ગુજરાતના જાણીતા લોકગાયક અને સૌના લોકલાડીલા એવા કીર્તિદાન ગઢવી 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાને ‘લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતાં જ કીર્તિદાન ગઢવી પર અમેરિકામાં વસતી ગુજરાતી મહિલાઓએ પણ ડોલરની થપ્પી ઉડાડી હતી.
રાજકોટના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીનું નામ જ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશ વિદેશમાં પણ જાણીતું છે. કીર્તિદાન ગઢવીનો અવાજ ફરી એકવાર અમેરિકાની ધરતી પર ગુંજ્યો છે. કીર્તીદાન ગઢવી છેલ્લાં કેટલાક સમયથી અમેરિકામાં બેક ટૂ બેક કાર્યક્રમો આપી રહ્યા છે.
કિર્તીદાન પર ડોલરનો વરસાદ
અમેરિકાની ધરતી પર એક પછી એક કાર્યક્રમમાં કિર્તીદાન પર ડોલરનો વરસાદ થઈ રહ્યો છે. અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાન પર ફરી એકવાર ડોલરનો વરસાદ થયો છે. કાઠીયાવાડમાં રૂપિયાની જે રીતેવરસાદ થાય છે, તેમ અમેરિકામાં ત્યાં ડોલરનો વરસાદ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : કોરોના વેક્સિન નહીં તો વેતન નહીં: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારીઓ માટે મોટો નિર્ણય
લોકગીત અને હિન્દી ફિલ્મોનાં ગીત ગાતાં ગુજરાતીઓ ઝૂમ્યા
અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌ કોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવી અમેરિકામાં લોકડાયરાની રમઝટ બોલાવી રહ્યા છે.
આ પહેલાં હ્યુસ્ટનમાં ડોલરનો વરસાદ થયો હતો
થોડા દિવસ પહેલાં અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો, જેમાં ગુજરાતીઓએ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો. એમાં સ્ટેજ પર ડોલરની નોટો પથરાઇ ગઇ હતી. સૌરાષ્ટ્રમાં સંતવાણી કે લોકડાયરો હોય ત્યારે લાખો રૂપિયાની ઘોર થાય છે. ત્યારે આ પરંપરા અમેરિકામાં વસતા ગુજરાતીઓએ જાળવી રાખી છે. અમેરિકામાં રૂપિયા નહીં, પણ ડોલરની ઘોર કરવામાં આવી રહી છે.નવરાત્રિના સમયમાં કિર્તીદાન ગઢવીએ અમેરિકાના શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં લોકોને ગરબા(Garba)નું આયોજન કરીને બરાબરના ડોલાવ્યા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4