Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝ18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ભરશે સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડાન

18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ભરશે સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડાન

Share Now

દેશમાં કોરોનાનું સંક્રમણ ધીરે-ધીરે ઘટતાં ઘણી જગ્યાએ નિયમોમાં છુટછાટ આપવામાં આવી રહી છે. ઓછા કેસને અનુલક્ષીને પેસેન્જર (Flights) વિમાનોની પુરી ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી મળી ગઈ છે.

Flights

કેન્દ્ર સરકારે 18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક (Flights) ફ્લાઈટ્સને 100% કેપિસિટીની સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી છે. લીલી ઝંડી મળતાં જ લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. કેપેસિટી ઓછી હોવાના કારણે લોકોને જે તારીખે જવું હોય તે તારીખની ટિકિટ મળતી નહતી કારણ હતુ કે કોરોનાને કારણે વિમાનની પુરી સીટો ભરવામાં આવતી નહતી. વિમાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવતું હતુ.

હવે ડોમેસ્ટિક ફ્લાઈટ પ્રતિબંધ વગર ભરશે ઉડાન

સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ જણાવ્યું કે દેશમાં હવે ડોમેસ્ટિક ફ્લાઈટ પ્રતિબંધ વગર ઓપરેટ કરી શકાશે. મુસાફરોની માંગણીને અનુલક્ષીને આમ કરવામાં આવ્યું છે. નવો આદેશ સોમવારે 18 ઓક્ટોબરથી લાગુ થશે. જોકે સરકાર તમામ વિમાન કંપનીઓને કોરોના ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

સપ્ટેમ્બરમાં સરકારે ઘરેલુ ઉડાનની યાત્રા ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી હતી. આ પહેલા મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને જુલાઈમાં ડોમેસ્ટિક (Flights)  ફ્લાઈટ્સની કેપિસિટીને 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી.

શેડ્યૂલ્ડ આતંરરાષ્ટ્રીય ઉડાનો પર  લગાવાયો હતો પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે 23 માર્ચ 2020થી શેડ્યૂલ્ડ આતંરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે મે 2020થી વંદે ભારત મિશન અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે. આ સિવાય પસંદગીના દેશોની સાથે દ્વિપક્ષીય વ્યવસ્થા અંતર્ગત જુલાઈ 2020થી ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે. આ આદેશ બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડાન ભરશે. તો સાથે સાથે લોકોને પણ એક શહેરથી બીજા શહેર સુધી જવામાં આસાની રહેશે.

આ પણ વાંચો: Jammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment