પ્રેમ, સંબંધ, ડેટિંગ, આ બધાનું દરેકના જીવનમાં ઘણું મહત્વ હોય છે. રિલેશનશિપ (relationship)માં આવ્યા બાદ કપલ પ્રેમ (Love)ભર્યુ જીવન જીવવાનું શરૂ કરે છે. ફોન પર વાત કરવી, ચેટિંગ કરવું, સાથે બહાર જવું, એકબીજા સાથે સમય વિતાવવો, ડેટ પર જવું આવી ઘણી બાબતો છે જે તમારા સંબંધને મજબૂત બનાવે છે.
પરંતુ કેટલાક યુગલો વચ્ચે સમય વીતવા સાથે અણબનાવ થવા લાગે છે. હું સમજી શકું છું કે, સંબંધો (relationship)માં નાની-મોટા ઝઘડા થતા રહે છે, પરંતુ ક્યારેક આ ઝઘડા એટલા વધી જાય છે કે બ્રેકઅપ સુધી વાત પહોંચી જાય અને થઈ પણ જાય છે.
relationship માં ગર્લફ્રેન્ડને કઇ વાતનું ખોટુ લાગે
ઘણી વખત બોયફ્રેન્ડ (Boyfriend)ઝઘડા દરમિયાન ગર્લફ્રેન્ડને મજાકમાં એવી કેટલીક વાતો કહે છે, જેના કારણે તે દુઃખી થાય છે અને સંબંધ તૂટી જાય છે. એટલા માટે આજે અમે અહીં કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ, જેને હંમેશા ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાનું ટાળવું જોઈએ, જેથી સંબંધ સારી રીતે યથાવત રહે.
1. સ્ક્રીનશૉટ મોકલવા માટે કહો
‘સ્ક્રીનશોટ મોકલો’ એ આજના સમયમાં સૌથી વધુ બોલાતી લાઇન થઇ ગઇ છે. જ્યારે ગર્લફ્રેન્ડ (Girlfriend)નો ફોન વ્યસ્ત હોય છે, ત્યારે ઘણા બોયફ્રેન્ડ તેમની ગર્લફ્રેન્ડને સ્ક્રીનશોટ મોકલવાનું કહે છે. જો તમે પણ આવું કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.
છોકરીનું પણ અંગત જીવન છે, તેના મિત્રો પણ છે, કુટુંબ પણ છે જેની સાથે તે વાત કરી શકે છે. જ્યારે તેનો મોબાઈલ વ્યસ્ત હોય છે, ત્યારે તમે તેને વારંવાર સ્ક્રીનશોટ (Screenshot)મોકલવાનું કહો છો, તો તેને લાગશે કે, તમને તેના પર વિશ્વાસ નથી અને તેનાથી સંબંધ તૂટી શકે છે.
2. relationship સમયે એક્સ સાથે સરખામણી ન કરો
છોકરાઓ ઘણીવાર આવી ભૂલ કરતા હોય છે. કેટલીકવાર તે તેની ગર્લફ્રેન્ડની તુલના તેના ભૂતપૂર્વ સાથે કરે છે. ભલે તમે મજાક કરતા હોવ, પરંતુ આ વાત તમારા પાર્ટનરને ખૂબ જ દુઃખ પહોંચાડે છે.
તેથી ખાસ ધ્યાન રાખો કે, ક્યારેય પણ ભૂતપૂર્વ સાથે ગર્લફ્રેન્ડની સરખામણી ન કરો. જો તમે આમ કરશો તો સંબંધને તૂટતા કોઈ બચાવી શકશે નહીં.
3. તમારું વજન વધ્યું છે
ગર્લફ્રેન્ડ ઘણીવાર ઈચ્છે છે કે, તેમનો પાર્ટનર (Partner)તેમની પ્રશંસા કરે. છોકરીઓ તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. પરંતુ કેટલીકવાર ખોટી જીવનશૈલી અને તબીબી પરિસ્થિતિઓને કારણે તેમનું વજન વધી શકે છે. બીજી બાજુ, જો તમે તેના વધતા વજન વિશે ટિપ્પણી કરો છો અથવા તેની મજાક કરો છો, તો તે ચોક્કસપણે નુકસાન કરશે.
જો તમે તેમને તેમના વધતા વજન વિશે જાગૃત કરવા માગો છો, તો સારી રીતે વાત કરો અને તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરો, તેમની મજાક કે ટિપ્પણીઓ ન કરો.
4. પરિવારના સભ્યોની મજાક ઉડાવવી
બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે મસ્તી ચાલતી રહે છે, જેના કારણે સંબંધ (relationship)સ્વસ્થ રહે છે. પરંતુ સાથે જ મજાકમાં કહીએ તો, જો તમે છોકરીના પરિવારની મજાક ઉડાવો છો અથવા કોઈ ખોટા શબ્દો બોલો છો, તો તમને ગર્લફ્રેન્ડની નારાજગીથી કોઈ બચાવી શકશે નહીં. એટલા માટે પ્રયાસ કરો કે, ક્યારેય પણ સામે વાળાના પરિવાર વિશે કંઈ ખોટું ન બોલો અને ન મજાક ઉડાવવાનો પ્રયાસ કરો.
આ પણ વાંચો: સેક્સ લાઇફને લઇને આવ્યો ચોંકાવનારો ખુલાસો, ક્લિક કરી જાણો ક્યાંક તમે પણ નથી ને
5. ડાઉનફોલ્સ ગણતા રહો
દરેક મનુષ્યમાં કોઈને કોઈ ઉણપ હોય છે, દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી રહ્યો જેમાં કોઈ ઉણપ ન હોય. દેખીતી રીતે, તમારી સાથો-સાથે તમારી ગર્લફ્રેન્ડમાં પણ કેટલીક ખામીઓ હશે, પરંતુ જો તમે તે ખામીઓને વારંવાર ગણાવશો તો તે ચોક્કસપણે નુકસાન કરશે. સામેની વ્યક્તિની ઉણપને પ્રેમથી સમજાવવી એ અલગ અને એ ભૂલને વારંવાર ઠેસ પહોંચાડવી એ પણ અલગ. જો તમે પણ આવું કરશો તો છોકરી આ વાત સહન કરી શકશે નહીં અને તેને લાગશે કે, તે તમારા લાયક નથી, તો તે સંબંધ તોડી પણ શકે છે.
6. relationship સમયે દરેક વસ્તુ પર રોક લગાવવી જરૂરી!
આવું ન કરો, ત્યાં ન જાવ, તેની સાથે ન જાવ, આવા ડ્રેસ ન પહેરો, ઘણી બધી રીતે ઘણા બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને દરેક વાત પર રોકે છે. આમ, કરવાથી છોકરીને લાગશે કે તમે તેને પર્સનલ સ્પેસ નથી આપી રહ્યા અને તેના જીવન પર કંટ્રોલ કરી રહ્યા છો. આવી સ્થિતિમાં, ગર્લફ્રેન્ડ બંધાયેલી અનુભવે છે અને સંબંધ તોડી પણ શકે છે.
હવે તમે સમજી જ ગયા હશો કે સંબંધને સારી રીતે ચલાવવા માટે ગર્લફ્રેન્ડને કઈ વાતો કહેવાનું ટાળવું જોઈએ. તો બસ એકબીજાને પ્રેમ (Love)અને પ્રેમથી સમજીને સંબંધમાં આગળ ચાલો અને ખુશ રહો.
Android: http://bit.ly/3ajxBk4