઠંડા થવાની રાહ જુઓ
– ફોન પાણીમાં પડી જાય તો તેને ચાર્જ ન કરો

આ પણ વાંચો : યુવક મોબાઇલ પર વાત કરી રહ્યો હતો, ત્યારે જ હેડફોનમાં બ્લાસ્ટ થયો

ફોન માણસની આદત બની છે

મોબાઈલ ફોન માણસના જીવનનો એક એવો મહત્વનો હિસ્સો બની ગયો છે કે એક ટાઈમ કદાચ જમ્યા વગર ચાલશે પરંતુ સ્માર્ટ ફોન વગર તો નહિ જ ચાલે. પરંતુ મોબાઈલ જેટલો ફાયદાકારક છે એટલો જ હાનીકારક પણ છે. મોબાઈલનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે માણસને જો ઘડી બે ઘડી નવરાશની મળે તો એ સમયમાં પણ તે ફોનમાં કઈ ને કઈ જોવા લાગે છે. મોબાઈલ ફોન માણસની આદત બની ગઈ છે. ત્યાં સુધી કે, નાના બાળકોને તો ફોનમાં કઈ શીખવવું પણ નથી પડતું.

Phone blast

P Tharad

કોરોનાકાળમાં સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો

હાલ કોરોનાકાળમાં લોકડાઉનમાં લગભગ દરેક લોકોને ખુબ વધુ પડતો નવરાશનો સમય મળ્યો જેમાં પણ સ્માર્ટ ફોનનો વપરાશ વધી ગયો. ઉપરથી બાળકોનું શિક્ષણ પણ ઓનલાઇન થઇ ગયું તો જે લોકોએ બાળકોને સ્માર્ટ ફોનથી દુર રાખવા ફોન નહોતા ખરીદ્યા તે લોકોએ પણ સ્માર્ટ ફોનની ખરીદી કરી લીધી છે. કદાચ લોકડાઉન બાદ સૌથી વધુ ખરીદ-વેચાણ સ્માર્ટ ફોનનું જ થયું હશે. પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા પહેલા લોકો તેનાથી થતા નુકસાન વિષે જાણવાની તો વાત દૂરની તે અંગે વિચારતા પણ નથી. મોબાઈલ ફોન સ્વાસ્થ્ય માટે કેટલો હાનીકારક છે તેના વિષે પણ જાણવું જોઈએ.

Phone blast

quora

ફોન બ્લાસ્ટ થતા યુઝર્સનું મૃત્યુ પણ થઇ શકે છે 

ફોન ચાર્જિંગ પર લગાવી મ્યુઝિક સાંભળવા કે ઉપયોગ કરવા પર અનેક દુર્ઘટનાના કેસ સામે આવ્યા છે, તો ઘણા કેસમાં યુઝરનું મૃત્યુ પણ થયું છે. તેથી ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે મોબાઈલ ડિવાઈસ નજદીક રાખી સૂવાથી બ્રેન સિગ્નલમાં અવરોધ થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. કારના ડેશબોર્ડ પણ ફોન ન મુકવો, ચાર્જમાં મૂકી ફોન ઓશિકા નીચે ન મુકવો, સ્માર્ટફોનને પાવર સ્ટ્રિપ એક્સટેન્શન બોર્ડથી ચાર્જ ન કરવા જેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એ હમેશા યાદ રાખો કે, મોબાઈલ ખુબ વધુ પડતો ગરમ થઇ જવાથી જ બ્લાસ્ટ થાય છે. વધુ ગરમ થઇ જત ફોનમાં પહેલા બેટરી ખરાબ થઇ જાય છે અને ત્યારબાદ પણ ઉપયોગ કરવાથી ક્યારેક તે બ્લાસ્ટ થઇ શકે છે. જો કે, ફોન બ્લાસ્ટ થાય તે પહેલા ફોનમાં અમુક પ્રકારના ફેરફાર જોવા મળે છે. ફોન વધુ ગરમ થઇ જાય અને બ્લાસ થવાનો હોય ત્યારે મોબાઈલની સ્ક્રીન બલર થઇ જાય છે અથવા સ્ક્રીનમાં ડાર્કનેસ આવી જાય છે. વાત કરતા કરતા ફોન થોડી વારમાં જ ગરમ થઇ જવો, વારંવાર ફોન હેંગ થાય, ધીમો ચાલે છતાં વધુ ઉપયોગ કરવાથી ફોન બ્લાસ્ટ થઇ શકે છે.

Phone blast

sanj samachar

જો બેટરી ફૂલી ગઈ છે તો તાત્કાલિક ફોન બદલો 

જો તમારા ફોનની બેટરી ફૂલેલી હોય તો વહેલી તકે ફોન બદલી નાખવો જોઈએ. કેમ કે, ફૂલેલી બેટરીમાં બ્લાસ્ટ થવાની સંભાવના વધુ રહે છે. ભૂલથી પણ તમારા ફોનને દુરથી ફેંકવો ન જોઈએ તેમાં ધમાકો પણ થઇ શકે છે. જો સ્માર્ટ ફોનને હાથમાં લેતા જ ગરમ થઇ જતો હોય તો એક વાર સ્પીન ટેસ્ટ જરૂરથી કરાવી લેવો જોઈએ. ચાર્જીંગ થતું હોય ત્યારે મધરબોર્ડ પર દબાવ પડે તો પણ બેટરી ફાટવાનો ખતરો વધી જાય છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment