મા લક્ષ્મીજીની જેના પર કૃપા થઈ જાય છે, તે ઘન-ઘાન્યથી સંપૂર્ણ થાય છે. તેના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ ઉણપ રહેતી નથી. પૌરાણિક માન્યતા અનુસાર, લક્ષ્મીજીના ઉત્પતિ પાછળ બે કથાઓ પ્રચલિત છે. પહેલી કથા અનુસાર, લક્ષ્મીજી, સમુદ્ર મંથન દરમિયાન નીકળ્યા હતા. બીજી કથા અનુસાર, તે ભૃગુ ઋષિની દીકરી છે. એક એવી પણ માન્યતા છે કે, માતા લક્ષ્મીના આઠ સ્વરુપ છે. ભારતમા ઘણી બધી જગ્યા જુદા-જુદા લક્ષ્મીજી બિરાજમાન છે. દરેક મંદિરનું એક આગવી જ પ્રથા પણ છે. તેવા જ એક લક્ષ્મી મંદિરની વાત કરીએ જે કર્ણાટકના ડોડાગડ્ડાવલી (Doddagaddavalli Lakshmi Devi Temple) ગામમાં આવેલું છે.
Doddagaddavalli ગામનું અત્યંત પ્રાચીન મંદિર
સમુદ્ર મંથન દરમિયાન ઉત્પન્ન લક્ષ્મી મા ધનના દેવી છે. તે ભગવાન વિષ્ણુની સાથે વૈકુંઠમાં બિરાજમાન છે. ભારતમાં એવા ઘણા મંદિર છે જ્યાં મા લક્ષ્મીજીના અલગ-અલગ સ્વરુપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. કર્ણાટકના હાસન જિલ્લાના ડોડાગડ્ડાવલી (Doddagaddavalli) ગામમાં પણ માતા લક્ષ્મીનું અત્યંત પ્રાચીન મંદિર છે. ભક્તો મનોકામના પૂર્ણ કરવા દૂર દૂરથી અહીં આવે છે.
ઉલ્લેખનિય છે. આ મંદિરનું નિર્માણ હોયસલ સામ્રાજ્યના શાસક વિષ્ણુવર્ધને કર્યુ હતુ. આ મંદિર હોયસલ વાસ્તુશિલ્પ શૈલીના સૌથી જૂના મંદિરો પૈકી એક છે. માન્યતા અનુસાર, લક્ષ્મી માતા મંદિરનું નિર્માણ કલ્લાહાન રહુતાના પત્ની સહજ દેવીએ કરાવ્યા હતા. સહજ દેવી માતાજીની મોટા ભક્ત હતા. કલ્લાહાન રાહુતા હોયસલના દરબારમાં દરબારી હતા.
મંદિરની ચારેય તરફ નારિયેળના વૃક્ષો છે અને પાસે જ એક સુંદર નદી છે. જે મંદિરની સુંદરતાને વધારે નિખારે છે. મંદિરની ચારેય દિશાઓમાં ચાર કક્ષ છે. જે પરસ્પર મધ્યમાં એકબીજા સાથે જોડાયેલા છે. પૂર્વના ગર્ભગૃહમાં માતા મહાલક્ષ્મીની ભવ્ય પ્રતિમા છે.
આ પણ વાંચોઃ- Maa Sheetla Devi: ઉત્તરાખંડમાં કેવી રીતે થઈ શીતળા માતાજીની સ્થાપના, જાણો આ પૌરાણિક કથા
માતાજીની મૂર્તિનું વર્ણન
જેમના જમણા હાથમાં શંખ અને ઉપરા ડાબા હાથમાં ચક્ર છે. દેવી લક્ષ્મીના બંને તરફ તેમની બે પરિચારિકાઓની મૂર્તિઓ છે. માતા લક્ષ્મીની બાજુમાં જ ભગવાન સુબ્રહ્મણ્ય અને ગણપતિની પણ મૂર્તિ છે. મંદિરમાં ભગવાન શિવની નૃત્ય ભાવમાં પ્રતિમા સ્થાપિત છે. સાથે જ દક્ષિણ પૂર્વ દિશામાં અગ્નિ દેવતા પણ છે.
દક્ષિણ દિશામાં બળદ પર યમ દેવતા બિરાજમાન હોય તેવી મૂર્તિ છે. યમ દેવતાના હાથમા તેમનું શસ્ત્ર છે. પશ્ચિમ દિશામાં સમુદ્ર દેવતાની પ્રતિમા પણ અહીં બિરાજમાન છે. જે મગર પર સવારી કરે છે. અહીં મંદિરની ઉત્તર દિશાના કક્ષમાં દેવરાજ ઈન્દ્રની મૂર્તિ છે. જે એરાવત પર બિરાજમાન છે. સાથે જ તેમની પત્ની ઈન્દ્રાણી પણ છે. અહીંના સ્થાનિક દેવી નિરુતાની પણ મૂર્તિ છે. નવરાત્રીના સમયે અહીં ભવ્ય મેળો લાગે છે અને તેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4