Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝશું ગોળ ખાવાથી યાદશક્તિ વધે ? જાણો ગોળના અનેક ફાયદાઓ

શું ગોળ ખાવાથી યાદશક્તિ વધે ? જાણો ગોળના અનેક ફાયદાઓ

jaggery benifits
Share Now

આમ તો ગોળ કુદરતી પોષકતત્વોથી ભરપૂર હોય છે. મીઠો ગોળ અનેક લોકોનો ફેવરિટ હોય છે. કેમ કે સ્વાદિની સાથે સાથે તેના આરોગ્ય વિષયક ફાયદા પણ છે. જેવા કે મેટાબોલિઝમને સુધારે, શરીરમાં એનર્જી અથવા શક્તિનો સંચાર કરે. આયુર્વેદમાં તો ગોળનો ઉપયોગ ચિંતા, માથાનો દુખાવો, પાચનની સમસ્યા અને થાક લાગવાની સમસ્યામાં ભરપૂર કરવામાં આવે છે.

jaggery ગળપણ માટે ખાંડ અને ગોળ આ બન્ને વપરાય છે. હવે હેલ્થ-કૉન્શિયસ લોકો ખાંડનો ઉપયોગ ટાળીને એની જગ્યાએ ગોળ વાપરવાનો જ આગ્રહ રાખતા થઈ ગયા છે. આ બદલાવ ઘણો જ સારો છે એ આપણા વડીલો શીરામાં, ચિક્કીમાં અને અન્ય દરેક મીઠાઈમાં ગોળનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, એ સમયે ખાંડ નહીંવત વપરાતી. તેઓ નીરોગી હતા અને હિમોગ્લોબિનની કમી ભાગ્યે જ કોઈમાં જોવા મળતી.

ગોળના પ્રકાર

ગોળ તો બહુ સારો એવું માનતાં પહેલાં બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર જાણી લેવા જરૂરી છે. બજારમાં બે પ્રકારના ગોળ ઉપલબ્ધ છે; શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને બીજો એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ. બન્નેના સ્વાદમાં પણ તફાવત હોય છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે જ્યારે પીળા ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી આ નૉન-ઑર્ગેનિક છે.

ગોળ ખાવાના અનેક ફાયદાઓ :

મગજ થશે સક્રિય

mind power increases શેરડી માથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળ નું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાઈ છે. તે “માઈગ્રેનમાં” ખૂબ જ અસરકારક છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.

પેટ માટે ફાયદાકારક

ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી. જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો જ જોઈએ.સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ગોળ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે અને ભૂખ પણ વધે છે.

માસિકમાં દુખાવો

પીરીયડ્સ દરમિયાન ફક્ત ગરમ દૂધમાં ગોળ ઉમેરો અને પછી દૂધ પીવાથી પીડા સંપૂર્ણપણે દૂર થશે. એવુ જરૂરી નથી કે તમે આ પીરીયડ દરમિયાન જ પીવો જો તમે ઈચ્છો છો, તો તમે આ દૂધનો રોજે ઉપયોગ કરી શકો છો જેથી તમારા શરીરમાં કોઈ નબળાઇ ન આવે.

શરદી-ઉધરસ

જે વ્યક્તિને રેગ્યુલર શરદી-ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

આ પણ વાંચો : શા માટે પ્રથમ બાળક આવે ત્યારે વધુ ખુશી ? જાણો પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ

સાંધાનો દુખાવો

ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેસવામાં ઘણી મુશ્કેલી પડેછે. જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું.

ત્વચામાં ગ્લો થશે

skin glow ગોળ અને દૂધ એક સાથે લેવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનાથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

લોહીની અછત દૂર થશે

ગોળમાં લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે.

બ્લડ પ્રેશરમાં રાહત

જો કોઈને બ્લડપ્રેશરની સમસ્યા છે, તો ગોળ એ રામબાણ ઉપચાર છે. ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે.

હાડકાંની શક્તિ વધારે

કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.

અસ્થમા

health benifits અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક છે. આવા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

જો તમે ના ખાતા હોઈ ગોળ તો આજથી જ ચાલુ કરી ડો ગોળ ખાવાનું સેવન જેનાથી આપણે થશે અનેક ફાયદાઓ. રહેશો સ્વસ્થ અને મસ્ત તો સાથે વધશે યાદશક્તિ પણ !

આ પણ જુઓ : Health Tips | नींद पूरी ना होने पर हो सकते हैं ये घातक नुकसान

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment